અમદાવાદમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના મટીરયલ બિઝનેસ કરતા કુલદીપ શર્માએ આત્મહત્યા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. એમાં તેના મોત માટે પત્નીની બેવફાઇ અને વ્યાજખોરોને જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટનામાં કરુણતા તો એ છે કે 12 પેજની સુસાઇડ નોટ કુલદીપે પત્ની અને તેના નામે બનાવેલા કંપનીના લેટરહેડ પર જ લખી છે. ઉલ્લેખનીય છે કે કુલદીપની આત્મહત્યાના સવા વર્ષ બાદ સુસાઇડ નોટ કુલદીપે જ લખી હતી, એનો FSLનો રિપોર્ટ આવતાં હવે પત્ની રેખા, વ્યાજખોરો સહિત સાત લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવ્યો છે.
R એટલે રેખા અને K એટલે કુલદીપ
મૂળ વડોદરાના મકરપુરામાં આવેલા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા અને લગ્ન બાદ અમદાવાદમાં બિઝનેસ માટે સ્થાયી થયેલા કુલદીપ શર્માએ વડોદરા આવી સવા વર્ષ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલાં કુલદીપ શર્માએ 12 પેજની સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટ તેણે RK એન્ટરપ્રાઇઝના લેટરહેડ પર લખી હતી. ઘટનાની કરુણતા એ છે કે કુલદીપની પત્નીનું નામ રેખા છે, જેથી તેણે બિઝનેસ માટે જે ફર્મ બનાવી એનું નામ રેખાનો R અને કુલદીપનો K એમ RK એન્ટરપ્રાઇઝથી બનાવી હતી, પરંતુ વિધિની વક્રતા એવી બની છે કે પત્નીના નામે આ કંપની શરૂ કરી તેની બેવફાઇને કારણે પતિ કુલદીપને આપઘાત કરવાનો વારો આવ્યો અને સુસાઇડ નોટ પણ તેના લેટરહેડ પર જ લખી.કુલદીપની સુસાઇડ નોટના મુખ્ય અંશ
ગુજરાતી હિન્દી સ્ટાઇલમાં કુલદીપે લખ્યું છે કે મેરા સામાન મેરે ઘર ઔર ઓફિસ મેં હૈ, જો મેરે ઘરવાલો કો સોંપ દિયા જાય. મેરે મોમ, ડેડ કો મેરા ઘર, ઓફિસ કેસર એટલાન્ટા, એસજી હાઇવે અમદાવાદ મેં હૈ, મૈ ઉનકે નામ લીખ રહા હૂં. અમૂલ લોગોને જો ભી લખાણ કિયા હૈ વે જબરદસ્તી કિયા હૈ. મુજે મારા ઔર 2 દિન ઘર મેં બંદ કર દિયા થા. મૂડી સે જ્યાદા વ્યાજ લે ચૂકે હૈ, ઇસ લિયે કુછ ભી દેને કો નહીં નિકલતા. મેરે ઘરવાલો કોઇ પરેશાન મત કરના. અમીતકાકા બહુત ધમકી દેતે થે. સબ લોગોને મુજે બહોત હેરાન કિયા, કિસિકો મત છોડના. મેરી પૂરી જિંદગી ખરાબ કી હૈ ઇસ લિયે મુજે આત્મહત્યા કરની પડ રહી હૈ. મેરે ખુદ કે ઘરે મેં ભી નહીં જા સકતા બોલો મેં ક્યા કરું. પ્લીઝ કિસિકો મત છોડના, નહીં તો મેરી આત્મા ભટકેગી.
મોમ, ડેડ, આઇ લવ યુ સો મચ, ઉર્વિક આઇ લવ યુ બેબી. સૉરી પાપા. મેરી વાઇફને ઉનકા સાથ દિયા તો મુજે સબસે જ્યાદા દુઃખ હુવા ઔર મેં ટૂટ ગયા. ઉસકે (પત્ની રેખા) અફેર કી બાત જાનને કે બાદ ભી મૈંને બોલા કોઇ નહીં છોડ સબ. ફીર ભી વો અપને મા-બાપ કે કહે મૈં ચલી ગયી, મુજે છોડ કે, વો મુજસે બરદાસ્ત નહીં હુવા. મૈંને ઉસે બહોત પ્યાર કિયા થા, પર વો મુજે પ્યાર નહીં કરતી થી. મેરે ઘરવાલોને મુઝે અમદાવાદ નહીં જાને કો કહા. મગર મેરી પત્ની મુજે અમદાવાદ લે ગઇ, ક્યોંકી ઉસકા બોયફ્રેન્ડ અમદાવાદ મેં થા. મુજે બોલા કી બિઝનેસ કરેંગે, પર મુજે નહીં પતા થા કી યે સબ હોગા. મેરે મોમ ઔર ડેડને રેખા કો ઔર મુજે બોલા થા કી વહાં કુછ ભી હુવા તો ઉસકે જિમ્મેદાર હમ લોગ હી હોંગે.
પતા નહીં, મેરી આત્મા કો શાંતિ મિલેગી કી નહીં
રેખા કો મૈંને બહુત પ્યાર કિયા પર લેકિન ઉસને મુજે કભી ભી નહીં કિયા. ઉસને મુજે કભી ભી સુખ નહીં દિયા તો ભી મેં લેટ દો કરતા રહા, પર અબ નહીં. મેં દુઃખી હોકર મર રહા હૂં, પતા નહીં, મેરી આત્મા કો શાંતિ મિલેગી કે નહીં. આઇ લવ યુ રેખા. બસ, મૈં જા રહા હું. સબ કો મેરા સોરી...