૨૦ નગરપાલિકા ચીફ ઓફિસર ની સામૂહિક બદલી,શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે કર્યો બદલી આદેશ-Chief Officer changed

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

૨૦ નગરપાલિકા ચીફ ઓફિસર ની સામૂહિક બદલી,શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે કર્યો બદલી આદેશ-Chief Officer changed

0


રીના પરમાર,ટુડે ન્યુજ ગુજરાતી/રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે.ત્યારે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ બદલીનો આદેશ જારી કર્યો છે.જેમાં ૨૦ જેટલાં ચીફ ઓફિસરોની સામૂહિક બદલીઓ કરાઈ છે.-Chief Officer changed

૨૦ ચીફ ઓફિસરે ની બદલી-Chief Officer changed

ડીસા પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી 

ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ બદલી મતદાર યાદી કામગીરી તેમજ જાહેર હિત ધ્યાને લેતા કરાઈ હોવાનો બદલી ઓર્ડરમાં જાહેર કર્યું છે.

જેમાંવ્યારા,રાજપીપળા,ગણદેવી,કલોલ,મોરબી,પાલનપુર,પાટણ,જાફરાબાદ,સિદ્ધપુર,માંડવી, સિક્કા,ભાભર, ધોરાજી,ઓડ, ઉપલેટા, કેશોદ,દહેગામ, ખેડા,ડીસા,કઠલાલ સહિત ૨૦ નગરપાલિકા ના ચીફ ઓફિસરો બદલાયા છે.-Chief Officer changed


ડીસા નગરપાલિકા ચીફ  ઓફિસર ગઢવીની સિક્કા ખાતે કરાઈ બદલી..-Chief Officer changed

 શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ બદલી ઓર્ડર 


જિલ્લાના પોલિટિકલ હબ ગણાતા ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર છેક છેવાડા ના સિક્કા નગરપાલિકામાં મુકાયા હતા.ડીસા નગરપાલિકા સતત વિવાદિત રહી છે.જેમાં હાઇવે ઓવરબ્રિજ વિવાદ માં સ્ટ્રીટ લાઈટો નું બિલ કોણ ભરસે,નવીન નાનાજી દેશમુખ બાગ નો હાઇકોર્ટ સુધી નો વિવાદ અને કોર્ટ દરમ્યાનગીરી બાદ બગીચો ખુલ્લો મુકાયો,પાલિકા પ્રમુખની વારંવાર રજા પર ઉતરી,જવાનો વિવાદ આ તમામ બાબતો સતત ચર્ચિત રહી છે.ત્યારે આ તમામ બાબતો વચ્ચે ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર ની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની હતી.જોકે ૧૪ વર્ષનો અનુભવ ધરાવતા અને હવે બદલી થતા સિક્કા જતાં ડીસા પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ,આવા રાજકીય વિવાદોમાં ખાસી મહેનત કરવી પડતી હતી.જોકે હવે નગરપાલિકા ડીસામાં બે વર્ષનો ટુંકો અનુભવ ધરાવતા કુમારી વૈશાલીબેન નિનામા ની ભાભર થી ડીસા પાલિકામાં બદલી કરાઈ છે.ત્યારે તેઓ આ વિવાદિત બાબતો ને કેવી રીતે રોકવામાં અથવા સમાધાનકારી વલણ થી સુલઝાવવામાં સફળ થાય છે તે જોવાનું રહ્યું ..-Chief Officer changed


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)