ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)ને ડ્રગ્સ પકડવામાં એક મહત્વની સફળતા મળી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર 35 KG ડ્રગ્સ એક કન્ટેનરમાં છુપાયેલું પડ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ એ કોલકાતાના પોર્ટ પર રેડ કરીને ડ્રગ્સ ઝડપી લીધું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈમાંથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો.
સ્ક્રેપમાં દુબઈથી ડ્રગ્સથી આવ્યું હતું
ગુજરાત પોલીસ અને ડીઆરઆઈએ કોલકાતાના પોર્ટ પરથી સ્ક્રેપની અંદર લવાયેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી કન્ટેનરમાં સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી સ્ક્રેપમાં આવેલા એક કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવ્યું હતું. જેના પર સફેદ માર્ક કરતી નિશાની કરવામાં આવી હતી.
શહેરના વડસરબ્રિજ નજીક આવેલા 401, જય અંબે ફ્લેટમાં રહેતી પૂર્વ પ્રેમિકાના ઘરે ધસી જઇ દરવાજો ખોલનારાં પૂર્વ પ્રેમિકાની સાસુના ગળા ઉપર ચાકુનો ઘા કરી મોતને ઘાટ ઉતારનાર વિધર્મી પ્રેમી અને તેના સાગરીતની પોલીસે ધરપકડ કરી હતી. આજે માંજલપુર પોલીસે બંને આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ આરોપીઓને લઇ ઘટનાસ્થળે પહોંચતાં સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. પોલીસે ફ્લેટમાં બંધબારણે તપાસ હાથ ધરી હતી.
શનિવારે બપોરે હત્યાની ઘટના બની હતી
વડોદરાના વડસરબ્રિજ પાસે 401, જય અંબે ફ્લેટમાં ઠાકોરભાઇ પરમાર તેમનાં પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલાં અશ્વિનના લગ્ન નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા. અશ્વિન અને ભાવનાના બીજા લગ્ન હતા. શનિવારે બપોરના સમયે ઠાકોરભાઇ પરમાર અને તેમનો પુત્ર અશ્વિન નોકરી પર હતા. ઘરે ભાવના અને તેની સાસુ દક્ષાબહેન હતાં.
હત્યારાઓ આયોજનબદ્ધ ગયા હતા
બપોરના સમયે ભાવનાના ઘરે તેનો પૂર્વ પ્રેમી સોનું ઉર્ફ શાહરુખ પઠાણ અને તેનો મિત્ર હસીન પઠાણ ધસી ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવતાં જ દક્ષાબહેન પરમારે દરવાજો ખોલ્યો હતો. દક્ષાબહેને દરવાજો ખોલતાં જ સોનુ ઉર્ફ શાહરુખ પઠાણે તેઓ કંઇ વિચારે એ પહેલાં તેમના ગળા ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. દક્ષાબહેન સ્થળ પર જ ફસડાઇ પડ્યાં હતાં અને લોહીના ભરાયેલા ખાબોચિયામાં દમ તોડી દીધો હતો. દક્ષાબહેન મોતને ભેટતાં સોનુ ઉર્ફે શાહરુખ અને તેનો મિત્ર હસીન ફરાર થઇ ગયા હતા.