ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ અમદાવાદ ના રામોલ વિસ્તારમાં એલપીજી ગેસ ભરેલું એક ટેન્કર પલટી મારતાં થયેલ અકસ્માતમાં અફડાતફડી મચી છે.
જો આ ટેન્કર માં ગેસ ભરેલો હોય તો જાનહાનિ થાય તેવી ભિતી એ તુરત રાહત મદદ માટે તંત્ર દોડતું થયું છે.આ અકસ્માત ના તાજા અપડેટ્સ જોઈએ તો અદાણી સર્કલનો આ બનાવ છે.જ્યાં Lpg ગેસ નું ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો છે.જોકે મુખ્ય રાજમાર્ગ હોઇ અહી રાહત મદદમાં ૧૨ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પર પહોંચી છે.અને પરિસ્થિતિ પર કાબુ કરવા ફાયર ફાઇટર ટીમો એલર્ટ મોડમાં છે