ગુજરાતના 'તાજમહેલ' તરીકે ઓળખાતા જૂનાગઢના મહાબત મકબરાને રિસ્ટોરેશન બાદ ખુલ્લો મૂકાય એ પહેલાં જ લૂણો લાગ્યો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ગુજરાતના 'તાજમહેલ' તરીકે ઓળખાતા જૂનાગઢના મહાબત મકબરાને રિસ્ટોરેશન બાદ ખુલ્લો મૂકાય એ પહેલાં જ લૂણો લાગ્યો

0

 


જૂનાગઢની ઓળખ બની ચૂકેલો અને ગુજરાતના 'તાજમહેલ' તરીકે ઓળખાતા મહાબત મકબરાની રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો..એ પહેલાં જ મકબરામાં ઠેકઠેકાણે લૂણો લાગી જતાં કાળા ડાઘ પડી ગયા છે અને સેવાળ જોવા મળી છે. લોખંડની ગ્રિલ પણ કાટ ખાઈ જતાં કરોડો રૂપિયાના કરાયેલા ખર્ચને લઈ સવાલો ઊઠ્યા છે.પ્રવાસીઓનું ધ્યાન પહેલી નજરે ચોંટી રહે એવું બાંધકામ બહાઉદ્દિનભાઈની કબરનું છે, કેમ કે એના ચારેય ખૂણે તાજમહેલની ચોતરફ છે એવા મિનારા ઊભા છે, પણ પ્રવાસીઓ જરા ધ્યાનથી જુએ તો ડાબી તરફની અને સહેજ આગળના ભાગમાં બંધાયેલી ઈમારત મહાબત મકબરો પણ સ્થાપત્યકળાનો અદ્ભુત નમૂનો છે .મિની તાજમહેલ ગણાતો જૂનાગઢનો મકબરો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે એ પહેલાં જ મકબરમાં સેવાળ જામી અને લોખંડની જાળીઓમાં લાગેલો કાટ ખાનગી કંપનીએ કરેલા કામનું ખરાબ ચિત્ર છતું કરે છે.2019માં મકબરના રિસ્ટોરેશન માટે ખાનગી કંપનીને કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જે કામ પૂર્ણ થયા બાદ લોકો નિહાળે એ પહેલાં જ વરસેલા પ્રથમ વરસાદે નબળા કામની પોલ ખોલી નાખી હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. હજુ તો જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે મકબરો ખુલ્લો નથી મુકાયો, ત્યાં જ પહેલા જ વરસાદે મકબરા પર શેવાળ જામતી થઈ છે.

Post a Comment

0Comments
Post a Comment (0)