અમદાવાદ શહેરના ગોતામાં વિશ્વાસ સિટી-10ની બાજુમાં આવેલી દીવા હાઇટ્સમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ-કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવ (ઉં.35)એ પત્ની રિદ્ધિ (ઉં.28) અને 2 વર્ષની દીકરી આકાંક્ષા સાથે ફ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું.મોડી રાતે 1.45 વાગ્યાની આસપાસ પહેલાં રિદ્ધિબહેને ત્યાર બાદ 10થી 12 સેકન્ડ પછી કુલદીપસિંહે દીકરી આકાંક્ષાને સાથે રાખી મોતની છલાંગ લગાવી દીધી હતી, જોકે આ આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.ફોનમાંથી મળી શકે તમામ રહસ્યો
આ આત્મહત્યા પાછળ કોઈ પારિવારિક કારણ જવાબદાર છે કે નહીં તે દીશામાં પોલીસ તપાસ કરી રહી છે. જો કે તમામ રહસ્યો કુલદીપ યાદવના ફોનમાંથી મળવાની શક્યતા છે. પરંતુ ફોનમાં રહેલા પેટર્ન લોકના કારણે મેસેજ અને તેના અલગ અલગ ચેટ વિશે વિગતો મેળવવી પોલીસ માટે હવે અનિવાર્ય બની છે.ત્યારે હવે પોલીસ ફોન અનલોક કરવાની પ્રક્રિયા માટે FSLની મદદ માંગી છે.