*" હાઇલાઇટ્સ "....*
- કેજરીવાલની વિવાદિત રીક્ષા સફર..
- રેવડી ક્લચર થી રિક્ષા ક્લચર..
- નાના સમૂહો સુધી પહુચવાનો નવતર નુસખો..
- Z પલ્સ સુરક્ષા ઘેરો તોડ્યો,કરી રિક્ષામાં સફારી..
- DGP કરશે રિપોર્ટ..
- દરેક માંગનો હકારાત્મક જવાબ આપતા કેજરીવાલ..
- કયો નહીં કરેંગે,બેહતરીન કરેંગે,વાદા રહા : કેજરીવાલ
*(ધ્રુવ પરમાર -અમદાવાદ)*
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે.તેમતેમ ગુજરાતમાં આપ સુપ્રીમો અરવિદ કેજરીવાલ ની ચૂંટણી પદ્ધતિની આક્રમકતા અવનવા નુસ્ખાઓએ વધતી જાય છે.એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા જ કેજરીવાલ ના આ નુસખા કેવી રીતે ખાળવા તેનો તોડ ભાજપ -કોંગ્રેસ શોધવામાં લાગી છે.AAP On BJP Government જ્યારે બીજી તરફ કેજરીવાલ પોતાના આ હ્યુમન ટચ ફન્ડા સાથે નાનામાં નાના લોકો, સમાજ, વ્યવસાય સાથે જોડાયેલ લોકો,ને મળી તેમની સમસ્યાઓ સમજી રહ્યા છે અને ડાયલોગ બાજી પણ કરી રહ્યા છે કે " હમ પક્કે ઈમાનદાર લોગ હે,વાદા કરતે હે " આપ કી સભી તકલીફો કો ન્યાય મિલેગા " અને 27 વર્ષમાં ભાજપ સાથે જોડાયેલ ગુજરાતના મતદારોને પ્રભાવિત પણ કરી રહ્યા છે.AAP On BJP Government જોકે ગતરાત્રે અમદાવાદ આવા જ નુસખાને અસરકારક ચૂંટણી પ્રચાર બનાવી,કેજરીવાલ એક રીક્ષાચાલક ના ઘેર પહોંચ્યા હતા.જ્યાં તેઓએ આ શ્રમજીવીના ઘેર ભોજન લઇ,સમગ્ર ગુજરાતના રીક્ષાચાલકોને આડકતરી રીતે મેસેજ આપ્યા હતા કે હું તમારા જેવો જ આમ આદમી છું, તમારી સમસ્યા સમજુ છું, તમે મારી સાથે જોડાઓ.
*અમદાવાદનો રીક્ષાવાળો 999 નંબર વાળો,અમદાવાદ બતાવું ચાલો,ગીત સ્ટાઈલમાં રીક્ષાચાલક વિક્રમ બન્યો ચર્ચિત*
દિલ્હી આપ સીએમ અરવિદ કેજરીવાલ,પોલીસ સાથે હોટલ માં થી નીકળી,ઘર્ષણ કરી અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારના દતાણીનગરમાં રહેતા શ્રમજીવી પરિવારના રિક્ષાચાલકના ઘરે જવા રવાના થયા હતા.હોટલ થી રીક્ષાચાલકના ઘર સુધી તેઓ રિક્ષામાં જ પહોંચ્યા હતા.જ્યાં તેમની સાથે ગોપાલ ઈટાલીયા અને ઇશુંદાન ગઢવી પણ જોડાયા હતા.અરવિંદ કેજરીવાલ જમવા માટે પહોંચ્યા જ્યાં સાથે સાથે મીડિયા, પૉકિસકર્મીઓ પણ કવરેજ અને સુરક્ષા હેતુ જોડાયા હતા.અહીં પરિવારે યજમાન બની,મહેમાન બનેલ અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને ભોજનમાં મરચા વગરની મોગરની સાદી દાળ, રોટી,દૂધીનું શાક,બટેટાની કોરી ભાજી,દૂધ,ભાત,ટામેટા,કાકડી અને બીટનું સલાડ પીરસ્યું હતું(Ahmedabad Auto Rickshaw Driver)જોકે જમ્યા બાદ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રેસ સન્મુખ થઇ જાહેર કરેલ કે "મારી ટિમ સદસ્યો સાથે આજે રીક્ષા ચાલક સાથે તેમની પડતી તકલીફો જોઈ સાંભળી છે.આ સંવાદ અસરકારક રહ્યો છે.રીક્ષા ચાલકો શ્રમજીવી છે.અનેક સમસ્યાઓથી પીડિત છે.તેમને સન્માન મળવું જોઈએ,અહીં રહેતા ઓટોરિક્ષા ચાલક વિક્રમભાઈ એ ભાવપૂર્વક મને છે પોતાના ઘરે જમવા માટે બોલાવ્યો હતો.આ સન્માન ને માન આપી હું ચાલક વિક્રમભાઈની જ રિક્ષામાં બેસીને હું તેમના ઘરે આવ્યો હતો સુંદર ભોજન જમ્યો છું.મને દિલ થી આખા પરિવારે સત્કારી જમાડ્યો છે.મેં પણ આ પરિવાર ને દિલ્હી મારા ઘેર જમવાનું આમન્ત્રણ આપ્યું છે.તેમના આ આદર-સન્માન માટે હું આખા પરિવારનો આભારી છું.
*પોલીસ તેમના પ્રોટોકોલ મુજબ કામ કરતી હતી,મેં આમ આદમી હક્ક મુજબ રીક્ષામેં બેસી,રિક્ષાચાલક ઘેર ભોજન લીધું: અરવિદ કેજરીવાલ*
અરવિદ કેજરીવાલ તાજ઼સ્કાય હોટલ થી એસ્કોર્ટ સાથે રીક્ષા ચાલક ના ઘેર રિક્ષામાં સવાર થઇ નીકળ્યા હતા.અચાનક આ થયું.જેથી ફરજ પરના પોલીસ અધિકારીઓએ તેમને રોક્યા હતા.અને તેઓ ઝેડ પલ્સ સુરક્ષા રક્ષિત હોઈ,રિક્ષામાં જતા રોકી પોતાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો હતો.જોકે કેજરીવાલે લેખિત સહી સાથેનો પત્ર થમાવી સપષ્ટ કહ્યું હતું કે હું લોકો વચ્ચે જઈ રહ્યો છું.આ મારો અધિકાર પણ છે.મારે તમારી સુરક્ષા નથી જોઈતી તે તમારા સીએમ અને મઁત્રીઓ ને આપો. જોકે આ તમામ શાબ્દિક ચર્ચા ઉગ્રતા પકડે તે પહેલા થાળે પડી હતી.આ મુદ્દે કેજરીવાલે પોલીસ ને ક્લીન ચિટ આપી હતી અને કહ્યું હતું કે પોલીસે જે કર્યું.તેનું મને કોઈ દુઃખ નથી આ તેમનો ફરજ નો ભાગ હતો..
*દિલ્હી મોડલ જેમ ગુજરાતમાં રિક્ષા રાજનીતિની,અસકારક્તા અને ઉપયોગીતા*
રાજકીય વિશ્લેક્ષકોના મત મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે માંડ ગણતરીના બે મહિના બાકી છે.ત્યારે પ્રચાર -પ્રસાર નો કેજરીવાલ નો આ નુસખો અસરકારક બની શકે છે.કેમકે સંગઠનમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જેટલું પાવરફુલ આપ નથી,વળી જે લોકો મોઘવારી,બેરોજગારી,જેવા પ્રશ્નોથી સીટીંગ સરકાર સામે નારાજ છે.તે શ્રમજીવીઓ અને મધ્યમ વર્ગના લોકો છે.આ લોકો સાથે સંવેદનાનો નાતો જોડાય તો મોટો ફાયદો થાય તેવું આમ આદમી પાર્ટી માની રહી છે. (Gujarat Assembly Election 2022)કેજરીવાલ ભાજપને શિક્ષણ,બેરોજગારી,પેપરલીક,ખેડૂત વિરોધી સરકાર, જેવા અનેક મુદ્દે ઘેરી રહી છે.ત્યારે વકીલો સાથે સંવાદ, રીક્ષા ચાલકોના હિતમાં નિર્ણય લેવાની વાત કરી આવા તમામ મુદ્દાઓમાં આમ આદમી તમારી પડખે રહી નિરાકરણ લાવશે.તેવું દરેક મન્ચ પરથી કેજરીવાલ કહી લોકોને આકર્ષી રહ્યા છે.ત્યારે રિક્ષાચાલકોની હમદર્દી સાથે તેઓ ગુજરાતની તમામ રીક્ષાઓના હુડ પર આમ આદમી પાર્ટી ના ઝાડુ સાથે દેખાય તો નવાઈ નહીં...
*રીક્ષા ચાલકોની તકલીફ અને મુશ્કેલીઓ અનેક:પ્રમુખ વિજય મકવાણા*
કેજરીવાલે રીક્ષાચાલકોના એવા મોટા સમૂહને પકડ્યો છે કે જેઓની અત્યાર સુધી કોઈ નોંધ લેતું ન હતું.યુનિયન લીડર વિજય મકવાણાની વાત માનીએ તો.. ' અમો અમદાવાદના રીક્ષા ચાલકો અનેક મુદ્દે દુઃખી છે. રિવરફ્રન્ટ, CNGના ભાવમાં વધારો,તેમજ છાશવારે પોલીસ હેરાનગતિ,દંડ,રીક્ષા ડિટેઇન કરતા ચાલકો હેરાન પરેશાન છે.(Kejriwal interaction with rickshaw Driver)અમદાવાદ કલેકટર,આરટીઓ,વાહનવ્યવહાર કમિશનરને રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી.એક અંદાજ મુજબ ગુજરાતના 15 લાખ રીક્ષા ચાલક છે,જેમાં અમદાવાદ 2 લાખ, વડોદરાના 50 હજાર જેટલા રીક્ષા ચાલકો છે.આ બધા ચાહે છે કે દિલ્હી અને પજાબ જેમ અહીં પણ અમારા કામ અને પ્રશ્નો ને વાચા મળવી જોઈએ
*DCP કરશે રિપોર્ટ..*
જોકે પોલીસ અરવિદ કેજરીવાલની સુરક્ષા લગતી બાબતો અને મનસ્વી રીક્ષામાં બેસી ડિનર પર જવાના નિર્ણયને ગંભીરતાથી લીધો છે. આ બાબતે DCP જાડેજાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું હતું કે આ બાબતે સ્પેશિયલ રિપોર્ટ કરવામાં આવશે.આવા કેશોમાં જેઓને z કેટેગરી જેવી સુરક્ષા મળી હોય, તેમ છતાં તેઓ પ્રોટોકોલનું ઉલ્લઘન કરે,નિયમ પાલન ના કરે,અને મનસ્વી રીતે આગળ વધી જાય તો સ્થિતિ સાંભળવું કપરું હોય છે. સીએમ અરવિદ કેજરીવાલે ડિનર પાર્ટી જતા આવું કર્યાનું ધ્યાને આવ્યું છે. જેનો રિપોર્ટ કરાશે..
*રીક્ષામાં બેસી,રીક્ષાચાલક ઘેર કરેલી ડિનર પાર્ટીથી અરવિદ કેજરીવાલ નેશનલ અને રિજિયોનલ,શોશિયલ મીડિયામાં છવાયા*
કવિ દુષ્યંત કુમારના શબ્દો માં સમજીએ તો..
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહીએ...
કંઈક આવીજ સ્ટાઇલથી ગુજરાતમાં છેલ્લા ત્રણ મા કેજરીવાલ સતત પોતાનું ચાર્ટર્ડ પ્લેન ઉડાવી,આવતા જતા હંગામો કરી,લોકોનું ધ્યાન તેમની તરફ કરવા કામયાબ થયા છે.જોકે આ મેજીક ગુજરાત ના મતદારોમાં મતદાન મથક સુધી જળવાઈ રહે છે કે કેમ ? તે પ્રશ્નો અકબંધ છે.કેમકે અવનવા અને પ્રજા સંવેદના જગાડવાના મુદ્દામાં ભાજપ નંબર એક પર છે.તેમની પાસે હાઈટેક પ્રચાર-પ્રસાર તંત્ર છે.સ્ટાર પ્રચારકો છે.અનેક ચૂંટણી ફંડામાં ભાજપ તેમના મુખ્ય હરીફ કોંગ્રેસને 27 વર્ષથી હરાવી સત્તાથી દૂર રાખી,દરેક મુદ્દે વેતરવામાં સફળ થયું છે.ત્યારે ભાજપનો આ હાઈટેક પ્રચાર હજુ જોઈએ તેવો આક્રમક થયો નથી,જયારે ભાજપ કેન્દ્રીય નેતૃત્વ અને દરેક ભાજપ શાષિત રાજ્યોના સ્ટાર પ્રચારકો,ગુજરાતમાં ધામાં નાખી,આમ આદમીની પોલિટિકલ ઘેરાબધી કરશે ત્યારે આમ આદમી તેની સામે કેવી ટકશે તે અત્યારથી કહેવું ભૂલ ભરેલું હશે...