ટેબલ ટેનિસની ફાઈનલમાં ગુજરાતે જીત્યો ગોલ્ડ, દિલ્હીની ટીમને હરાવી બન્યા ચેમ્પિયન

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ટેબલ ટેનિસની ફાઈનલમાં ગુજરાતે જીત્યો ગોલ્ડ, દિલ્હીની ટીમને હરાવી બન્યા ચેમ્પિયન

0

 


સુરતમાં આજે પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતની ટીમે શાનદાર જીત મેળવી છે. સુરતમાં સાંજે 6 વાગ્યાથી આ ફાઈનલ મેચની શરુઆત થઈ હતી. સાંજના સમયે સૂર્ય ધીરેધીરે અસ્ત થઈ રહ્યો હતો. પણ સુરતના ઈન્દોર સ્ટેડિયમમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમનો જીતના સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો. દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચ તેના ચરમ હતો. ઈન્ડોર સ્ટેડિયમનો માહોલ જોવા જેવો હતો. ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી. આવનારા સમયમાં ટેબલ ટેનિશ સિન્ગલ, ડબલ અને મિક્સ ડબલની મેચ પણ રમાશેે.ગુજરાતી ટીમના માનવ ઠક્કરે પ્રથમ મેચમાં દિલ્હીના સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી હરાવ્યો હતો. જ્યારે હરમીત દેસાઈએ 17 વર્ષના પાયસ જૈન સામે 11-7, 11-3, 12-10થી જીત મેળવી હતી. અને માનુષ શાહે ત્રીજી મેચમાં યશાંશ મલિકને 11-4, 11-9, 11-4થી પરાજય આપ્યો હતો.


આ સાથે જ પુરુષ ટેબલ ટેનિશની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ સાથે પહેલા નંબરે, દિલ્હીની ટીમ સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર-પશ્ચિમ બંગાળ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં (Gujarat table tennis team) થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત (Surat) ખાતે બે ઇન્ડોર અને બે આઉટડોર ગેમ્સની સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું છે.

Post a Comment

0Comments
Post a Comment (0)