આનંદ માણવા માત્ર મનુષ્યો નહિ પ્રાણીઓ પણ નૃત્ય કરે છે : માનસશાસ્ત્રી વુલ્ફગૅન્ગ કોહલર -INDIAN DANCE

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

આનંદ માણવા માત્ર મનુષ્યો નહિ પ્રાણીઓ પણ નૃત્ય કરે છે : માનસશાસ્ત્રી વુલ્ફગૅન્ગ કોહલર -INDIAN DANCE

0




સંકલન : ધ્રુવ પરમાર /ટુડે ન્યૂઝ  ગુજરાતી 

ભારતીય નૃત્યકલા વૈશ્વિક ફ્લક પર છવાયેલ છે. કોઈ ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા કે પછી ગતિનો જ આનંદ માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ. નૃત્ય કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી. INDIAN  DANCE સર્વપ્રથમ નૃત્ય-ચેષ્ટા સર્વસામાન્ય આનંદને વ્યક્ત કરવા કે પછી કામાતુર યુગલ દ્વારા અન્યોન્યને આકર્ષવા માટે થઈ હશે. પ્રાણીઓ-પંખીઓ તેમજ કરોળિયા જેવા જીવો પણ પોતાના સાથીને આકર્ષવા નૃત્યચેષ્ટા કરે છે.

વિશ્વમાં આમ માનવીથી નિમ્ન કક્ષા પર નૃત્યનાં કેટલાંય પ્રતિરૂપો ચોક્કસ સ્વરૂપ તરીકે યોજાયાં હશે. થાંભલાની આસપાસ ગોળાકારમાં કે ચંદ્રાકારમાં ફરવું, આગળ કે પાછળ ગતિ કરવી, કૂદકા મારવા, છંદોબદ્ધ તાલ જાળવવો, ચક્કર ઘૂમવાં, કે પછી નૃત્ય માટે અલંકારો ધારણ કરવાં, આવી બધી પ્રક્રિયા સહજ હતી.INDIAN  DANCE

પૌરાણિક ઇતિહાસ જોજો નવાઈ લાગશે.કેમકે નૃત્યની ઉત્પત્તિનો કોઈ લિખિત ઇતિહાસ નથી.નૃત્ય ક્યાં અને ક્યારે જન્મ્યું તેનું કોઈ ચોક્કસ સ્થળ કે સમય નથી.INDIAN  DANCE અલબત્ત,આદિમાનવના નૃત્ય વિશે ફ્રાન્સ અને સ્પેનમાં તેમજ અન્યત્ર મળી આવેલી ગુફાઓનાં ભિત્તિચિત્રો પરથી કેટલીક ધારણા બાંધી છે.અને આ ધારણાને આજની આદિવાસી ટોળીઓના નિરીક્ષણ દ્વારા સમર્થન મળેલું છે.

માત્ર પ્રકૃતિ પર જ આધાર રાખીને જીવનારી આદિમ જાતિનાં નૃત્યો પર પ્રકૃતિ અને ધર્મની ઊંડી અસર હતી. તેમનાં નૃત્યો અત્યંત સરળ અને જટિલતા વગરનાં હતાં. INDIAN  DANCE તેમાં તાલ અને લયની વિવિધતા પણ ઓછી. જે હેતુ માટે નૃત્ય થતું હોય તેના પર નૃત્યના આકારનો આધાર રહેતો. શિકાર પકડવા માટેના નૃત્ય પ્રસંગે તેઓ એકબીજાના હાથ પકડીને ગોળાકારમાં શિકારને ઘેરી લેતા. ભયભીત હોય ત્યારે ગોળાકારમાં જ પણ અત્યંત નજીક ઊભા રહીને તેઓ નૃત્ય કરતા. પહાડો પર નૃત્ય કરતી વખતે ગોળાકારને બદલે કતારમાં નૃત્ય કરતા. ક્યારેક સ્ત્રી-પુરુષ એકલાં તો ક્યારેક સાથે નૃત્ય કરતાં. નૃત્ય તેમના આનંદનું એકમાત્ર સાધન હોઈ રાત્રે ફુરસદના વખતે તેઓ ઢોલના તાલે નૃત્ય કરવા લાગી જતાં.

વિશ્વભરમાં મનુષ્ય જેમ જેમ સમૂહમાં રહેતો ગયો તેમ તેમ જીવન જીવવામાં વ્યવસ્થા આવતી ગઈ. આ વ્યવસ્થાની અસર તેની સંસ્કૃતિ પર પણ પડી. તેમાંથી જન્મ્યું સમૂહનૃત્ય. આ સમૂહનૃત્યો લોકોની જીવન જીવવાની અને તેમની કામ કરવાની પદ્ધતિમાંથી, તેમની ધાર્મિક અને સામાજિક પ્રણાલિકાઓમાંથી ઉદભવેલાં છે.INDIAN  DANCE

ચોંકાવનાર હકીકત એ પણ છે કે આદિમાનવ માટે તો જન્મથી મૃત્યુ સુધીનો એક પણ પ્રસંગ એવો ન હતો જ્યારે તેને નૃત્ય વગર ચાલી શકે.INDIAN  DANCE નૃત્ય માટે એને અનેક કારણો અને પ્રસંગો મળી રહેતાં. જન્મ, આધ્યાત્મિક શુદ્ધીકરણ, કુમારિકાનું દેવને અર્પણ, વાવણી, ટોળીના મુખીઓનું વિજય-અભિવાદન, શિકારની પૂર્વતૈયારી, યુદ્ધ અને મિજબાની, ચંદ્ર-કલાના ફેરફારો, તંદુરસ્તી કે માંદગી જેવા તમામ પ્રસંગો વખતે નૃત્ય આવશ્યક બની જતું.

જીવનમાં આ તાણયુક્ત નૃત્ય શમન-સંસ્કૃતિનું વિશિષ્ટ અંગ છે. જ્યાં ભૂવા વૈદોના હાથમાં જાદુઈ શક્તિ હોવાનું મનાય છે ત્યાં આ પ્રકારનાં નૃત્યો જોવા મળે છે. બૌદ્ધ સાધુઓના વેશમાં ઉન્મત્ત શમન જોવા મળે; બાલીમાં પણ આવાં નૃત્યો મંદિરોમાં ભજવાય છે.INDIAN  DANCE વળી સંવાદી નૃત્યોનું ચલન ખુલ્લી ગતિ(open movement)માં થાય છે, જ્યારે વિસંવાદી નૃત્યોનું ચલન બંધ ગતિ(close movement)માં થાય છે. કૂદકા મારતા ચામાકોકો શિકારી પ્રજા છે, જ્યારે ખમચાતી કાશિકા ખેડૂત પ્રજા છે.

નૃત્ય અદભુત છે.બે જુદાં જુદાં સંસ્કૃતિજૂથ પ્રમાણે બે પાયાના પ્રકારો એટલે કે કલ્પનશીલ નૃત્ય અને અકલ્પનશીલ નૃત્ય તરીકે ઓળખાવી શકાય. પ્રથમ નૃત્યપ્રકારમાં થનાર પ્રસંગના આદિથી અંત સુધીની પહેલેથી કલ્પના કરી, તેનું અનુકરણ કરી, તે હસ્તગત કરવામાં આવે છે; INDIAN  DANCE જેમ કે, શત્રુઓ પર વિજય મેળવવા માટેના યુદ્ધનો પ્રસંગ; પાકની ફળશ્રુતિ; માનવીનું મૃત્યુ વગેરે. અકલ્પનશીલ નૃત્ય-પ્રકારમાં માત્ર એક વિચાર કે કોઈ ધાર્મિક ધ્યેયને, જે તે પ્રસંગનું અનુકરણ કર્યા વગર જ, સિદ્ધ કરવાની નેમ હોય છે. આમ તેને માત્ર ભાવવાચક (abstract) નૃત્ય કહી શકાય. પરમ આનંદ (ecstasy) જ તેનું ધ્યેય હોય છે; જેમ કે, પુખ્ત વયની સ્ત્રીઓ કોઈ નવયૌવનાની આસપાસ ગોળાકારમાં ફરે છે જેથી તે યુવતીની પ્રજનનશક્તિ પણ વધે. કલ્પનશીલ નૃત્ય દેહાસક્ત નૃત્ય હોય છે જ્યારે અકલ્પનશીલ-ભાવનાશીલ નૃત્ય દેહથી મુક્ત થવા મથતું હોય છે.

 

Post a Comment

0Comments
Post a Comment (0)