ફાઈલ ફોટો : નોટબંધી અને Atm સામે લાબી લાઈનો |
નેશનલ ડેસ્ક/ પીએમ નરેન્દ્રભાઇ મોદી ની નોટબંધી નો મુખ્ય ઉદ્દેશ દેશમાં રોકડના સ્વરૂપે છુપાયેલું કાળું નાણું બહાર લાવવા, ત્રાસવાદી અને દેશવિરોધી પ્રવુત્તિને મળતી સહાય બંધ કરવા અને નકલી નોટોનું દુષણ ડામવા માટે કરાયેલ હોવાનું જાહેર કરાયું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છ વર્ષ અગાઉ તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ એ સમયે અસ્તિત્વમાં રહેલી રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટો રદ્દ કરવાની જાહેરાત કરી હતી.Supreme Court Trial
ફાઈલ ફોટો : નોટબંધી |
જોકે રાતોરાત કેન્દ્ર સરકારનો આ નિર્યણ વિચારણા કર્યા વગરનો હતો,તેવી અનેક પ્રબુદ્ધ નાગરિકોની માન્યતા હતી અને તે બાદ આ મામલે અનેક લોકોએ આ નોટબંધી અવિચારી અને અન્યાય હોઇ કોર્ટમાં મામલો પડકાર્યો હતો.જેમાં મુખ્ય રજૂઆત હતી કે નોટ
બંધીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ગ્રામ્ય અર્થતંત્ર અને નાના વેપાર ધંધા પડી ભાંગ્યા હતા.અને નોટો બદલવા આપેલા ૫૦ દિવસના સમયમાં કેટલાક લોકોએ લાઈનમાં ઉભા ઉભા મોત મળ્યું હતું.આ પ્રકારની અનેકો દલીલ સાથે લગભગ ૫૮ જેટલી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. Supreme Court Trial
ફાઈલ ફોટો |
જોકે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્યણ વિરુદ્ધ થયેલી આ અરજીઓની સુનાવણી થોડો સમય ચાલી હતી અને પછી બંધ થઇ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે હવે છ વર્ષ પછી આ કેસની સુનાવણી હાથ ધરવાનો નિર્યણ લીધો છે. આ કેસની નવીન સુનાવણી ગઈકાલે ૧૨ ઓક્ટોબર ના રોજ રાખવામાં આવી છે .અને દેશની સર્વોચ્ચ અદાલતની પાંચ જજની બેંચ આ કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ને નોટિસ કાઢી આગામી ૯ નવેમ્બર ના રોજ પોતાનો બચાવ રજૂ કરવા આદેશ આપ્યો છે.Supreme Court Trial
ફાઈલ ફોટો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા |
કેન્દ્ર સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે હવે વાસ્તવિક રીતે આ કેસથી કોઈ નવી ચીજ બહાર આવવાની નથી પણ તાત્વિક રીતે તે કેસ અંગે વિચાર ચોક્કસ થઇ શકે છે. Supreme Court Trial
જસ્ટીસ બી આર ગવઈ, એસ બોપન્ના, વી રમાસુબ્રમણ્યમ, બી વી નગરતના અને એસ એ નઝીર આ કેસ અંગે સુનાવણી કરશે.Supreme Court Trial
કેન્દ્ર સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાની રજૂ થયેલી દલીલ ઉપર જસ્ટીસ નઝીરે જણાવ્યું હતું કે આ કેસ હવે તાત્વિક રહ્યો છે કે પછી તેની સુનાવણી અટકાવી દેવી જોઈએ એ અંગે પણ અમે ચોક્કસ સુનાવણી કરવા માંગીએ છીએ.Supreme Court Trial
સુપ્રીમકોર્ટમાં ક્યા મુદ્દા ઉપર વિચારણા થશે ? Supreme Court Trial
- શું નોટબંધીની ૮નવેમ્બર ૨૦૧૬ ની જાહેરાત અને ત્યારબાદની જાહેર કરાયેલ ગાઈડલાઈન ગેરબંધારણીય છે?
- શું નોટબંધી એ બંધારણની કલમ 300 (A) એટલે કે મિલકતના અધિકારનું ઉલ્લંઘન છે.
- નોટબંધીનો નિર્ણય RBIની કલમ-26(2) હેઠળ સત્તાની બહારનો નિર્ણય છે.
- શું નોટબંધી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? ઉદાહરણ તરીકે, શું આર્ટિકલ 14 એટલે કે સમાનતાના અધિકાર અને કલમ 19 એટલે કે બંધારણની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે?
- શું નોટબંધીનો નિર્ણય તૈયારી વિના લાગુ કરવામાં આવ્યો હતો? ચલણની કોઈ વ્યવસ્થા નહોતી અને લોકો સુધી રોકડ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી?
- શું સુપ્રીમ કોર્ટ સરકારની આર્થિક નીતિ વિરુદ્ધ અરજી પર હસ્તક્ષેપ કરી શકે છે.
- શું બેંકો અને એટીએમમાં રકમ ઉપાડની મર્યાદા નક્કી કરવી એ લોકોના અધિકારોનું ઉલ્લંઘન છે.
- જિલ્લા સહકારી બેંકોમાં જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો ઉપાડવા પરનો પ્રતિબંધ યોગ્ય નથી.
આમ,અદાજીત આ નવ મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચર્ચિત મુદ્દાઓ બનશે..
સુપ્રીમ કોર્ટની આ સુનાવણી નું લાઈવ સ્ટ્રીમ જોઈ શકાય છે.Supreme Court Trial
https://main.sci.gov.in/display-board
નોટબંધી શું યોગ્ય કે અયોગ્ય ?તેની ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષના બન્ને વકીલોની દલીલો તેમજ જજશ્રીઓનું ન્યાયિક અવલોકન આ સુનાવણીમાં સમગ્ર દેશ આ કેશનું લાઈવ સ્ટ્રીમ કરાતું હોય જોઈ સકે છે.આ લાઈવ સ્ટ્રીમ જોવા માટે આપ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પણ જઈ સકો છો.જ્યાં લાઈવ સ્ટ્રીમ આઇકોન પર ક્લિક કરવાથી તમે આ ન્યાયિક કાર્યવાહી જીવંત દ્રશ્યો થી જોઈ શકશો.તો વળી અન્ય વિકલ્પ માં આ કાર્યવાહી તમે યુટ્યુબ પર પણ જોઈ શકશો,આમ આ અગત્યના કેશની ટ્રાયલ દેશનો દરેક નાગરિક જોઈ સકે છે.