વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હિચકારો હુમલો,પોલીસે ફરિયાદ નોધી આરોપીઓ પકડવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું-Attack on Congress MLA

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હિચકારો હુમલો,પોલીસે ફરિયાદ નોધી આરોપીઓ પકડવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું-Attack on Congress MLA

0


કોંગ્રેસ વિધાયક આનંદ પટેલ હુમલામાં ઇજાગ્રસ્ત તસવીર 

નેશનલ ડેસ્ક /
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હિચકારો હુમલો થતા,તેમના સમર્થનમાં ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા.અને ટોળાએ આ હુમલામાં કથિત રીતે સડોવાયેલ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી આંગ ચાંપી દીધી હત-Attack on Congress MLAજ્યારે બીજી તરફ વિધાયક આનંદ પટેલ ને સારવાર આપવામાં આવી હતી.જોકે આ મામલે પોલીસ ફરિયાદ લઈ તુરત આરોપીઓને ઝડપી લે તેવા હઠાગ્રહ સાથે આદિવાસી સમાજનાં લોકોએ મોડે સુધી ધરણાં કરતાં ધમાલ મચી હતી જોકે તે બાદ પોલીસે ફરિયાદ નોધી આરોપીઓ પકડવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું હતું. -Attack on Congress MLA

વિધાયક આનંદ પટેલ ની ઘાયલ અવસ્થા/ વાઇરલ તસવીર 

કોંગ્રેસ વિધાયક આનંદ પટેલ પર જીવલેણ હુમલો,કેમ અને કોણે કર્યો? -Attack on Congress MLA

આ ઘટના માં ભોગ બનનાર એવા આદિવાસી સમાજના નેતા તેમજ ગુજરાત કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા આ વેળાએ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામની બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.-Attack on Congress MLAઆ કેશમાં કથિત આરોપ છે કે બીજેપીના કાર્યકર્તા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડયું છે.જોકે પોતાના નેતા પર હુમલાની જાણ થતાં ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી આંગ ચાંપી દીધી હતી.કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. અને લોકો હિંસક બન્યા હતા.-Attack on Congress MLA

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હુમલાને વખોડી કરી નિંદા-Attack on Congress MLA


https://twitter.com/RahulGandhi/status/1578792037532725248?t=wKTvUdaFnbDaqTPB5qNzHg&s=19

જ્યારે બીજી તરફ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ગુજરાતમાં પાર-તાપી નદી લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી સમુદાય માટે લડત આપનાર અમારા પક્ષના ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપનો કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર આદિવાસીઓના હકની લડાઈ માટે તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. -Attack on Congress MLA


ક્રાઇમ સ્પોટ બન્યું ખેરગામ,લોકોમાં રોષ-Attack on Congress MLA

આ ઘટના નવસારી જિલ્લાના ખેરગામ ખાતે બની હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ શનિવારે નવસારીના ખેરગામ ખાતે મીટીંગ માટે પહોંચ્યા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ગુંડાઓએ તેમની કારની તોડફોડ કરી હતી અને માર માર્યો હતો. ધારાસભ્યનો આરોપ છે કે, આ દરમિયાન હુમલાખોરોએ તેમને કહ્યું કે આદિવાસી હોવાને કારણે તમે નેતા બની રહ્યા છો અમે તમને છોડશું નહીં. આદિવાસીનું અહીંયા નહીં ચાલવા દઈએ.આ હુમલામાં ધારાસભ્યને માથામાં ઈજા થઈ હતી. બીજી તરફ આ ઘટના બાદ ધારાસભ્યના સમર્થનમાં વિરોધીઓની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.-Attack on Congress MLA


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ANI ઇન્ટરવ્યૂમાં હુમલાને ગણાવ્યું રાજકીય નાટક, પરાજય નો ભય આનંદ પટેલ ને સતાવે છે : સીઆર પાટીલ  -Attack on Congress MLA

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ 

આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલે આ ઘટના અંગે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે,''અનંત પટેલ પર કોઇ હુમલો કરવામાં આવ્યો નથી પરંતુ તેણે જાતે જ આવું નાટક રચીને તેમણે લોક સંવેદના  મેળવવાનો પ્રયત્ન કર્યો છે. જે રીતે તેમણે અને તેમના સપોર્ટમાં જે લોકો હતા તેમણે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અધ્યક્ષ જીતુભાઇ આહીરની દુકાન સળગાવી દીધી છે.'.આ સાથે આજુબાજુમાં જે લોકોના મકાન હતા તે પણ સળગાવી દીધા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, અનંત પટેલ નર્મદા તાપી લિંક પ્રોજેક્ટના નામે આદિવાસી લોકોને ભડકાવવાનું કામ કરે છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને આગળ ચલાવવાની ના કહી દીધી છે. તો પણ તે લોકોને આ અંગે ભડકાવે છે. આ લોકોએ કાંઇ કામ કર્યું નથી. જેથી તેઓ હારી જશે તેના ભયથી આવું કરે છે.જે અયોગ્ય છે.તેવું જણાવ્યું હતું.

જોકે ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઇ રહ્યું છે.અગાઉ પણ આ પ્રકારનો જીગ્નેશ મેવાણી પર સપ્ટેમ્બરમાં હુમલો થયો હતો -Attack on Congress MLAગુજરાતના દલિત નેતા અને વડગામ સીટના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં એક જાહેર સભા દરમિયાન હુમલો થયો હતો. તે સમયે મેવાણી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નજીકના સાથી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ જાહેરસભામાં કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના ગુજરાત અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડિયા પણ હાજર રહ્યા હતા.

મોદી રાત્રે ૩ વાગે પોલીસે આંદોલન સ્થળેથી ફરિયાદ લેતા આંદોલન સમેટાયું -Attack on Congress MLA

આ મામલે પીડિત ધારાસભ્ય અનંત પટેલે પોતાના પર થયેલ હુમલા માટે ભાજપ ના આગેવાનો વિરૂદ્ધ પોલીસ નિવેદન આપી પોતાની ફરિયાદ નોંધાવી છે.જોકે હુમલા બાદ મોડી રાત્રે ૩ કલાક સુધી આ હાઈવોલ્ટેજ ડ્રામા સ્વરૂપ આદિવાસી સમાજનાં લોકોનું આંદોલન ચાલ્યું હતું.તમામ કોંગ્રેસ વિધાયક અંનત પટેલ ના સાથે જોડાયા હતા અને ન્યાય માંગી હુમલાખોરો ને તુરત ઝડપી પાડવા માંગ કરતા હતા.જોકે પોલીસે ત્રણ દિવસમાં આરોપીઓ પકડવાની ખાત્રી આપતા અને પીડિત વિધાયક આનંદ પટેલ ની ફરિયાદ રૂબરૂ સ્થળ પર જઈ નોંધતા આ આંદોલન હાલ પૂરતું સ્થગિત થયું હતું જોકે આનંદ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે ત્રણ દિવસમાં આરોપીઓ નહિ પકડાય તો આંદોલન પુનઃ ઉગ્રતાથી ચાલુ રહેશે.-Attack on Congress MLA


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)