લીમડામાં થી દૂધધારા : ભક્તોએ ગોગમહારાજ આશીર્વાદ માની કરી પૂજા-Milk from neem trees

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

લીમડામાં થી દૂધધારા : ભક્તોએ ગોગમહારાજ આશીર્વાદ માની કરી પૂજા-Milk from neem trees

0


રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના લાખણીનાં ધુણસોલ ગામે એક અજીબ ઘટના સામે આવી છે.Milk from neem trees જેમાં અનેકો ઘટાદાર લીમડાના ઝાડ પૈકીના એક  લીમડાનાં ઝાડમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળતાં ગ્રામજનોમાં ભારે કુતુહલ સર્જાયું છે.અહી તે બાદ ભકતજનોએ આ ઘટનાને ચમત્કારિક માની આ ઝાડ ની પૂજા અર્ચના કરી છે.જેનાથી આ ચમત્કાર જોવા આજુબાજુના ગામમાંથી પણ લોકો આવતા આ ગામનો ચમત્કારિક લીમડો ગોગ મહારાજના આસ્થાનું પ્રતિક બન્યો છે.Milk from neem trees





ચમત્કારિક લીમડો અને ગોગ મહારાજની પૂજા અર્ચના-Milk from neem trees



આ ઘટના લાખણી તાલુકાના ધુણસોલ ગામે બની છે.અહી  વર્ષો જૂનું ગોગા બાપજીનું મંદિર પણ આવેલ છે. જે બેલાળીયા ગોગા મહારાજનાં નામથી ઓળખાય છે.Milk from neem trees ગ્રામજનોએ દાયકાઓથી અહી અનેક લીમડાના વૃક્ષો વાવ્યા છે.જે હવે ઘટાટોપ બન્યા છે.અને શીતળ છાયડો આપી રહ્યા છે.જોકે ગોગમહારાજ મંદિરની ઠીક સામે ઊગેલ એક લીમડાનાં વૃક્ષમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળતાં ગ્રામજનોમાં ભારે કુતુહલવશ અહી ભેગા થયા હતા.આ ગ્રામીણ વિસ્તાર છે.અને અહી ગામઠી ભોળી પ્રજા રહે છે.આ ઘટના ચમત્કાર જેવી હોઇ,લોકો લીમડામાં થી દૂધ જેવા નીકળતાં પ્રવાહી ને ઈશ્વર વરદાન નો પ્રસાદ માને છે.જેથી અહીં હવે ધાર્મિક ભાવે સંતો અને ભુવાજી ગોગમંદિર સ્થાનકે પહોંચ્યા છે.અને આ ચમત્કારિક લીમડા નાં ઝાડની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.-Milk from neem trees



આયુર્વેદ આચાર્ય અને જડીબુટ્ટી નિષ્ણાંત ડો.ગોવિંદભાઈ લિંબાચિયા નું મંતવ્ય-Milk from neem trees


કાયાકલ્પ નેચરોપેથી હોસ્પિટલ તબીબ અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ.ગોવિંદભાઈ લિંબાચિયા

ટુડે ન્યુઝ ગુજરાતી ટીમ ચેનલ દ્વારા  આ ચર્ચાઓ સાંભળીને તેનું સત્ય જાણવા માટે કાયાકલ્પ નેચરોપેથી હોસ્પિટલ તબીબ અને વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ.ગોવિંદભાઈ લિંબાચિયાનો અભિપ્રાય મેળવ્યો હતો.તેઓએ જણાવ્યું હતું કે આવી અનેક ઘટનાઓ દેશ વિદેશમાં છાશવારે નોંધાઈ છે.તેઓએ સ્પષ્ટતા કરી કે આ કોઈ ચમત્કાર કે દૈવી કૃપા નથી.Milk from neem trees

ફાઈલ તસવીર 

વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ.ગોવિંદભાઈ લિંબાચિયાએ વધુમાં જણાવ્યું હતું કે ' કોઈપણ વૃક્ષના છોડને ચેપ લાગે ત્યારે તેને સુધારવાની આ કુદરતની પોતાની રીત છે.વૃક્ષ માં થી સફેદ દૂધ જેવો પદાર્થ નીકળવો તે ઝાડની બીમાર સ્થિતિ વર્ણવે છે.આ સ્થિતિ એગ્રોબેક્ટેરિયમ ટ્યૂમેફેસિયન્સ છે,જે એક પ્રકારનો ચેપ છે.જ્યારે કોઈ છોડ કે વૃક્ષને આવા બેક્ટેરિયાનો ચેપ લાગે છે. પછી આ પ્રક્રિયા દ્વારા તે વૃક્ષ પોતાનો ચેપ બહાર લાવે છે. આ સાથે, સારવારની આ પ્રક્રિયા પણ આપમેળે શરૂ થાય છે.જોકે ભેજવાળા વાતાવરણમાં તેની અસર વધુ જોવા મળે છે.જ્યારે ભેજ ઓછો હોય છે, ત્યારે આ પ્રકારનું પ્રવાહી આપોઆપ બહાર આવે છે.-Milk from neem ત્રીસ

ફાઈલ તસવીર 

આ વૃક્ષને થતો રોગ અને વૃક્ષની રોગમુક્ત થવાની ક્રિયા છે,Milk from neem trees

આ ને સરળ શબ્દોમાં સમજીએ તો જો કોઈ વૃક્ષ અથવા છોડ રોગથી પીડિત હોય, તો તેમાંથી આ પ્રકારનું પ્રવાહી નીકળે છે. આ પ્રક્રિયા દ્વારા તે પોતાની જાતને પણ સુધારે છે.-Milk from neem trees

ફાઈલ તસવીર 

૧૦૦ મણનો સવાલ ..? કેમ બીજા વૃક્ષોમાંથી આવું પ્રવાહી નીકળતું નથી.Milk from neem trees

અહી શ્રદ્ધાળુઓમાં એવો પ્રશ્ન પણ ઉઠતો હશે કે અહીં આજુબાજુ ૧૦૦ થી વૃક્ષોમાંથી માત્ર એક ઝાડમાંથી જ આવો પદાર્થ કેમ નીકળી રહ્યો છે?તો એનો પણ વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ.ગોવિંદભાઈ લિંબાચિયાએ જવાબ આપતાં જણાવ્યું હતું કે ,

" જેમ હજારો લોકોમાંથી માત્ર થોડા જ લોકો ગંભીર રોગોથી પીડાય છે.તે જ રીતે વનસ્પતિને પણ આવોજ નિયમ લાગુ પડે છે.બધા વૃક્ષો અને છોડ એક જ સમયે રોગોથી પીડાતા નથી.તેના પુરાવા આપતાં વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ.ગોવિંદભાઈ લિંબાચિયાએ કહ્યું કે આ પહેલા પણ ઉત્તરાખંડ, ઓડિશા અને દેશના અન્ય સ્થળોએ આવા કિસ્સા સામે આવ્યા છે. ઝાડમાંથી દૂધ જેવો સફેદ પદાર્થ નીકળતો જોવા મળ્યો છે. ઘણા લોકો આ પદાર્થને દૂધ જેવા ગ્લાસમાં ભરીને ઘરે લઈ જતા હોય છે. ઘણી વખત તેનું સેવન કર્યું છે.જોકે વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ.ગોવિંદભાઈ લિંબાચિયાનાં મત મુજબ તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે તેમાં ઘણા બેક્ટેરિયા જોવા મળે છે.જે તમને બીમાર કરી સકે છે-Milk from neem trees


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)