ગુજરાતી મહિલા ટીચર 50મા વર્ષે બની લોન્જરી મોડલ

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ગુજરાતી મહિલા ટીચર 50મા વર્ષે બની લોન્જરી મોડલ

0


સામાન્ય રીતે મોટી ઉંમરે ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજરાતી મહિલાઓ રિટાયર થવાનું અથવા સારી નોકરી કરવાનું પસંદ કરે છે. ત્યારે મુંબઈમાં રહેતી એક ગુજરાતી મહિલા ગીતાએ 50 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી છે. મોડલિંગમાં પણ તેમણે લોન્જરી મોડલ બનવાનું પસંદ કર્યું છે.  ગીતા પોતાને ફેશન મોડલ અને ચેન્જ મેકર જણાવે છે. તેઓ મુંબઇમાં રહે છે, પરંતુ મૂળ ગુજરાતનાં છે. તેમનો જન્મ અને ઉછેર ગુજરાતમાં જ થયો હતો અને અમદાવાદની સ્કૂલ ઓફ કોમર્સમાંથી તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ થયાં હતાં. તેમની પહેલી જોબની શરૂઆત પણ અમદાવાદથી જ થઈ હતી. તેઓ કહે છે 'મારા એજ્યુકેશન પછી અમુક વર્ષો સુધી ઓફિસ આસિસ્ટન્ટ તરીકે અને પ્રી-પ્રાઇમરી ટીચર તરીકે કામ કર્યું હતું. મોડલ બનવાનું મારું ટીનેજ ડ્રીમ હતું, પરંતુ એ વખતે ઓપોરચ્યુનિટી અને ગાઇડન્સના અભાવે મને ખબર નહોતી કે શું કરવું. એ પછી એ સપનું ત્યાંનું ત્યાં જ રહી ગયું અને મેં બીજા બધાં ફિલ્ડમાં કામ કર્યું.

ગીતા જણાવે છે કે કોઈ કોઈ સપનાં એવાં હોય છે કે તમને શાંતિથી બેસવા ના દે. મારું પણ એવું જ હતું. મોડલિંગમાં જવું છે એ સપનું ક્યાંક દિલમાં છુપાઈને બેઠેલું હતું, એટલે ભલે હું બીજે કામ કરતી હતી, પણ સપનું તો જીવતું હતું. 50 વર્ષની ઉંમરે સાલ 2019માં મને એક બ્યૂટી પીજન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો. એનું નામ હતું ઈન્ડિયા બ્રેની બ્યૂટી, જેમાં મને બેસ કેટવોક અને ફર્સ્ટ રનરઅપનું ટાઇટલ મળ્યું. એ પછી મેં એક બીજા બ્યૂટી પીજન્ટમાં પણ પાર્ટિસિપેટ કર્યું. આ બંને બ્યૂટી પીજન્ટમાંથી મને ઘણુંબધું શીખવા મળ્યું. હાઉ ટુ વોક, હાઉ ટુ પોઝ, હાઉ ટુ ગ્રુમ યોર સેલ્ફ. ત્યાંથી મને એક નવો વિશ્વાસ મળ્યો કે હા, મારું ટીનેજનું સપનું તો પૂરું થઈ શકે છે. એક નવા વિશ્વાસ સાથે બ્યૂટી પીજન્ટનો અનુભવ લઈને મારું મોડલની પ્રોફાઇલ તૈયાર કરી.ઇન્સ્ટાગ્રામમાં પણ મારી પ્રોફાઇલ બનાવી અને ધીરે ધીરે ફોટોગ્રાફર અને નાના સ્ટાર્ટ અપ્સ તરફથી ઇન્ક્વાયરી આવવા લાગી. હું ખબ જ ખુશ હતી કે ચાલો, મેં શરૂઆત તો કરી અને હું ઓલવેઝ બિલીવ કરું છું કે સપનાંને ક્યારેય એક્સપાયરી ડેટ હોતી નથી. બસ, એ રીતે મોડલિંગ શરૂ થઈ ગયું. મેં મારું સૌથી પહેલું પ્રોફેશનલ શૂટ દિલ્હીના એક ફોટોગ્રાફર સાથે કર્યું. 

Post a Comment

0Comments
Post a Comment (0)