Ambaji માં નવરાત્રી મહોત્સવને લઇને તૈયારીઓ આખરી તબક્કામાં, પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરાશે

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

Ambaji માં નવરાત્રી મહોત્સવને લઇને તૈયારીઓ આખરી તબક્કામાં, પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરાશે

0


 નવરાત્રી(Navratri 2022) મહોત્સવના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા(Garba) રમાય છે તેવી માં અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી(Ambaji)ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે તારીખ 26 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રારંભ થનાર છે જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 26 સપ્ટેમ્બર સોમવારના સવારે 9.00થી 10.30 કલાક સુધીમાં કરવામાં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસો માસની પૂનમના રોજ સવારની આરતી 6.00 કલાકે થશે જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.


બનાસકાંઠામાં આવેલા શકિતપીઠ અંબાજીના  નવરાત્રીને  લઇને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં મંદિર વહીવટીતંત્ર દ્વારા આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી સવારે 7.30થી 8 અને સાંજે 6.30થી 7 વાગ્યે આરતી થશે , સવારે 8થી 11.30, બપોરે 12.30થી 4.15, સાંજે 7 થી 9 વાગ્યા સુધી દર્શન થશે, માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે, આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટસ્થાપન વિધિ થશે. જ્યારે આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે, આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે તેમજ આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે અને તેમજ આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે આરતી થશે.

Post a Comment

0Comments
Post a Comment (0)