વિજય રૂપાણી, નીતન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા,ફળદુ બન્યા ત્યાગ અને સમર્પણના ચહેરા : તમામ કદાવર ભાજપના નેતાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત.-BJP leadership dedicated to the nation

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વિજય રૂપાણી, નીતન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા,ફળદુ બન્યા ત્યાગ અને સમર્પણના ચહેરા : તમામ કદાવર ભાજપના નેતાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત.-BJP leadership dedicated to the nation

0


રાષ્ટ્ર અને દેશ સમર્પિત મહાન ભાજપ નેતૃત્વ ના ચાર રીયલ હીરો 


રીના પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી/

ભારતમાં રાષ્ટ્રપ્રેમ અને ત્યાગ તેમજ બલિદાન પર બનેલ ફિલ્મ 'હકીકત' વર્ષ 1964 માં લોકપ્રિય બની હતી.આ ફિલ્મનું મ્યુઝિક મદન મોહનનું હતું.અને આ ગીત મોહમદ રફી એ ગાતા તે હિટ થયું હતું.કેમ કે આ ગીતના શબ્દો રાષ્ટ્રીય ચેતના જગાડનાર હતા..-BJP leadership dedicated to the nation



 " कर चले हम फ़िदा, जान-ओ-तन साथियों

अब तुम्हारे हवाले वतन साथियों


साँस थमती गई, नब्ज़ जमती गई,


फिर भी बढ़ते कदम को ना रुकने दिया,..


कट गये सर हमारे तो कुछ ग़म नहीं..


सर हिमालय का हमने न झुकने दिया..


मरते-मरते रहा बाँकपन साथियों.." 




જોકે આ ગીત જેવું જ ઉન્નત સમર્પણ આજે ભાજપ ના મોટા ગજાના નેતા રહેલ,વિજય રૂપાણી, નીતન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા,આર.સી.ફળદુ અને અન્ય ચૂંટણી ના લડવાની જાહેરાત કરનાર નેતાઓમાં જોવા મળ્યું છે..-BJP leadership dedicated to the nation


ફિલ્મ ' હકીકત 'માં ફિલ્મ કલાકારો ની અંતમાં શહાદત હતી,જીવનનો અંત હતો,જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં આ ચાર મહાન નેતાઓ પોતાની મોટા ગજા ની રાજકીય સફર માં નિવૃત્તિ જાહેર કરી, નવીન યુવા ચહેરાઓ માટે જગ્યા ખાલી કરી રહ્યા છે.આમ ફિલ્મ ' હકીકત ' નું આ ગીત અને આ ચાર ભાજપી નેતાઓ ના ત્યાગ અને સમર્પણની થીમ ગીત સાથે યથાવત જળવાયેલું દેખાય છે.કેમકે ચોતરફ ટિકટ લઈને ભાજપના નેતા  બનવાની જાણે હોડ લાગી છે.ત્યારે ભાજપના આ ચાર શીર્ષ નેતાઓએ પોતાની મિનિસ્ટર બનવાની,સરકારમાં ઉચ્ચ સ્થાન મેળવવાની કામના ને તિલાંજલિ આપી,સમર્પણ ભાવ સાથે અન્યો માટે પોતાની ખુરશી છોડી છે.આ સમર્પણ હાલની ચૂંટણીમાં ગુજરાતમાં વંદનીય બન્યું છે.જેને ઇતિહાસકારો શહાદત થી ઓછી આંકશે નહિ.જોકે વિરોધીઓ ભલે ગમે તેમ આક્ષેપ કરતા હોય પણ આ અંત:સ્ફ્રુરણા થી આ નેતાઓએ લીધેલ નિર્ણય છે.જેનો જયજયકાર થવો જોઈએ..-BJP leadership dedicated to the nation


ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલાના ઉમેદવારો જાહેરાત લીસ્ટ પહેલાંના આ સમાચાર ભાજપ કેડર બેઝ ની શિસ્ત અને અનુસાસન ને અનુસરનાર પાર્ટી છે.તેવો સંદેશ આ સમચાર આપે છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બન્ને દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે..-BJP leadership dedicated to the nation


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને મોટા સમચાર આવી રહ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમા તેમજ આર.સી.ફળદુ ને લઈને જેવા  દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે..-BJP leadership dedicated to the nation


ગુજરાત વિધાનસભા 2017 માં આખી સરકાર આ મોટા ગજાના નેતાઓના ભરોસે ચાલતી હતી.અને આ ચાર નેતા ભરોસા ની ભાજપ સરકાર ના મુખ્ય સેનાપતિ હતા.જેમાં વિજય રૂપાણ, નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા બાદ આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે..-BJP leadership dedicated to the nation


ભાજપના પ્રદિપસિંહ જાડેજા પણ નહીં લડે ચૂંટણી.-BJP leadership dedicated to the nation


ભાજપના અન્ય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વખતે ચૂંટણી નહીં લડે. તેવી તેમના દ્વારા સી આર પાટીલને પત્ર લખીને જાણ કરવામાં આવી છે..-BJP leadership dedicated to the nation


મેં એક વર્ષ પહેલા જાહેરાત કરી  હતી:  ભુપેન્દ્ર ચુડાસમા.-BJP leadership dedicated to the nation


વિજય રૂપાણી, નિતિન પટેલ બાદ પૂર્વ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છેય તેમણે વધુમાં કહ્યું કે, મે એક વર્ષ પહેલા જ આ જાહેરાત કરી હતી. આમ, છેલ્લી એક કલાકમાં ગુજરાત ભાજપના 4 મોટા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે..-BJP leadership dedicated to the nation


હું ચૂંટણી નહીં લડું: રૂપાણી.-BJP leadership dedicated to the nation


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નવા કાર્યકર્તાઓને તક મળે તે માટે હવે હું આ વખતની ચૂંટણી નહીં લડું. આ સાથે, તેમણે કહ્યું કે, હું ભાજપને જીતાડવા માટે કામ કરીશ. હું ચૂંટણી નહીં લડું, તેનો લેટર પણ ઉપર મોકલી આપ્યો છે. આ સાથે જ, રૂપાણી સરકારમાં પૂર્વ DyCM નીતિન પટેલે પણ પત્ર લખીને કરી જાણ કરી હતી કે, આ વખતની ચૂંટણી નહીં લડે.અત્રે ઉલ્લેખનીય છે કે ,સેન્સ પ્રક્રિયા દરમ્યાન નીતિન પટેલ મહેસાણા જિલ્લા ની એક બેઠક પરથી  ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી...-BJP leadership dedicated to the nation


હાલ દિલ્હી ખાતે ભાજપની મહત્વની બેઠકનો દોર .-BJP leadership dedicated to the nation


હાલની તાજા સ્થિતિ માં, ભારતીય જનતા પાર્ટી  ની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી રહી છે.ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી છે. આ સમિતિમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા છે આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી શકે છે. જોકે CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા છે.ત્યારે આજે મોડી સાંજે તબક્કાવાર પ્રથમ ચરન અને કેટલીક બીજા ચરણમાં થનાર મતદાન ની સીટો ના ઉમેદવાર જાહેર થઈ સકે છે.-BJP leadership dedicated to the nation



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)