રીના પરમાર /ટુડે ન્યુઝ ગુજરાતી
માતાનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ. નવ દિવસ જગતજનની ભજવાનો અવસર આપણને નવરાત્રિમાં મળે છે. આ પાવન દિવસોમાં શક્તિપીઠમાં દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે. Navratri religious festival 2022ત્યારે આજે વાત કરીશું ગુજરાતના એવા દિવ્ય શક્તિપીઠોની કે જ્યા દર્શનનો લ્હાવો લેવાનું અચૂક નવરાત્રીમાં મન થાય.અહીં દર્શન બાદ આપની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ઊંઝામાં આવેલું ઉમિયાધામ માતા ઉમિયાનું સ્થાનક છે. જેમાં પાટીદાર સમાજ વિશેષ આસ્થા ધરાવે છે.નોરતામાં આ ધામ ભક્તોની ઉમટી પડે છે. Navratri religious festival 2022અને ભકતો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. અહીં સતીના જમણા પગની આંગળી અહીં પડી હતી. પાવાગઢ પર માતા મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે. Navratri religious festival 2022આ મહાકાળી સ્વરૂપે જ માતાએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.
આમ તો આ ધામ શક્તિપીઠમાં નથી આવતું પરંતુ તેનો મહિમા અનેરો છે. રાજકોટ નજીક બનેલા ખોડલધામમાં મા ખોડિયાર બિરાજે છે. આ મંદિર અદભુત છે.જે અત્યાધુનિક અને વિશ્વ ફલક પર નામાંકિત થયેલ છે.જેમનામાં લાખો ભક્તો આસ્થા ધરાવે છે. અને નવરાત્રિમાં દર્શન કરે છે.
મધ્ય ગુજરાતમાં આવેલી આ શક્તિપીઠ અનેરું મહત્વ ધરાવે છે. અહીં માતા સતીનો ડાબો હાથ ખરી પડ્યો હતો. અહીં બહુચર માતા બિરાજે છે.જેમનો પુરાણોમાં ઉલ્લેખ પૌરુષત્વ આપનાર દેવી તરીકે કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આ શક્તિપીઠ આવેલી છે. જ્યાં આરાસુરી મા અંબા બિરાજે છે. પુરાણો અનુસાર આ જગ્યાએ માતા સતીનો હ્રદયનો ભાગ પડ્યો હતો.વિશ્વનો મોટો ભાદરવી મહાકુંભ મેળો અહીં ભરાય છે જેમાં એક અંદાજ મુજબ 30 લાખ યાત્રિકો પદયાત્રા એ આવી માં દર્શન કરે છે. એટલે જ તેનું મહત્વ સૌથી વધારે છે. અહીં માતાને દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.