પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાયેલા ચુરુ જિલ્લાના રાજગઢનો ગેંગસ્ટર કપિલ પંડિત ફરી એકવાર ચર્ચામાં છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, 23 વર્ષનો કપિલ પંડિતે લોરેન્સ ગેંગના કહેવા પર બોલિવૂડના એક્ટર સલમાન ખાનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે છેલ્લા 3 મહિનામાં બેવાર કાવતરું ઘડ્યું હતું. પરંતુ તે સફળ થયો નહોતો.
પંજાબ પોલીસે જણાવ્યું હતું કે કપિલ પંડિતે પોતાના સાથીઓ સાથે મળીને સલમાનને મુંબઈમાં આવેલા પનવેલ ફાર્મહાઉસમાં આવતા-જતા દેખાતા રસ્તામાં મારી નાખવાની યોજના બનાવી હતી.
કોણ છે કપિલ પંડિત, જે સલમાનને મારવા માગે છે?
આ સવાલનો જવાબ જાણવા માટે ભાસ્કરની ટીમ ચુરુ જિલ્લાના રાજગઢ ખાતે પહોંચી હતી. આ શહેરમાં ઘણા ગેંગસ્ટર છે તેમજ આ શહેર કોર્ટમાં દરરોજ હત્યાથી લઈ લોહિયાળ ગેંગ વોરનું પણ સાક્ષી રહ્યું છે.ગામવાસીઓ પંડિતના નામથી ઓળખે છે
સમગ્ર દેશમાં કુખ્યાત થઈ ગયેલો કપિલ ગામડામાં પંડિતના નામથી ઓળખાય છે. લોકોએ તેને છેલ્લીવાર દોઢ વર્ષ પહેલાં જોયો હતો, જ્યારે કોરોનાકાળમાં 28 એપ્રિલે તેની માતા સુમિત્રા પંડિતનું નિધન થયું હતું. તે પહેલી મેના રોજ પેરોલ પર અહીં આવ્યો હતો.
એત સમયે તે રાજગઢના રાજેન્દ્ર ગઢવાલ મર્ડર કેસમાં તેના મોટા ભાઈ અનિલ સાથે ચુરુ જિલ્લા જેલમાં બંધ હતો.
બંને ભાઈઓ માતાના નિધન પર 15 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા. એ પછી અનિલ ફરી જેલ જતો રહ્યો, પરંતુ કપિલ નાસી ગયો હતો. હવે લગભગ દોઢ વર્ષ બાદ મૂસેવાલાની હત્યા અને સલમાન ખાનને મારી નાખવાની યોજના બનાવવામાં તેનું નામ સામે આવ્યું છે.
ગેંગસ્ટર કપિલ પંડિતના પિતા વિમલ શર્મા મૂળ રાજગઢ (ચુરુ) પાસેના બેવર ગામના રહેવાસી છે. લગભગ 25 વર્ષ પહેલાં તેઓ તેમની પત્ની સુમિત્રા સાથે રાજગઢ શહેરમાં વસ્યા હતા.
અહીં તેમણે રેલવેની લોકો કોલોનીમાં ઘર બનાવ્યું. તેમના બે પુત્રો કપિલ અને અનિલ રાજગઢમાં મોટા થયા હતા. વિમલ હાલમાં દિલ્હીમાં દુકાન ચલાવે છે. તેની 90 વર્ષની માતા પણ અહીં રહેવા આવી ગઈ હતી.