રાષ્ટ્ર સમર્પિત શ્રી એ.એન.ધાસૂરા રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત : GMDC ખાતે યોજાયો સન્માન સમારોહ Presidential Medal ..

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

રાષ્ટ્ર સમર્પિત શ્રી એ.એન.ધાસૂરા રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત : GMDC ખાતે યોજાયો સન્માન સમારોહ Presidential Medal ..

0

 

રાષ્ટ્રપતિ મેડલ વિજેતા એ.એન.ઘાસુરા અને ટીમ 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી,/દેશમાં ખાખી સમર્પણ એ ઉન્નત રાષ્ટ્રભક્તિ છે.કેમકે ફોર્સ ડિપાર્ટમેન્ટ માં ફરજ માં જોઈનીગ બાદ ,તે વ્યક્તિ જીવનના દરેક તબક્કે પોતાની સેવાને સમર્પિત રહેતો હોય છે.આમ તો ' ખાખી વર્દી ધારી ' અનેક વિભાગો હોય છે.જેમાં સ્થાનિક પોલીસ,હોમગાર્ડ, એસઆરપી,સીઆરપી ,રેલવે,પોલીસ,બીએસએફ,આર્મી,અને અન્ય અનેક જગ્યાએ વિવિધ પોલીસ દળ સમકક્ષ જવાનો દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાની ડ્યુટી નિભાવતા હોય છે,જોકે નાગરિકો સહુથી વધુ સંપર્કમાં આવતા હોય છે.તો તે પોલીસ વિભાગના વિવિધ મહેકમ હોય છે.જે દેશની આંતરિક સુરક્ષાનું મજબૂત દળ છે.Presidential Medal ત્યારે આવા જ રાજ્ય અનામત પોલીસ દલમાં સીધી ભરતીમાં સબઇન્સ્પેકટર પદ પરથી ચયન થઈ ૨૦૨૦ થી અત્યાર સુધી સ્થાનિક પોલીસ વિભાગ અને એન્ટી ટેરરિસ્ટ વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા DYSP રેન્કમાં ફરજ બજાવતા અધિકારી એ.એન. ઘાસુરાની રાષ્ટ્રપ્રેમની વાત કરીશું. તેઓને ઉત્કર્ષ દેશ સેવા માટે વર્ષ ૨૦૨૦ માં મહામહિમ રામનાથ કોવિંડ હસ્તે રાષ્ટ્રપતિ પદક થી સન્માનિત કરાયા હતા.જોકે બે વર્ષ સુધી કોરોના કાળમાં રાષ્ટ્રપતી ચંદ્રક એનાયત કરવા આયોજિત સમારોહ મુલતવી રહ્યો હતો.જોકે હવે આ સન્માન  સમારોહ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખુબજ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માનિત ૯૯ જેટલાં પોલીસ કર્મચારીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી,સન્માનિત કરાયા હતા.આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા.જેઓએ રાષ્ટ્રપતી ચંદ્રક સન્માનિત તમામ પોલીસકર્મીઓને અભિનદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.Presidential Medal

પોલીસ ચંદ્રક અલંકરણ  -૨૦૨૨

બનાસકાંઠા ના જુનાડીસાના મૂળ રહીશ એ.એન.ઘાસુરા પરિવાર ખાખી સમર્પિત પરિવાર ..


રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા એ.એન ઘાસૂરાના પિતા પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ બેડામાં નોકરી કરી વયનિવૃત્ત થયેલ છે.જ્યારે તેમના મોટાભાઈ પણ પોલીસ બેડામાં છે.આમ દાયકાઓથી આ પરિવાર રાષ્ટ્ર પ્રેમ રંગે રગાયેલ છે.

રાષ્ટ્રપતિ મેડલ માટે ચયન,DYSP એ.એન.ઘાસુરાની  આ રહ્યો ' ખાખી ' રાજધર્મ નિભાવની શ્રેષ્ઠ કામગીરીનો રેકોર્ડ...


હાઈલાઈટસ. .


🔘 એ.એન. ધાસુરા સીધી ભરતીથી ૦૧-૦૬-૨૦૦૦ માં મડાના ખાતે રાજ્ય અનામત પોલીસ દળમાં  પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નિમણૂક પામ્યા..


🔘 ગુજરાત માં જોઈનિંગ સમયે છારા નગર નીનુંબેન સલીમભાઈ શેખની પત્ની તથા નરતમબાનું ૧૩.૫૦૦ કિલોગ્રામ ચરસ સાથે પકડી પાડી ndps એકટ મુજબ ના સફળ ઓપરેશનમાં રાજધર્મ નિભાવેલ .


🔘 આરોપી ઇન્દ્રવદન ભટ્ટ ને ભાવનગર એલસીબીએ પકડેલ,જે કામમાં મુંબઈ રહેતા  સહતહોમતદર ઓમકાર બ્રમભટ્ટને પકડી લાવી,પુરાવા એકત્ર કરી, તપાસમાં સહકાર આપેલ.


🔘 કાશ્મીરના જમ્મુ ખાતે ત્રાસવાદી તાલીમ લેવા જતાં,ટોળકી પૈકીના ત્રણ કાશ્મીરીઓ ભરૂચનાં કથરિયા ગામે આવેલ ઉલુમ સંસ્થામાં અભ્યાસ કરતા હોવાનું જણાતાં ટીમ સાથે સંકલનમાં રહી ઓપરેશન સફળ કરેલ.


🔘 કાલુપુર પોલીસ માં આર્મ્સ એક્ટ ના આરોપીઓને ઝડપી પાડવાની સફળ કામગીરી ..


🔘 શહેર કોટડા પોલીસ માં નોંધાયેલ ગભિર ગુનાનાં આરોપીઓને પકડવાનું સફળ ઓપરેશન.


🔘 ડીસીબી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ગભીર ગુનાનાં , અગ્નાસ્ત્ર રાખતા આરોપી ગુલામ કાદર તથા બાપુ ગુલામ હુસેન પઠાણ ને આર્મ્સ એક્ટ ગુનામાં ઝડપ્યા.


🔘 Ats પોસ્ટ ફસ્ટ ગુના રજીસ્ટર નબર ૧૨૨/૦૨ ના આરોપી લહેરી ઉર્ફે લહેરખાંન મહોબતખાંન પઠાણ ને પકડી પાડેલ.


🔘 Ats માં નોંધાયેલ ફરિયાદ કામમાં જામનગર શહેર એડીવી પોલીસ સ્ટેશન હદના હત્યા ગુનાનાં નાસતા ફરતા આરોપી જયરાજસિંહ ગુમાનસિહ જાડેજા, જયેશ ગુણવંત રાય મહેતા તેમજ રવિરાજ ગુમાનસિહ જાડેજાને હથિયાર તેમજ કારતૂસો સાથે પકડી પાડેલ..


🔘 ATS ટીમ હાથે હથિયાર સાથે ઝડપાયેલ આરોપીનું ડીપ ઇન્વેસ્ટીગેસન કરતાં તેને હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.આ હત્યા આણંદ પોલીસ હદમાં કરાયેલ હોઇ ,સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં લઇ ગુનો ઉકેલ્યો.


🔘 ATS માં ઝડપાયેલ આરોપી વસીમખાન પઠાંણને ઝડપી કડક પૂછપરછ કરતાં, તેણે કબૂલ્યું હતું કે નકલી નોટોમાં પણ તે અન્ય આરોપી સાથે હતો તે કબૂલાત બાદ સહતહોમતદાર આરોપી પણ ઝડપ્યો.


🔘 ATS માં આવેલ વિવિધ ફરિયાદ અરજી ની ન્યાયિક તપાસ કરી ,તેમજ વિધાનસભા તથા લોકસભામાં આદેશ મુજબના કામની સમય મર્યાદામાં અમલવારી કરી.


🔘 ATS કામગીરી સમય દરમ્યાન આરોપી વસીમ મહેબૂબખાન પાસે થી રું,૭૦૦૦૦/ની નકલી નોટો ઝડપી વિસ્તૃત તપાસ કરી કુલ ૨,૫૩,૯૯૦ ની ભારતીય બનાવટ ની નકલી ચલણી નોટ સાથે અન્ય ૬ આરોપીઓ ઝડપ્યા .


🔘 ડ્રગ કેશમાં આરોપી રશીદખાન શરીફખાન રહે, સુખસર જિલ્લો દાહોદ વાળાઓ ને બ્રાઉન સુગર ના ૨૬૦ ગ્રામ જથ્થા સાથે ઝડપવાનું સફળ ઓપરેશન.


🔘 નકલી નોટ પ્રકરણમાં નુર મોહમ્મદ ભોયા યાકુબ સૈયદ રું ૫૦૦/દરની નકલી નોટ સાથે પકડાયેલ જેમાં વિસ્તૃત તપાસમાં અન્ય આરોપી પવન અગ્રવાલ નું નામ ખુલતા તેની પાસેથી પણ રું ૪,૦૦૦૦૦/ની નકલી નોટો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ.


🔘 આરોપી લખમણશિદે કે લાખા  રામસિંહ ઓડલ ને અમેરિકન બનાવટની પિસ્ટલ,કાર્તિજ , હથિયારો સાથે ઝડપી જેલ હવાલે કરેલ છે.


🔘 નકલી નોટ કેશમાં જુહાપુરા માં રહેતા નોસાહખાન પઠાણ તેમજ રહીમશા દીવાનને નકલી નોટ,હથિયાર કેશમાં ઝડપી જેલ હવાલે કરેલ.


🔘 ATS ફરજ દરમ્યાન મહેસાણા ના ખેરાલુ ખાતે થી દેશી બનાવતની રિવોલ્વર સાથે આરોપી હેદર સિંધી તેમજ હુસેન સિંધી ને ઝડપી પાડયાં.


🔘 ATS કામગીરી લમાં ૧૧ આરોપીઓ પાસેથી ૪ રિવોલ્વર,બે પીસ્ટલ,૧૪ જીવતા કારતૂસ ઝડપ્યા


🔘 ATS માં ફરજ દરમ્યાન જયપાલ શાહનાને ઝડપી મુખ્ય હરીશ અસ્વાની રહે, મુંબઇ સહિત અન્ય ૬ આરોપીઓ પાસેથી રૂ,૭,૬૫,૦૦૦/ની નકલી નોટો ઝડપી કાર્યવાહી કરી.


🔘 મોડાસા - શામળાજી રોડ પરની હોટલ શિમલામાં રાજસ્થાન થી બ્રાઉન સુગર જથ્થો ૯૨૦/ગ્રામ કિંમત રું,૯૨,૦૦૦૦૦/પકડી નાર્કોટિક્સ એક્ટ મુજબ કાર્યવાહી કરેલ.


🔘 વલસાડ, ચીખલી, બીલીમોરા, ગણદેવી, વિસ્તારો માં સર્ચ કરી ,પોલીસ ટીમ સાથે સંકલન કરી,જ્મમુ કાશ્મીર રાજ્યના ફરાર આરોપી હિગમ્બુલ ઝડપ્યો.જે મુજાહિ્દી સંગઠન નો એરિયા કમાંડર હતો 


🔘 ગાંધીનગર અક્ષરધામ માં આંતકવાદી હુમલા કેશમાં ટીમવર્ક સાથે સંકમલમાં રહી શ્રેષ્ઠ કામગીરી કરતાં,શિલ્ડ અને રોકડ ઇનામ 


🔘 ATS આર્મ્સ એક્ટ કેશમાં આરોપી કલીમખાન પઠાણ પાસેથી દેશી બનાવતની પિસ્તલ ઝડપી. 


🔘 ATS ફરજ દરમ્યાન જગોમડી ગામના ખેતરમાં આરોપી રણછોડભાઈ જેઠાભાઈ પટેલ દ્વારા વાવવામાં આવેલ ગાંજા નો ઝથ્ઠો ઝડપી પાડી,નાર્કોટિક્સ મુજબ કેશ કરેલ.


🔘 સરખેજ હાઇવે પર ઊંઝાના વહેપારી ભવરલાલ ને ત્યાં ધાડ પાડવા ઇરાદે જતાં આરોપીઓ એક પિસ્તોલ એક દેશી તમંચો એક રિવોલ્વર 6 જીવતાં કારતૂસ સાથે ૪ આરોપીઓ  ઝડપ્યા.


🔘 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિતિ ૨૦૧૭ માં શ્રેષ્ઠ કામગીરી ..


🔘 મહેસાણા ડી કપની ખાતે અમદાવાદ એસેટ ખાતે સિક્યુરિટી અવરનેસ વિક વર્ષ ૨૦૧૬ ઉજવણી માં ઉત્કર્ષ કામગીરી.  


🔘 ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ માં પીએમ નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી પ્રવાસ દરમ્યાન કાયદો અને વ્યવસ્થામાં સંતોષકારક ફરજ બજાવેલ.જેમાં રેન્જ આઇજી પિયુષ પટેલ દ્વારા સન્માનપત્ર અપાઈ કામગીરી બિરદાવવામાં આવી.


🔘 સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી ઉજવણી વર્ષ ૨૦૧૮માં રન ફોર યુનિટી કાર્યક્રમમાં માર્ચ પોસ્ટ ,શપથ કાર્યક્રમ,તેમજ મેરેથોન આયોજનમાં સુદર કામગીરી .


🔘 ડાકોર શ્રી રણછોડ રાય મદિર ખાતે યોજાયેલ ધાર્મિક પ્રસંગ હોળી ઘૂળેટી છ દિવસીય કાર્યક્રમ ને સુખરૂપ સંપન કરી કાયદો વ્યવસ્થાનું સુચારુ પાલન કરવામાં આવેલ.

પરિવાર સાથે ,સમારોહ હાજરી ગ્રુપ ફોટોસ

આમ ,તેઓની નોકરી સમય માં સતત તેઓએ ખાખી સમર્પણ ને પોતાનો જીવન મંત્ર બનાવી,વિવિધ પોસ્ટો પર કાયદો વ્યવસ્થા યોગ્ય જાળવણી કરી ,મોટા ક્રાઇમ કેશોમાં નોંધપાત્ર ડિટેકસન કરી,નકલી નોટ, ડ્રગ,હથિયાર સાથે આરોપીઓ ઝડપી અનેક ગુનાઓ બનતાં અટકાવી આરોપીઓને સખ્ત નશ્યત થાય તેવો કાયદા પ્રબધો એ શ્રેષ્ઠ પ્રયાસ કરેલ હોઇ તેઓ ને પોલીસ ખાતા માટે સર્વોચ્ય સન્માન કહી શકાય તેવો રાષ્ટ્રપતી મેડલ થી સન્માનિત કરાયેલ છે,દેશ અને દેશના સર્વે નાગરિકોને આવા પ્રમાણિક રાજ્ય સેવકો પર ગર્વ છે.

Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)