કરુણાંતિકા : વડોદરાના કપુરાઇ બ્રિજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,પાંચ નાં મોત ૧૫ ગંભીર રીતે ઘાયલ,ધાયલો ને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા :Road accident

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

કરુણાંતિકા : વડોદરાના કપુરાઇ બ્રિજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,પાંચ નાં મોત ૧૫ ગંભીર રીતે ઘાયલ,ધાયલો ને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા :Road accident

0
વડોદરા: અકસ્માત ગ્રસ્ત લકઝરી બસ 

ઉમંગ સોની,ટુડે ન્યુઝ ગુજરાતી / વડોદરા નો કપુરાઇ બ્રિજ વિસ્તાર પુનઃ રકતરંજિત બન્યો છે.અહી મોડી રાત્રે એક ખાનગી લકઝરી બસ પુર ઝડપે આગળ જતાં ટ્રેલર ને ઓવરટેક કરવા જતાં ચાલકે ઓવર કોનફિડન્સમાં ટ્રેલર સાથે બસ ને અથડાવી હતી.જોકે લકઝરી બસ ફૂલ સ્પીડમાં હોઇ બોમ્બ ફૂટયો હોય ટીમ ધડાકાભેર આ બન્ને વાહનો અથડાયા હતા.અને મોતની ચિચિયારીઓથી વડોદરા હાઇવે ગુંજી ઉઠ્યો હતો.જેમાં  બસમાં બેસેલા મુસાફરો પૈકીના ૪ ઘટના સ્થળ પર જ્યારે અન્ય ૧ સારવાર દરમ્યાન મોત ને ભેટ્યા હતા,આમ આ અકસ્માતમાં ૫ નાં મોત થયા છે જ્યારે ગંભીર રીતે ઘાયલ એવા ૧૫ નજીક ની હોસ્પિટલો માં સારવાર હેઠલ ખસેડાયા છે.:Road accident

આ વીડિયો જુઓ ..અકસ્માત એટલો મોટો હતો કે આ મહાકાય બસના ફુરચે ફુરચા ઉડી ગયા હતા 




પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બસ રાજસ્થાન ભીલવાડથી બોમ્બે જતી હતી તે દરમિયાન વહેલી સવારે ઘંઉ ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવામાં આ ગોઝારો અકસ્માત થયો છે.-Road accident


બસ ગતિ સાથે અથડાતા કાટમાળ માં ફેરવાઈ,ચાલકનું પણ મોત-Road accident

કાટમાળ બનેલ લકઝરી બસ 


આ અકસ્માતમાં બસ કાટમાળમાં ફેરવાઈ છે જેમાં ડ્રાઇવર સહિત અત્યાર સુધીમાં પાંચ લાકોના મોત નીપજ્યા ના ઇનપુટ છે. જ્યારે 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને એસ.એસ.જી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ બસ રાજસ્થાન ભીલવાડથી બોમ્બે જતી હતી તે દરમિયાન વહેલી સવારે ઘંઉ ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવામાં,અથવા ચાલુ બસે ચાલકે ઝોકું  આ ગોઝારો અકસ્માત થયેલ હોવાનું મનાઇ રહ્યું છે.જોકે આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે-Road accident



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)