ગાંધીધામના ટાગોર રોડ પર ચાલી રહેલા ઓવરબ્રીજના કામના કારણે વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયા છે. ત્યારે ટાગોર પાર્કથી ઓસ્લો ગોલાઈ સુધીનો સર્વિસ રોડ છેલ્લા બે મહિનાથી એટલી ખસ્તા હાલતમાં છે કે અહી રોડ નહીં, ખાડાઓ વચ્ચે રોડ છે તે કહેવું જ ઉચીત રહેશે. લોકોની વધતી માગોને લીધે વચ્ચે ખાડાઓને પુરવા મલબાના નામે માટી નાખવામાં આવી હતી. જેના લીધે ફરી પડેલા વરસાદથી સ્થિતિ સુધરવાના બદલે કીચડ થઈ જતા અને માટી ધોવાઈ જતા પહેલા જેવી જ કે તેનાથી બદતર હાલત થઈ ગઈ છે.