ગુરુવારે પ્રદોષનો સંયોગ, આ દિવસે સૂર્યાસ્ત પછી ખાસ શિવપૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ગુરુવારે પ્રદોષનો સંયોગ, આ દિવસે સૂર્યાસ્ત પછી ખાસ શિવપૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે

0

 


8 સપ્ટેમ્બર, ગુરુવારે પ્રદોષ વ્રત છે. શિવ અને સ્કંદ પુરાણ પ્રમાણે તેરસ તિથિએ ભગવાન શિવની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ પૂજા પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્તથી લગભગ 90 મિનિટના સમયગાળાની અંદર કરવામાં આવે છે. ગુરુવારના દિવસે તેરસ તિથિ હોવાથી આ દિવસે ગુરુ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં શિવ પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તેરસ તિથિમાં સાંજના સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આ સમયે ભગવાન શિવ કૈલાશ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતા તેમના ગુણોનું સ્તવન કરે છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઇચ્છાથી આ શુભ કામમાં ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન શિવ સાથે દેવી પાર્વતીની પણ પૂજા થાય છે. જેથી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુઃખ દૂર થાય છે. પુરાણો અને જ્યોતિષ ગ્રંથ પ્રમાણે પ્રદોષ વ્રતમાં સૂર્યાસ્ત પછી લગભગ 90 મિનિટના સમયને પ્રદોષ કાળ કહેવામાં આવે છે. આ દરમિયાન ભગવાન શિવ-પાર્વતીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી પૂજાથી શારીરિક, માનસિક અને આર્થિક પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. આ વખતે ગુરુવારનો શુભ સંયોગ બનવાથી શિવપૂજાનું અનેકગણું ફળ મળશે. આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું. પછી શિવ મંદિર કે ઘરમાં જ પૂજા સ્થાને બેસીને હાથમાં જળ લેવું અને પ્રદોષ વ્રત સાથે શિવપૂજાનો સંકલ્પ લેવો. તે પછી શિવજીની પૂજા કરો. પછી પીપળામાં જળ ચઢાવવું. દિવસભર પ્રદોષ વ્રતના નિયમોનું પાલન કરો. એટલે શારીરિક અને માનસિક રીતે સાત્વિક રહેવું. ભોજન ન કરો. ફળાહાર કરી શકો છો. સાંજે મહાદેવની પૂજા અને આરતી કર્યા પછી પ્રદોષ કાળ પૂર્ણ થાય એટલે સૂર્યાસ્તના 72 મિનિટ પછી ભોજન કરી શકો છો.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)