વયોવૃદ્ધ જય નારાયણ વ્યાસના ભાજપમાં ઉતરાધિકારી શું ભાસ્કર ઠાકર બનશે?ઉત્તર ગુજરાતમાં અઢારે આલમમાં ચર્ચિત સવાલ-Alternative to Jayanarayan Vyas

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વયોવૃદ્ધ જય નારાયણ વ્યાસના ભાજપમાં ઉતરાધિકારી શું ભાસ્કર ઠાકર બનશે?ઉત્તર ગુજરાતમાં અઢારે આલમમાં ચર્ચિત સવાલ-Alternative to Jayanarayan Vyas

0રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી / દાયકાઓથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અથવા અન્ય પાર્ટી હોય,જેમાં ઉત્તર ગુજરાતમાં બ્રહ્મસમાજનું મોટું મહત્વ રાજકારણમાં રહ્યું છે.જોકે તાજેતરની 2022 વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં બ્રહ્મ સમાજ અને ભાજપના બોદ્ધીક સ્તરમાં મોટા નેતા ગણાતા જયનારાયણભાઈ  વ્યાસે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા હવે ઉત્તર ગુજરાતમાં  બ્રહ્મસમાજનો બોધ્ધિક અને સર્વશ્રેષ્ઠ ભાજપા નો રાજકીય  આગેવાન કોણ? તે ચર્ચિત વિષય બન્યો છે.ત્યારે પોતાના કર્મ અને ભાજપા પ્રત્યે સમર્થન થકી પોપ્યુલર બનેલ યુવા ભાજપી નેતા " ભાસ્કર ઠાકર કેમ નાં ચાલે ? તેવા સવાલો પણ રાજકીય ગરમાવો લાવનાર બન્યા છે.જોકે આઝાદી બાદ કોંગ્રેસ અને ભાજપે ઉત્તર ગુજરાતમાં બ્રમસામજને યોગ્ય રાજકીય સ્થાન આપ્યું છે.તે ઇતિહાસમાં આલેખાયેલ છે.-Alternative to Jayanarayan Vyas


જય નારાયણ વ્યાસ ભાજપ છોડતા ઉઠતા સવાલ? શું  બ્રાહ્મણ સમાજ હવે ઉત્તર ગુજરાતમાં એકલો પડ્યો!વિકલ્પ કોણ?-Alternative to Jayanarayan Vyas


ઉત્તર ગુજરાતમાં જય નારાયણ વ્યાસે,ભાજપ સાથે છેડો ફાડ્યા હવે બ્રાહ્મણો વોટબેંક પર અસર થશે તેવી ભીતી સેવાય રહી છે.અને કદાચ તેઓ કોંગ્રેસનો હાથ પકડી,કોંગ્રેસનું પલડું મજબૂત કરવા,મેદાનમાં પડે તો ઉત્તર ગુજરાતના ભાજપ તરફી બ્રાહ્મણ નેતાઓ નું શું ? તે પ્રશ્ન પણ ચર્ચિત બન્યો છે..-Alternative to Jayanarayan Vyas

 

જૂના પોલિટિકલ એનાલીસિસો નું માનીએ તો જયનારાયણ વ્યાસ જે તે સમયે જોયું કે ઉત્તર ગુજરાતમાં બ્રામણ સમાજ દાયકાઓ પહેલા સક્રિય રાજકારણમાં ઓછો રસ લેતા હતા.આ તક જય નારાયણ વ્યાસે ઝડપી લીધી અને જાણે આકાશ માંથી પેરાશૂટ સાથે ઉતર્યા હોય તે સ્ટાઇલ થી તેઓએ બ્રામણ સમાજ ના બોધિક નેતા ઓળખ થી ભાજપમાં એન્ટ્રી કરી હતી.-Alternative to Jayanarayan Vyas


ઉત્તર ગુજરાતમાં ભાજપા માં કોઈ હરીફ નહતું.જોકે જય નારાયણ વ્યાસ રાજ્ય સેવક હતા.જેથી તેઓને સંગઠન કે રાજકીય નેતા તરીકે ના કામનો કોઈ અનુભવ ન હોવા છતાં તેઓ પોલિટિશિયન બનતાં ગયા અને ઘડાતાં ગયા.અહી જય નારાયણ વ્યાસના મદદગાર બન્યા ગિરીશ ઠાકર ..ગિરીશ ઠાકર સિધ્ધપુર નગરપાલિકાના તે સમયના પ્રમુખ હતા.અને પોતાના વેવાઈ  ગિરીશ ઠાકર નો સાથ સહકાર લીધો.તે સમયે સિદ્ધપુર માં યોજાયેલ ચુંટણીમાં ઝંપલાવ્યું.અહી તેઓનો કદાવર નેતા દિલીપભાઈ પંડયા સાથે તેઓનો વિરોધ થયો.પણ હવે તેઓ ઘડાયેલ નેતા બનતાં અને બ્રામણ તરીકે ના સિમ્બોલ થી લડતા,વિરોધ વચ્ચે પણ ચૂંટાઈ આવ્યા હતા.-Alternative to Jayanarayan Vyas


 

ફાઈલ ફોટો : સીઆર પાટીલ અને ભાસ્કર ઠાકર 

 

રાજકીય  વિશ્લેષકો મતે તે સમય ની વાસ્તવિકતા એવી હતી કે ઉત્તર ગુજરાતમાં બ્રાહ્મણોના અનેક ગોળ અને વાડા હોવા છતાં ભાજપ અને કોંગ્રેસમાં યોગ્ય બ્રાહ્મણ કાર્યકર્તાઓને સરકારી હોદ્દા પર નિમણૂક કે મહત્વ ઓછું અપાયું હતું.કેમકે કોઈ બ્રાહ્મણ નેતા મજબૂત રીતે રાજકારણમાં સક્રિય થયેલ નહીં..આ સ્થિતિ માં એકલવીર બનેલ જય નારાયણ વ્યાસ  ઉત્તર ગુજરાતમાં એ સમયમાં ,વિપરીત સ્થિતિ માં બ્રાહ્મણ નેતાઓની અછતના ભોગે,હીરો બનતાં ગયા અને ઉત્તર ગુજરાતમાં તેઓ  બ્રાહ્મણોના નેતા ગણાવા લાગ્યા,-Alternative to Jayanarayan Vyas


પીએમ શ્રી મોદી એ ઉદાર ભાવે દિલીપ પંડ્યાને રાજ્યસભામાં તક આપી,પણ અનેક કારણોસર  જય નારાયણ વ્યાસનો વિકલ્પ ન બની શક્યા જ્યારે બીજી બાજુ જયનારાયણ વ્યાસ થી બ્રાહ્મણો છેતરાયા હોવાની લાગણી અનુભવતા જોવા મળ્યા.આ નવીન સ્થિતિમાં જય નારાયણ વ્યાસ ઉત્તર ગુજરાત ના સર્વમાન્ય બ્રાહ્મણ નેતા બની શક્યા નહીં.પણ વિકલ્પ ના હોય ચાલતાં ગયા ..-Alternative to Jayanarayan Vyas


યાદગાર ફાઈલ ફોટો : અમિતભાઈ શાહ,સંત સચ્ચિદાનંદ તેમજ બનાસકાંઠા યુવા નેતા શશીકાંતભાઈ પંડ્યા અને શંકરભાઈ ચોધરી 


આ અરસા માં હારીજ થી સોમનાથ ઠાકર,માળસુદ ના જયંતિભાઈ જોષી સાંતલપુરના ભરત રાજગોર ભાજપ માં નિષ્ક્રિય બન્યા હતા.જ્યારે કોંગ્રેસ માં સિધ્ધપુર ના ગિરીશ ઠાકર, બનાસકાંઠામાં પણ બીકે ગઢવીની રાજનીતિએ બ્રાહ્મણ નેતાઓની અછત ઊભી થઈ તેવું  તે સમયના બ્રામણ આગેવાનોનું મંતવ્ય હતું.જેમાં  ધારાસભ્ય આનંદિલાલ મહેતા,કે સાંસદ પોપટલાલ જોષી ની "ફે" ફાટતી હતી.જેમાં સમય સાથે તેઓની નેતાગીરી નો ઊગતો સૂરજ  અસ્ત થયો.-Alternative to Jayanarayan Vyas 


આ ડામાડોળ સ્થિતિ માં બ્રામણ સમાજના  ભરત રાજગોર જિલ્લા પંચાયતમાં ચૂંટાયા અને શિક્ષણ સમિતિ ચેરમેન બન્યા.પણ તેઓ જીલ્લા પંચાયત આગળ વધી શક્યા નહીં, આ સમયે જ એક તરવરિયો યુવાન ભાજપે ઉત્તર ગુજરાતમાં સંગઠન મંત્રી તરીકે પસંદ કર્યો.આ નવીન યુવા નેતા  પાલનપુર ના ભાસ્કર ઠાકર હતા. જેઓને ભાજપે  સંગઠનની કમાન સોપી, ઠાકરે બનાસકાંઠા પાટણ,મહેસાણા ,આણંદ જિલ્લામાં ભાજપનું કાર્યકર્તા ઉભા કરવા ખૂબ મહેનત કરી અને નિષ્ક્રિય થયેલા બ્રાહ્મણોને ભાજપ સાથે જોડવા સફળતા મેળવી નામના મેળવી.વાવથી રાજારામ ગામોટ,પીરાભાઈ ગામોટ, ભગવાન ભાઈ જોષી,સાંતલપુરના ભરત રાજગોર હારિજ ના સોમનાથ ઠાકર,માળસુદ ના જયંતીલાલ જોશી, જસીબેન વ્યાસ, વિરેશ વ્યાસ, નટુભાઈ મહેતા, ગણપતભાઈ રાજગોર, જયેન્દ્ર જોશી, નાથાલાલ રાવલ, ગિરીશ ભાઈ,ડૉ.જયેશ શુકલ જેવા અનેક કાર્યકર્તાઓને ભાસ્કર ઠાકોરે સપોર્ટ કરી રાજકારણમાં સક્રિય કર્યા,અને જોડ્યા અને  આગળ વધારવામા સફળતા મેળવી.તેથીજ બ્રાહ્મણોના ગોળ જેવાકે સત્યાવીશી,પાત્રિસી, પાંચ પરગણા,પાટણ વાડા, વઢિયાર,૬૦ઘર, સિધ્ધપુર,નિયડ કે દંઢવ્ય ઔદિચ્યમાં પ્રિય રહ્યા છે,તે ઉપરાંત બ્રાહ્મણ સંગઠનો માં આદર નું સ્થાન મેળવેલ પરંતુ ભાસ્કર ઠાકર ભાજપ ના યુવા નેતા તો બન્યા પણ અંતરમુખી,અને ઓછું બોલતા હતા.અને સતત કર્મ ને શ્રેષ્ઠ સાથી માની સસ્તી પ્રસિધ્ધિ થી દૂર રહેતા હતા.જેથી તેઓ પોતાની મોટી કામગીરી હોવા છતાં,અહમ સર્વમ પ્રચારનીતિ માં નિષ્ફળ રહેતા આરઆરએસ અને ભાજપના ગુજરાત તેમજ દેશના મોટા નેતાઓમાં ચર્ચિત બન્યા પણ ઉત્તર ગુજરાતના બ્રામણ સમાજમાં જય નારાયણ વ્યાસે સતત પોતાને પ્રોજેક્ટ કરતાં આજ દિન સુધી  તેઓ પોતાની સામાજિક પકડ અને ઓળખ જાળવી શક્યા છે.તેવું પણ વિવેચકોનું કહેવું છે.-Alternative to Jayanarayan Vyas


ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા ઉત્તર ગુજરાત બ્રામણ સમાજનાં આગેવાનો-Alternative to Jayanarayan Vyas 


એક વખત બ્રાહ્મણોના ગઢ ગણાતા ઉત્તર ગુજરાતમાં ભાજપના (પાટણ મહેસાણા બનાસકાંઠા) ૧૯૯૫ માં વ્યાસ એક માત્ર બ્રાહ્મણ ધારાસભ્ય હતા, જ્યારે હરિપ્રસાદ શુક્લ, ગંગારામ રાવલ,વિજય કુમાર ત્રિવેદી પોપટલાલ જોષી,આણંદીલાલ મહેતા, પોપટલાલ વ્યાસ, કાન્તિભાઈ યાજ્ઞિક પછી નરેશ રાવલ, નરેન્દ્ર રાવલ જેવા  નેતા મળ્યા હતા .

જયનારાયણ વ્યાસ પછી બ્રાહ્મણોના શૂન્યાવકાશની પૂર્તતા કરવા હાલની નવી સ્થિતિમાં ભરોશા ની ભાજપ સરકાર સાથે સમર્પિત  યુવાન ભાસ્કર ઠાકર જેવા બ્રાહ્મણ નેતામાં ભરોસો મૂકી શકાય તેવું પણ નવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.-Alternative to Jayanarayan Vyas


ભાસ્કર ઠાકર : રગ રગમાં હિન્દુસ્તાન ,રગ રગ્ માં બ્રામણત્વ 


બ્રહ્મ સમાજનો રાજકીય સુવર્ણ ઈતિહાસ-Alternative to Jayanarayan Vyas


ઉત્તર ગુજરાતના બ્રહ્મ સમાજના કેટલાક આગેવાનોનું માનીએ તો દાયયકાઓથી બ્રહ્મ સમાજને  કોંગ્રેસ તેમજ ભાજપ આ તમામ રાજકીય પાર્ટીઓએ મન મૂકીને સન્માન આપ્યું છે.ટિકિટ અને મંત્રીપદમાં સ્થાન આપ્યું છે.જેમાં ગોઝારીયાના હરિપ્રસાદજી શુકલ જૂની જગરાલ માં ત્રિવેદીજી, સિદ્ધપુરમાં એસટી નિગમના સભ્ય એવા નરેન્દ્રભાઈ રાવલ કે જેવો એમ.એલ.એ પણ રહ્યા હતા તે જ રીતે સિદ્ધપુરના ગીરીશભાઈ ઠાકર વિસ્તારકમાં તેઓ નેતા હતા.અને પાલિકાના પ્રમુખ પણ રહ્યા છે.સોમનાથ ઠાકર હારીજ તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા છે તો વળી આનંદીલાલ મહેતા એમએલએ બનાસકાંઠામાં રહી ચૂક્યા છે અન્ય ઇતિહાસ જોઈએ તો વિજાપુરમાં બે વખત વિધાયક તરીકે ગંગારામભાઈ રાવલ વિજેતા બન્યા હતા.જ્યારે તેમના પુત્ર  નરેશભાઇ રાવલ  પણ બે વખત વિજેતા બનેલા છે.વિસનગરમાં ગુજરાતી ફિલ્મ જગતના મોટા ગજાના કલાકાર અને પ્રસિદ્ધ સિરિયલ રામાયણમાં રાવણ ની ભૂમિકામાં ફેમસ બનેલ સ્વર્ગસ્થ 

અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા સાંસદ બન્યા હતા. તેમના ભાઈ અને ગુજરાતી ચલચિત્ર જગતના હીરો  ઉપેન્દ્રભાઈ ત્રિવેદી કે પણ એમએલએ બન્યા હતા.-Alternative to Jayanarayan Vyas


૨૦૨૨ માં સક્રિય રાજકારણમાં ભાજપ સમર્પિત રાજનેતાઓ-Alternative to Jayanarayan Vyas 


ઉત્તર ગુજરાતમાં પ્રથમ શંકરભાઈ ચોધરી યુવા ફાયર બ્રાન્ડ નેતા હતા.જેઓ આજે પણ ઉત્તર ગુજરાતનું ગૌરવ છે.ત્યારે ૨૦૧૭ માં આવેલ રાજકીય વળાંકમાં વાવ વિધાનસભા સીટ થી પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઈ ચોધરી પરાજીત થતાં,તેમજ ડીસા થી ભાજપા વિધાયક તરીકે શશીકાંતભાઈ પંડ્યા જીત મેળવતા નવા સમીકરણોમાં બ્રહ્મ સમાજના યુવા નેતા તરીકે તેઓનો ઉદય થયો હતો.જોકે ૨૦૨૨ માં ડીસામાં પણ બાવન જેટલા સંભવિત ભાજપ ઉમેદવારોએ ટિકિટ માંગી છે.જેમાં વ્યવસાયે ડોક્ટર તેમજ કર્મથી બ્રહ્મસમાજનાં સન્માનિત તબીબ ડો.નાગર પણ ડીસા માટે ટિકિટ માંગી ચૂક્યા છે.જ્યારે દમદાર અન્ય બ્રહ્મસમાજ માં પાલનપુરથી ભાસ્કરભાઈ ઠાકર દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે.ભાસ્કર ઠાકર દાયકાઓથી બ્રહ્મસમાજના આગેવાન છે.અને આરએસએસ   કેડરના સભ્ય છે.તેઓ સંગઠનમાં પણ વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે.ભાસ્કરભાઈ ઠાકર પ્રખત હિંદુવાદી નેતા છે.જેઓ ભારત ભ્રમણમાં તમામ હિન્દુ મંદિરો ,મઠ ,હિન્દુ સંતો મહંતો ,શક્તિપીઠોનો પ્રવાસનો મોટો રેકોર્ડ ધરાવે છે.તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આપણે હિન્દુ રાષ્ટ્ર નિર્માણમાં વર્ષોથી જોડાયેલ છીએ,હિન્દુ સંસ્કૃતિ ,ધર્મગ્રંથો ,અને લોકશાહી ને કરેલ ભારત દેશમાં સમાજના દરેક બ્રહ્મદેવમાં ઈશ્વર વરદાનથી મળેલ બ્રાહ્મણત્વનું જતન કરી સમાજમાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરવું પડશે,પીએમ મોદી પોતાના કર્મ થકી આજે ધર્મની રક્ષા કાજે કાર્યરત રહેતા,લોકોમાં ઈશ્વર તુલ્ય બની પૂજાય છે,જે ગૌરવ ની વાત છે.તેવું તેમણે જણાવ્યું હતું.-Alternative to Jayanarayan Vyas   


જ્યારે પાલનપુરમાં અન્ય મહિલા ઉમેદવાર તરીકે ભાજપના નીલમબેન જાનીએ પણ ભાજપ પાસે ટિકિટ માંગી છે.જેઓ પાલનપુર નગરપાલિકા ના ઉપપ્રમુખ રહ્યા છે.તો વળી ,મોરિયા મેડિકલ કોલેજ ખાતે,ગૃહમંત્રી અમિતશાહે ખાસ બોલાવેલ ધાનેરાના સખીદાતા અને ભાજપના પૂર્વ વિધાયક મફતલાલ પુરોહિત પણ ટિકિટ દાવેદાર છે,જેમાં ધાનેરા ના વસંતભાઈ પુરોહિત પણ ભાજપ ટિકિટ વાંછુક દાવેદાર છે.ત્યારે આ રાજનેતાઓની યાદી માં થી સ્વચ્છ અને ઉજળી પ્રતિભા ધરાવતા અને મતદારોમાં સારું નામના ધરાવતા કોઈ એક ને બનાસકાંઠા ની અથવા ઉત્તર ગુજરાતમાં થી એક સીટ ભાજપ ફાળવી શકે છે તેવું રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે.-Alternative to Jayanarayan Vyas


ત્યારે ભાજપ હાઈ કમાડ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપા વિધાયક બનવા કોને ઉમેદવાર બનાવશે? તેની પર સમસ્ત ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજની મીટ મડાયેલ છે.-Alternative to Jayanarayan VyasContact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)