RSS પ્રચારક ભાસ્કરભાઈ ઠાકરે,કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો' યાત્રા પર સાધ્યું નિશાન -Join India Journey congress

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

RSS પ્રચારક ભાસ્કરભાઈ ઠાકરે,કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો' યાત્રા પર સાધ્યું નિશાન -Join India Journey congress

0

  રીના પરમાર/ટુડે ન્યુઝ ગુજરાતી.. 

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નેતૃત્વમાં કોંગ્રેસ  પાર્ટીની 'ભારત જોડો' યાત્રા ચાલું છે. આશરે 150 દિવસો સુધી ચાલનારી આ યાત્રા ઉપર નજર કરીએ તો પાર્ટી અત્યાર સુધીમાં અનેકો વખત વિવાદોમાં આવી ચુકી છે. Join India Journey congress જેની  ઉપર BJPના હુમલાઓ ચાલુ છે.

કોંગ્રેસની યાત્રાનો વર્તમાન તબક્કો કેરળ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીં પાર્ટી લગભગ 19 દિવસ સુધી પદયાત્રા કરશે અને 450 કિલોમીટરનું અંતર કાપશે. હવે કેરળના સત્તાધારી CPMના નેતા કોંગ્રેસની આ યાત્રા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે.Join India Journey congress ડાબેરી પક્ષનું કહેવું છે કે, કોંગ્રેસને BJP શાસિત રાજ્યો ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. CPI(M)એ ટ્વિટ કર્યું હતું કે, કેરળમાં 19 રૂટ અને ઉત્તર પ્રદેશમાં 2 જ રૂટ. આ BJP અને RSS સાથે લડવાની વિચિત્ર રીત છે.

જ્યારે આ યાત્રા પર સવાલો ઉઠાવી દાયકાઓથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારી ભાસ્કરભાઈ ઠાકરે અનેક મુદ્દે નિશાન સાધી,ઇતિહાસની કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

શું કહ્યું હતું..RSS પદાધિકારી ભાસ્કરભાઈ ઠાકરે.. ? સોશિયલ મીડિયામાં તેમની અક્ષરશ: આ રહી પોસ્ટ..
ઘટનાક્રમ / (1)

વાત છે 18 ઓગસ્ટ 1979 ડીસા મુકામે સવારે નિત્યક્રમ પ્રમાણે હું સંઘની પ્રભાત શાખા માં ગયો.રમતો,ગીત વગેરે કાર્યક્રમોના બદલે એક ચિંતાનું વાતાવરણ હતું.પૂછતા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગઈકાલે મોડી રાત્રે મચ્છુ ડેમ તૂટવાથી ભયંકર પૂર આવ્યું.અને મોરબી તણાયુ છે,ચિંતાનું વાતાવરણ પ્રસરી ગયું,હવે આપણે શું કરવું ?તે સમયે સંદેશા વ્યવહારમાં મર્યાદિત સાધનો હતા.મોરબી આપણાથી દૂર હતું.મોરબીના કોઈ માણસોને આપણે ઓળખતા નથી.Join India Journey congress પરંતુ આફતમાં સપડાયેલા મારા લોકો છે.તે ભાવના હૃદયમાં હતી,અમે બધા ભેગા મળી મોરબી મોકલવા માટે રાહત સામગ્રી ઉઘરાવવી રાખવી અને નક્કી કર્યું કે ઉપરથી સૂચના આવે રવાના કરવી.સાંજે સૂચના આવી કે મોરબીમાં જે લોકો છે.તેઓને કાઢવા માટે ટુકડીઓ મોકલવાની છે.20-20 લોકોની ટુકડી અલગ અલગ જિલ્લામાંથી આવશે.અમે પણ એ ટુકડીમાં જવા માટે તલપાપડ હતા.દિવસો સુધી ચાલેલા આ સેવા કાર્ય અને આ ટુકડિઓના સંચાલનમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સતત હાજર હતા,મોરબી અને આસપાસના વિસ્તારમાં કાદવ અને તેમાં રઝળતા સડી ગયેલા માણસો અને પશુઓના શબ દેખાતા હતા.જે આંગળી અડાડતા જ તેમાંથી પિચકારી છૂટતી,અસહ્ય દુર્ગંધ આવતી હતી,જોકે તેનો અંતિમ સંસ્કાર કરવાનું કામ "ખાખી ચડ્ડીધારી" લોકોએ કર્યું.ક્યાંય પણ કોંગ્રેસના સેવાદળનો કાર્યકર્તા 'ન' હતો.તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે ન્યાયિક રીતે સંઘના સ્વયંસેવકોની આ કામગીરી ને બીરદાવી હતી.

ઘટનાક્રમ -(2)

સમય હતો..1984 ની ડિસેમ્બર ની ઠંડી રાત..આખું ભોપાલ ભરનિદ્રામાં પોઢી ગયું હતું,  અડધી રાત્રે યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશન નામની અમેરિકન કંપનીના પ્લાન્ટ 'C' ની ૬૧૦ નંબરની ટેન્કમાં ગેસ ગળતર થયું.અને આખા ભોપાલમાં હાહાકાર મચી ગયો.Join India Journey congress આ હોનારતમાં અડધી રાત્રે સૂતાં સૂતાં જ ૩૦૦૦ થી ૧૦૦૦૦ લોકો મૃત્યુ પામ્યા,જેમાં ૨૦૦૦૦૦ લાખ બાળકો અને ૩૫૦૦૦૦ લોકો પ્રભાવિત થયા હતા, માણસોને એક પર એક ના ઢગલામાં લઈ ટ્રકો હોસ્પિટલમાં પહોંચી હતી.શબ લઈ જનાર વાહનો અને કફન ઓછા પડ્યા હતા, મૃત્યુ નો સાચો આંકડો હજુ બહાર નથી આવ્યો,તે સમયે સેવા કરવા માટે જે પહેલા પહોંચ્યા હતા એ હતા.... 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખાખી  ચડ્ડીધારી'... 

જ્યારે અસરગ્રસ્તોની સેવા કે બચાવ તો બાજુ પર રહ્યો.પણ આરોપી એવા આ કંપનીના ચેરમેન વોરન એન્ડરસન ને દેશ છોડી ભાગી જવા માટે કોંગ્રેસના મુખ્યમંત્રી અર્જુનસિંહ વિમાન કરી આપ્યું અહેવાલો હતા એવા પણ અહેવાલ છે કે દિલ્હી થી આવેલ ફોન પછી દેશ છોડી ભાગવામાં મદદ કરવા વિમાન આપ્યું, આ છે કોંગ્રેસનું દુષ્ચરિત્ર.ઘટનાક્રમ -(3).. 

સાલ 1986-87 ગુજરાતના  મુખ્યમંત્રી હતા.કોંગ્રેસના માધવસિંહ સોલંકી આ સમયે ગુજરાતમાં સતત ત્રણ વર્ષનો દુષ્કાળ પડ્યો પીવાનું પાણી પણ ઉપલબ્ધ ન હતું.ત્યારે સરહદી વિસ્તારો વાવ,થરાદ,દિયોદર, ભાભર,સમી,હારીજ,રાધનપુર,સાંતલપુર,તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં સુખડી વિતરણ, છાસ કેન્દ્રો,દવાઓ,ઢોરવાડા,લીલુ ઘાસઆપવું,વગેરે કામ કરનાર હતા.Join India Journey congress જોકે અહીં 'ખાખી ચડ્ડીધારી સંઘના સ્વયંસેવકો' જ સેવા કરતા દેખાય હતા.આ સમયે એક પણ કોંગ્રેસ સેવાદળના લોકો ડોકાયા ન હતા.અને જે ગણ્યા ગાઠ્યા હાજર હતા,તેઓ માત્ર મસ્ટર અને ચોકડીઓમાં ગોલમાલ કરી પૈસા કમાવવા માટે,પહોંચ્યા હતા.

ઘટનાક્રમ -(4)...

કૉરોના કાળ આપણે હમણાં જ અનુભવેલો અતિ ભયંકર સમય હતો.કોરોના કાળમાં કોઈની સેવા કરતાં,આ ચેપી રોગથી સ્વયંમ મૃત્યુના મુખમાં હોમાઈ જવાની હરકોઈને બીક લાગતી હતી.એવા સમયે સમાજના વિવિધ સેવાધારી લોકો સાથે તથા દવાખાનાઓમાં આવતા દર્દીઓની સેવા કરવા માટે સતત ટુકડીઓ બનાવી,પોતાના જીવની પરવા કર્યા વગર પણ આરએસએસ કાર્યકરો સતત સેવામાં લાગેલા હતા.Join India Journey congress તેમ જ લોકડાઉન સમયમાં લોકોના ઘેર ઘેર જઈ,અનાજ, રાશન,જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાવસ્તીઓમાં તૈયાર ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ગલીએ ગલીએ ફરતા હતા,તે માત્ર કાળી ટોપી ધારી,ખાખી ચડ્ડીધારી કે બદલાયેલા ગણવેશ ના મરુન પેન્ટ ધારી એવા સંઘના સ્વયંસેવકો હતા.ભારતભરમાં વસવાટ કરતા ભારતીયો આ સમજે છે.ઇતિહાસ પણ ગવાહી પુરી પાડે છે કે,સંઘના સ્વયંસેવકોએ સેવાધર્મ અદાયગીમાં કોઈ પંથ,જ્ઞાતિ કે ધર્મ નથી જોયો. આર.એસ.એસ.ના કાર્યકર્તાઓએ આવાં અનેકવિધ કામ,પ્રવૃત્તિ કરી છે.તથા કરી રહ્યા છે.જે માત્ર ને માત્ર દેશ અને સમાજ ના હિતમાં હોય,અહિં સ્થળ સંકોચ ને કારણે બધું લખવું શક્ય નથી , જેમણે આર.એસ.એસ. ને સમજવો હોય તેમણે મિથકો કે ઉદાહરણ થી નહીં પરંતુ પ્રત્યક્ષ સંધની નિત્ય શાખામાં આવવું જોઈએ,બહુ વર્ષો પહેલા એક કાર્ટૂનમાં લોહિયાળ પંજો જોયો હતો, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે  લડાઈ કરાવી મતબેંક ઊભી કરવાનો પ્રયત્ન કરતા એ પંજાને આપણે ઈતિહાસમાં જોયો છે.Join India Journey congressઆજે પોતાનું ભૂંસાઈ જતું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ભારત જોડોના રુપાળા નામ નીચે 'પપ્પુ આણિ મંડળી' એ નકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો ઘૃણાસ્પદ પ્રયત્ન કર્યો છે,અને લોકોનું ધ્યાન ખેંચવા વિવાદ ઉભો કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જૂના ગણવેશની ખાખી ચડ્ડીને સળગતી બતાવતું પોસ્ટર મૂક્યું છે.એ જાણીતું છે કે પપ્પુ પીંકી નામે કાર્ટુન સ્ટ્રીપ પર આવતા આ કેરેક્ટર્સ છે,રાહુલના પિતાએ આપણા દેશના નાગરિકોને મારવા શ્રીલંકામાં આપણું લશ્કર મોકલ્યું હતું.આ એ જ અંગ્રેજનીતિ હતી ભારતીય સામે ભારતીય લડાવવા અને મરાવવા..આખરે તો જે પણ મરશે તે ભારતીય હશે.પ્રિયંકા ગાંધીના નાની ઈંદિરા ગાંધી એ મતબેંકની રાજનીતિ કરી દેશમાં વકફનો કાયદો લાવી મારી તમારી હક્કની દેશની કરોડો સંપત્તિઓ,મિલ્કતો તથા જમીન મુસ્લિમોને સોંપી દીધી છે.જે ક્યારેય પરત ન મળે તેવો કાયદો બનાવવામાં આવ્યો છે.Join India Journey congress દેશને વિભાજિત કરતી કલમ ૩૭૦ અને ૩૫ A રાહુલના નાની ના પિતા જવાહરલાલ નહેરુ લાવ્યા હતા.તે હવે કોઈથી અજાણ્યું નથી.લીટર માં લોટ અને શાકભાજી આપવા નીકળેલી ડ્રામાબાજ કોગ્રેસે નાટક બંદ કરી પોતાની આત્મખોજ કરવી જોઈએ.અને દેશ તોડવા કરેલા સઘળાં પાપો નું પ્રાયશ્ચિત કરવું જોઈએ,  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જેવા પવિત્ર, નખશિખ દેશભક્ત સંગઠન પર કાદવ ઉછાળવા જતી કોંગ્રેસે આ નાટકની શરૂઆત રાહુલ ગાંધીની મુલાકાત એક દેશ વિરોધી પાદરીથી કરી છે,આવા અનેક દેશ વિરોધી કરતૂતો કરી પોતાના કુકર્મોથી પિડાતી કોગ્રેસ બીજા ને બદનામ કરી મત રળવા નીકળી છે, પરંતુ હવે દેશ જાગી ગયો છે, આવા પ્રપંચો ને ઓળખી તેને ખાળવા અને આવા દેશ અને સમાજ વિરોધી તત્વોને જેર કરવા સક્ષમ છે.તેવું જણાવી ભાસ્કરભાઈ ઠાકરે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે... 

'आसमान में थूंकने वाले को शायद पता नहीं है की पलट के थूक उन्हीके चहरे पे गिरेगा।'આમ ઉપર મુજબની પોસ્ટ પોતાના સોશિયલ એકાઉન્ટ થી કરી આરએસએસના પ્રખર હિમાયતી અને સેવક,ભાસ્કરભાઈ ઠાકરે કોંગ્રેસ ની હાલની યાત્રા પર સવાલિયા નિશાન લગાવ્યું છે.શ્રી ભાસ્કરભાઈ ઠાકર મૂળ પાલનપૂર ના રહીશ છે.હિન્દુવાદી નેતા છે.અને દાયકાઓથી સંઘ પ્રચારક રહ્યા છે.

Post a Comment

0Comments
Post a Comment (0)