પવિત્ર ધાર્મિક પર્વ નવરાત્રિમાં " મોદી-શાહ " ગુજરાત આવશે, ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે-Gujarat election

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પવિત્ર ધાર્મિક પર્વ નવરાત્રિમાં " મોદી-શાહ " ગુજરાત આવશે, ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે-Gujarat election

0

રીના પરમાર /ટુડેન્યૂજ઼ ગુજરાતી 

પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર... 29, 30 સપ્ટેમ્બર અને 9થી 11 ઓક્ટોબરે PM મોદી આવશે ગુજરાત પ્રવાસે..PM will campaign for election સૂત્રોનું માનીએ તો આ 5 દિવસના પ્રવાસમાં  તેઓ વિવિધ 12 જગ્યાએ સભાઓ ગજવશે.જોકે નવરાત્રીમાં ઘરઆંગણે નવરાત્રી  પાવન પર્વ સમયે ગુજરાત આવતાં,વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસના મળેલ ઈનપુટથી  ગુજરાતીઓ હાલથી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 

આમ આદમી ના ચૂંટણી પ્રચાર  કોંગ્રેસ દિગ્જજ નેતાઓ ઈલેક્સન મોડમાં આવ્યા બાદ,હવે ભાજપ પણ વેલ પ્લાંન અને મોનીટરીંગ સાથે  ગુજરાતમાં ગુજરાત ના પનોતા  નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ  લોકપ્રિય જોડી આ બન્ને રાષ્ટ્રીય નેતાઓ  નવરાત્રીમાં  ગુજરાતમાં  આવી રહ્યાં છે. ત્યારે દરેક પક્ષ ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયો છે. દિગ્ગજ નેતાઓએ ગુજરાતની વાટ પકડી છે. આવામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવીને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિમાં ગુજરાત આવીને પ્રચાર કરશે. તેવા ઇનપુટ મળ્યાં છે 

પીએમ નરેન્દ્રભાઈ મોદી ક્યારે આવશે ગુજરાત ..?

સૂત્રોનું  માનીએ તો નવરાત્રિ શરૂ થતાં જ પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર કરશે. તેઓ પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ 5 દિવસમાં તેઓ 12 થી વધુ જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન 5 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન નવરાત્રિ હોઈ તેઓ મંદિરમાં પણ જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 

આ રહ્યું ...5 દિવસના પ્રવાસનું શિડ્યુલ

29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે 

9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ

10 ઑક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે  

11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે

ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાત આવશે

ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 27 સપ્ટેમ્બરે તેઓ ગુજરાતમાં હશે, આ દિવસે નવરાત્રિનું બીજું નોરતુ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે. નવરાત્રિ દરમિયાન તેઓ પોતાના વતન માણસામાં આરતી દરમિયાન સહપરિવાર હાજરી આપે તેવી પણ શક્યતા છે. માણસા ખાતે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે. 

Post a Comment

0Comments
Post a Comment (0)