'અમારી સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું'; એરપોર્ટ પર દિલ્હીના CM આવતાં જ મોદી મોદીના નારા લાગ્યાKEJJRIWAL IN VADODARA

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

'અમારી સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું'; એરપોર્ટ પર દિલ્હીના CM આવતાં જ મોદી મોદીના નારા લાગ્યાKEJJRIWAL IN VADODARA

0વડોદરામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. બીજી તરફ, કેજરીવાલે આ અંગે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને રાજકારણ નથી આવડતું. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.


પંજાબમાં જૂની પેન્શન યોજના પર કામગીરી શરૂ

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યાં છે. હું ગેરંટી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો અમે જૂની પેન્શન લાગુ કરીશું. ગઇકાલે પંજાબના મુખ્યમંત્રીએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણીમાં જિતાડવા કે હરાવવા માટે એ રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે. હવે ગુજરાત સરકારને અહંકાર આવી ગયો છે, હવે આ સરકારની હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ.


કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ મને અપશબ્દો કહે છે. બંનેની ભાષા પણ એક જ છે. મારો વાંક શું છે? હું ગુજરાતની મોંઘવારી દૂર કરવાની વાત કરું છું. હું શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ મફત આપવા માગું છું. અમે ગુજરાતના લોકોની ભલાઇની વાત કરીએ છીએ. હવે બંને પક્ષ મારી સામે મોટા નેતાઓ ઉતારશે.


કેજરીવાલે એરપોર્ટ પર મોદી મોદીના નારા અંગે જણાવ્યું હતું કે મારી સામે મોદી મોદીના નારા લાગ્યા, પણ મને રાજકારણ નથી આવડતું. હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે. ભાજપ પણ રાહુલ ગાંધી આવે ત્યારે મોદી મોદીના નારા નથી લગાવતું. કોંગ્રેસ પણ મારી સામે નારેબાજી કરે છે.

Post a Comment

0Comments
Post a Comment (0)