જાપાની સુઝુકી ટીમ સાથે બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચોધરી |
ધ્રુવ ધનેશ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/બનાસડેરીની ઓળખમાં નવું મોરપીચ્છ બન્યો છે.તેનો અત્યાધુનિક બાયો સી.એન.જી પ્લાન્ટ.Banasderi Bio CNG Gas
જી...હા ..આ પ્લાન્ટ દેશનો પહેલો સફળ પ્લાન્ટ છે.જેમાંથી ઉત્પન્ન થતો બાયો સીએનજી ગેસ સફળ રીતે વાહનમાં ઇધંણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.ભારતમાં આ નવીનતમ આધુનિક ટેકનલોજીના પ્રણેતા બન્યાં છે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચોધરી.કે જેમના શ્રેષ્ઠ પ્રયત્નો અને મહેનત થકી આ આવિષ્કાર થકીની ટેકનોલોજી થી બનાવાયેલ બાયો સીએનજી ગેસ ઉત્પાદન સફળ થયું છે.Banasderi Bio CNG Gas જાપાન દેશ આ પ્લાન્ટ ની સફળતાથી ખુબજ પ્રભાવિત થયો છે.જેમાં ત્યાં ની જાપાન સુઝુકી કંપનીનું પ્રતિનિધિ મડલ આ પ્લાંટ જોવ બીજી વખત બનાસ ડેરી પહોચ્યું હતું.અને સુઝુકી કપની બનાસડેરીના આ પ્લાંટ થી પ્રભાવિત થતાં નવીન વિકલ્પો ખૂલવાની ઉજળી તકો નિર્માણ પામી છે.
બનાસડેરી બાયો સીએનજી સફળ પ્લાંટ |
જાપાની સુઝુકી કપની પ્રતિનિધિ મંડળનું પોઝીટીવ નિવેદન ..Banasderi Bio CNG Gas
અમો ટેકનોલોજી અને નવનીતમ પ્રયાસો નો આદર કરીએ છીએ.બનાસડેરીના બાયો સીએનજી પ્લાંટની રૂબરૂ મુલાકાત નવો સુખદ અનુભવ થયો.ટેકનોલોજી નો ઉપયોગ કરી ,નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ કરવામાં બનાસ ડેરી સમગ્ર વિશ્વ માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની કહી સકાય.આ બાયો ગેસ પ્લાન્ટ થકી ગામડાઓમાં સ્વચ્છતા થાય તેમજ નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય એ ઉમદા અભિગમની અમે પ્રસંશા કરી આ કાર્યને બિરદાવી એ છીએ.Banasderi Bio CNG Gas
શું છે. બનાસડેરીનો બાયો સીએનજી પ્લાંટ?Banasderi Bio CNG Gas
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા પશુઓના છાણમાંથી દેશનો પ્રથમ બાયો સી.એન.જી પ્લાન્ટ શરુ કરવાનો જે સફળ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે,આ નવતર પ્રયોગ દેશ વિદેશના માધ્યમો માં છવાતાં,આ ઘટનાથી પ્રેરિત થઈને જાપાનની સુઝુકી કંપનીના ભારતીય નિયામક મંડળે પોતાના પદાધિકારીઓ સાથે બનાસ ડેરીના બનાસ બાયો સી.એન.જી પ્લાન્ટની મુલાકાત કરી હતી.Banasderi Bio CNG Gas
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં એમની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે બનાસ ડેરી માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે.પશુપાલક અને ખેડૂતોની આવક ડબલ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં આ સાહસ કરવામાં આવ્યું હતું. Banasderi Bio CNG Gas
જાપાની સુઝુકી કપની,આ ગેસ આધારિત, સીએનજી કીટ ના વાહનોનું કરશે ઉત્પાદન-Banasderi Bio CNG Gas
પશુ છાણમાંથી પશુપાલકોને આવક આપવાના ઉમદા અભિગમ સાથે શરુ કરાયેલ બનાસ બાયો CNG પ્લાન્ટ અને એમાં વપરાયેલ ટેક્નોલોજીનો સવિસ્તાર અભ્યાસ કરીને જાપાનની સુઝુકી કંપની CNG કીટ બંધબેસતા પોતાના વાહનો બનાવવા તેમજ એજ વાહનોને વાહન ચાલાક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવાના અભિગમ સાથે બનાસ ડેરીની મુલાકાત કરીને માહિતીથી અવગત થયા હતા.Banasderi Bio CNG Gas આ પ્રોજેક્ટ માં સ્વચ્છતા બની રહે તેમજ નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય એ હેતુ સાથે શુદ્ધ બાયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે વાહન ચલાવવા માટે ઈંધણના સ્વરૂપમાં કામ આવે છે, એને ઉત્પન્ન કરવાના સાથે જૈવિક ખાતર બનાવવા આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે, એ જાણીને સુઝુકી કંપનીના પદાધિકારીઓએ બનાસ ડેરીની પ્રશંસા કરી હતી. જાપાનની સુઝુકી કંપનીના શ્રી કેનીચીરો ટોયોફૂંકું (ડિરેક્ટર સીપીપી), શ્રી કોજીમા સાન (SMG-Japan) શ્રી યામાનો સાન (SMG-Japan), શ્રી પરિક્ષેત મૌની (વાઇસ પ્રેસિડેંટ), શ્રી સંજયભાઈ પઢીયાર (મેનેજર) અને શ્રી અખિલેશ સિંહ (મેનેજર) એ મુલાકાત લીધી હતી.Banasderi Bio CNG Gas તાજેતરમાં જ બાયોગેસના આયોજનથી એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટે બનાસડેરી દ્વારા ખીમાણા, રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવર ખાતે ગોબર ગેસ સ્ટેશન ઉભા કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેનું ઈ-ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથે કરવામાં આવ્યું હતું. આ ચાર સ્થાનો પર ૧૦૦ ટન ગોબરની પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.Banasderi Bio CNG Gas
અત્રે ઉલ્લેખનીય છે કે મારુતિ સુઝુકી કંપનીની પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જાપાનની ટીમની બનાસ ડેરી ના બાયો CNG પ્લાન્ટ અંતર્ગત આ બીજી મુલાકાત છે.Banasderi Bio CNG Gas