Up: ગોઝારા અકસ્માતમાં ટ્રેકટર તળાવમાં ખબક્યું,૨૭ શ્રદ્ધાળુઓ મોત, માર્યા ગયેલા યાત્રિકોમાં ૧૪ બાળકો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

Up: ગોઝારા અકસ્માતમાં ટ્રેકટર તળાવમાં ખબક્યું,૨૭ શ્રદ્ધાળુઓ મોત, માર્યા ગયેલા યાત્રિકોમાં ૧૪ બાળકો

0
ઉત્તર પ્રદેશ કરુણાંતિકા/ ૨૭ નાં કરુંણ મોત 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /ઉત્તરપ્રદેશ નાં કાનપુર ના ઘાટમપુરમાં બનેલી એક કરુણાંતિકા ૨૭ યાત્રિકોના કરુંણ મોત થયા છે.જેમાં ૧૪ જેટલાં બાળકો પણ સામેલ છે.આ અકસ્માતની ઘટના ની પ્રાપ્ત વિગતો મુજબ આ તમામ ભક્તો ઉન્નાવ ના ચંદ્રિકાદેવીનાં દર્શન કરવા ગયા હતા .આ શ્રદ્ધાળુઓ મુંડન ની માનતા પૂરી કરી ને ટ્રેકટર સાથેની ટ્રોલી માં સવાર થઈ જ્યારે પરત ફરતા હતા તેવા સમયે આ અકસ્માત સર્જાયો હતો.જોકે ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા,આ ટ્રેકટર ટ્રોલી સાથે ગંભીરપુરા ગામ નજીક રોડ સાઈડ આવેલ તળાવમાં ખાબક્યું હતું .જોકે રાત્રી સમયે યાત્રિકોની મોતની ચિચિયારીઓ વચ્ચે જ્યારે રાહત મદદ પહોંચે તે પહેલાં ઊંડા પાણીમાં ખાબકેલા આ ટ્રેકટર ત્રોલીમાં સવાર ૪૦ પૈકી નાં ૨૭ જેટલાં યાત્રિકો પાણીમાં ગૂંગળાઈ મોત ને ભેટ્યા હતા જોકે તંત્ર ની રાહત મદદ થી ૧૦ જેટલાં લોકો ને તળાવમાં થી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.જોકે આ શનિવારે રાત્રે બનેલી ઘટનાથી દેશમાં શોક છવાયો છે..UP accident

પીએમ મોદીએ ટ્વિટ કરી,દુઃખ વ્યક્ત કર્યું ,અને દિલસોજી પાઠવી

પીએમ નરેન્દ્રભાઇ મોદી એ દુઃખ વ્યક્ત કર્યું 

આ ઘટના ની જાણ થતાં પીએમ નરેન્દ્રભાઇ મોદીએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.અને મૃતક પરિવાર ને દિલસોજી પાઠવી હતી PMO india ટ્વીટર હેન્ડલ થી pm મોદીએ દુઃખ વ્યક્ત કરતો સંદેશ પાઠવ્યો હતો.

એસપી તેજસ્વરૂપ સિંહે અને ટીમ રાહત મદદમાં જોડાઈ 

રાહત મદદમાં જોડાયું તંત્ર 

આ મામલે જિલ્લા એસપી તેજસ્વરૂપ સિહ દ્વારા ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી રાહત મદદ પહોંચાડી હતી.આ તમામ યાત્રિકો ધાટમપુર નાં કોરથા ગામના શ્રમિક વર્ગના લોકો હતા જે મુંડન વિધિ માટે ગયા હતા.જોકે પરત ફરતા અકસ્માત થયો હતો .બચાવ કાર્યમાં ઘાયલો ને કાનપુર ની હાલત હોસ્પિટલમાં સઘન સારવાર અપાઈ રહી છે.

અકસ્માત થી અફડાતફડી પોલીસે દોડી આવી 

યુપી CM યોગી આદિત્યનાથે રોકડ સહાય ની કરી જાહેરાત ,ત્રણ વિવિધ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી 

Cm યોગી ટ્વીટ- ૧


Cm યોગી ટ્વીટ-૨

Cm યોગી ટ્વીટ-૩

આ કરુણાંતિકા માં માર્યા ગયેલા મૃતક પરિવાર નાં સગાને તાત્કાલિક આર્થિક સહાય પેટે રૂ ૨ - ૨ લાખ જ્યારે ઘાયલોને રું ૫૦૦૦૦ સહાય અપાશે.જોકે સીએમ યોગીજી એ દુઃખ સાથે અપીલ પણ કરી હતી કે ટ્રેકટર ટ્રોલી નો ઉપયોગ ખેતી કાર્યો તેમજ માલવહન માટેજ કરો,ટ્રેકટર ટ્રોલી નો ઉપયોગ યાત્રા માટે ના કરો UP accident

જીવન અમૂલ્ય છે 

પ્લીઝ લાપરવાહી ના કરો 



મુંડન કરાવનાર બાળક અને તેના માતાપિતા મોત ને ભેટ્યા ..

આ ઘટનામાં કોરથા ગામનો રાજુ તેના બાળક ની મુંડન ક્રિયામાં હર્ષભેર પરિવારના અન્ય સભ્યો ને લઇ ચંદ્રિકા દેવી મંદિર ગયો હતો.જોકે કમનસીબી જોઈએ તો આ યજમાન બનેલ રાજુ તેની પત્ની અને મુંડન ક્રિયા કરાવનાર માસૂમ પણ અકસ્માતમાં માર્યા જ્યાં આખો પરિવાર નંદવાયો છે

Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)