ગાઝિયાબાદના એક પાર્કમાં પિટબુલ કૂતરાએ 11 વર્ષના છોકરા પર હુમલો કર્યો. તેનો એક કાન અને ગાલ કરડી ખાધો.પિટબુલનો આ હુમલો એટલો ખતરનાક હતો કે છોકરાના ચહેરા પર 150 થી વધુ ટાંકા આવ્યા .હાલ સર્જરી કરી ડોક્ટરોએ બાળકને રજા આપી દીધી છે. પીડિત બાળકના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. નગર નિગમે કૂતરાનાં માલિકને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. આ મામલો ગયા શનિવારનો છે, જેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે.
ગાર્ડનમાં રમતાં બાળકને ચોંટી ગયો, ગાલ પર 150થી વધુ ટાંકા આવ્યા, એક કાન પણ કાપી નાખ્યો
September 09, 2022
0