પોલીસ પરિવારની સામૂહિક આત્મહત્યા:અમદાવાદના ગોતામાં પોલીસ-કોન્સ્ટેબલે ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો: Latest News

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પોલીસ પરિવારની સામૂહિક આત્મહત્યા:અમદાવાદના ગોતામાં પોલીસ-કોન્સ્ટેબલે ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો: Latest News

0

અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

પોલીસકર્મીના આપઘાત કરવા પાછળ કયું કારણ છે એ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Post a Comment

0Comments
Post a Comment (0)