સુરત પોલીસે 1.5 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલા સોપારા ખાતેથી માતા-પુત્રની ધરપકડ કરી, પતિ તો પહેલાંથી જ જેલમાં

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સુરત પોલીસે 1.5 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈના નાલા સોપારા ખાતેથી માતા-પુત્રની ધરપકડ કરી, પતિ તો પહેલાંથી જ જેલમાં

0

સુરતમાં ગત 29 સપ્ટેમ્બરના રોજ પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી અજમેરના રહેવાસી યુવકને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. યુવક સુરતમાં ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ ઘટનામાં ડીસીબી પોલીસે મુંબઈ નાલા સોપારા ખાતે રહેતા માતા-પુત્રની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


માતા પુત્રની ડ્રગ્સના કેસમાં કરી ધરપકડ

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડી જેલભેગા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગત 29-09-2022ના રોજ પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે અજમેરના રહેવાસી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેને ડ્રગ્સનો જથ્થો મુંબઈ નાલા સોપારા ખાતે રહેતા ઇસમે આપ્યો હતો અને સુરતમાં તે ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે સમગ્ર મામલાની તપાસ પણ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)