ગુલબાઇ ટેકરા ખાતે એડોર કન્સ્ટ્રકશન દ્વારા નવી બની રહેલી એસ્પાયર-2 બિલ્ડિંગની સાઇટમાં બુધવારે સવારે 14 મા માળેથી પટકાતા થયેલા 7 મજૂરોના કરૂણ મોત કેસમાંથી બચવા માટે બિલ્ડરો ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના સંર્પકમાં હોવાનું સૂત્રોનું કહેવું છે. મજૂરો દારૂ પીધેલા હોવાનું પી.એમ. રિપોર્ટમાં લાવવા માટે પણ બિલ્ડરોએ હવાતિયાં માર્યા હતાં. જોકે તપાસ અધિકારીની તપાસ હજુ ચાલુ છે. અને બિલ્ડરોને બોલાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું રટણ કરી રહ્યા છે. આ કેસમાંથી બચવા માટે બિલ્ડરો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. અને તેમના ઓળખીતા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના સંપર્કમાં છે. અને ગમે તેમ કરીને કેસને લૂલો કરવાની પેરવી કરી રહ્યા છે.
મજૂરોનું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યારે એક વ્યક્તિ પોતાને સુરતના ધારાસભ્યનો માણસ હોવાનું કહીને અંદર ઘૂસ્યો હતો અને પીએમ રિપોર્ટમાં મજૂરો દારૂ પીધેલા હોવા અંગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે પેરવી કરી હતી.