ચૂંટણીમાં કેજરીવાલ ઇફેક્ટ : સક્રિય નહીં થાઓ તો સસ્પેડ અથવા અન્ય શ્રેષ્ઠ વિકલ્પ શોધાશે : સીટીંગ સરકારનો મોંન સંકેત...

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ચૂંટણીમાં કેજરીવાલ ઇફેક્ટ : સક્રિય નહીં થાઓ તો સસ્પેડ અથવા અન્ય શ્રેષ્ઠ વિકલ્પ શોધાશે : સીટીંગ સરકારનો મોંન સંકેત...

0

ભાજપના પીએમ સહીત શીર્ષ નેતાઓનો બોડી લેન્ગવેજ.. ! આપે છે નિષ્ક્રિય નેતાઓ ને મોટો સંકેત....

ગુજરાતમાં આપ ના કેજરીવાલનો સતત અનેક મુદ્દે રાજકીય હુમલો,અને વધતી મહત્વાકાંક્ષાને ખાળવા ભાજપ ગુજરાત ટિમ ક્યાંક કાચી પડી હોય તેવું લાગે છે.કેમકે હવે મહિનામાં ત્રણ થી ચાર વાર કેજરીવાલનું ચાર્ટર્ડ પ્લેન ગુજરાત પોલિટિકલ સ્પેશ માં ઉડતું અને ઉતરતું દેખાય છે.નવા બદલાવમાં પહેલાની સરખામણીમાં કેજરીવાલ ની ખાંસી ઓછી થઇ છે. અને ' સ્મિત' વધુ ઘેરું બનતું જાય  છે.કેજરીવાલની આ બોડી લેન્ગવેજ કહે છે કે 2022 માં અહીં તેમને રમવા માટે મોકલું મેદાન મળ્યું છે.લોકો તેમને આવકારી રહ્યા છે.કેજરીવાલ સમગ્ર ગુજરાતના મેટ્રો પોલિટિન શહેરો સાથે દરેક સમાજ વર્ગ ના લોકોને મળી રહ્યા છે.તેમને સાંભળી -સમજી,ગમતી વાતો અને વચનો પીરસી રહ્યા છે.ભાજપ પાસે આ અવનવા નુસખા સાથે ના પ્રચાર ને ખાળવા માટે 'મફત ની રેવડી 'નું  સ્લોગન છે.જોકે તે બુઠ્ઠા હથિયાર જેવું છે.કેમકે લોકોને ભલે આ મફતની રેવડીનો સ્વાદ મળ્યો નથી.પણ આ મફતની રેવડીની સુગંધ પણ ગમતી થઇ છે.જે સીટીંગ સરકાર માટે અકળાવનારી બાબત બની છે.

અને માટે જ ભાજપ ના શીર્ષ નેતાઓની બોડી લેંગવેજ બદલાઈ છે.ગુજરાતમાં તાજેતરમાં આવેલ પીએમ નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મઁત્રી અમિતશાહ ના ગુજરાત પ્રવાસમાં આ બોડી લેંગ્વેજ ફેક્ટર ખાસ ચર્ચિત બન્યું છે.અને  માટે જ આ રાજકીય લડાઈ માં ખુદ ' અજય રાજા 'ગણાતા અને લોકોમાં, ખાસ કરીને ગુજરાતીઓના પ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો મોરચો જાતે સભાળી,ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.પીએમ સહીતના શીર્ષ નેતૃત્વમાં થી  ભલે મોઢાથી કોઈ કશું નથી કહેતું પણ તેમની બોડી લેંગવેજ સ્પષ્ટ કહે છે કે ' બસ ઘણું થયું,લોકો વચ્ચે જાઓ,સંવાદ કરો, સક્રિય થાઓ,નહિતર થશો,સક્રિય રાજકારણમાં થી સસ્પેંડ,આ શિસ્ત અને અનુશાસન ને વરેલ પાર્ટી છે,અહીં શ્રેષ્ઠ વિકલ્પોની કમી નથી....

*'આપ' નો રાણા નો પહેલો ઘા... ! સ્ટાઇલ ચૂંટણી પ્રચાર નીતિ..*

ગુજરાતમાં સહુથી પહેલાં કોઈ ચૂંટણી એક્સન મોડમાં આવ્યું હોય તો તે આમ આદમી પાર્ટી છે. ભલે કોઈ સળવળતું ના હોય પણ આમ આદમી પાર્ટીએ 'પહેલો ઘા રાણા નો ' સ્ટાઇલમાં પોતાના દશ ઉમેદવારો જાહેર કરી, તમામને જાણે દોડતા કરી નાખ્યાં હતા.આપ ના કેજરીવાલ ની વ્યુહાત્મક સોચ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ અકળાવનારી બની છે.અને કોંગ્રેસે પ્રદેશ માળખામાં પણ મોટા ફેરફાર કરી, સત્તાનું વિભાજન કરી, પ્રદેશ પ્રમુખોનો ખડકલો કરી દીધો છે. અને જાણે પાર્ટી કાર્યકર્તાઓ ને મેસેજ આપ્યો છે. કે લઇ નો સંગઠન ના સર્વોચ્ચ હોદ્દાઓ પણ જાગો ' આ કેજરીવાલ ની ગુજરાત માં હડિયાપાટું કદાચ આપણું વિપક્ષમાં થી પણ પત્તુ ના કાપી લે.'..

*કેજરીવાલ ના લગાતાર, સતત ગુજરાત પ્રવાસ, ધીરે ધીરે બની રહ્યા છે,લોકોમાં આવકારદાયક...*

આપ ના સુપ્રીમો અરવિદ કેજરીવાલ દિલ્હીની, વિવાદિત ગાદીમાં ભલે 'રાજા ભોજ ' જેમ લોકહીતની વાત સાથે  પ્રજાહિતેચ્છુ તરીકે પોતાને શો કરવામાં સફળ રહ્યા હોય પણ એલજી ની દરમ્યાનગીરી અને કોર્ટ કચેરીના ચક્કર ખાઈ, તેઓ પણ પાકા રાજકારણી બની ચુક્યા છે. અને દેશી વેદ્ય જેમ પ્રજા નાડ પારખવામાં સફળ થયા છે.અને માટે જ તેઓએ પંજાબ ની પ્રજાની નાડ પારખી, અને પજાબ માં હરકોઈને અચબીત કરી દેશમાં દિલ્હી બાદ બીજી પજાબની મહત્વની ગાદી સર કરવામાં સફળતા મેળવી, સાબિત કરી ચુક્યા છે, કે બરાબર ના સોગઠા ગોઠવી પાસા ફેંકાય તો જીત નિશ્ચિત કરી શકાય છે,કેજરીવાલ ના રેકર્ડ બ્રેક ગુજરાત પ્રવાસ પણ ગવાહી પુરે છે કે કેજરીવાલ ને ગુજરાતમાં વર્ષ 2022 માં લણે તેવી ફસલ દેખાય છે. તેઓ માની રહ્યા છે કે કોંગ્રેસ ની નિષ્ક્રિયતા થી લોકો કટાળ્યા છે તો વળી ટીવી ચેનલો પર સતત મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ, જેવા મુદ્દાઓની ચર્ચા જોવા ઇચ્છુક લોકો,ધર્મ અને આસ્થા સાથે ભલે જોડાયેલ હોય પણ તેનાથી પેટ નથી ભરાતું તે અભણ લોકો પણ હવે સમજતા થયા છે. લોકો ના હાથમાં હવે એન્ડ્રોઇડ ફોન જેવું હાથવગુ સાધન ગુગલ સર્ચ એન્જીનમાં ઘણું બધું સમજાવતું થયું છે.અને આ બાબતનો લાભ લેવાની એક પણ તક તેઓ વર્ષ 2022ની ચૂંટણીમાં છોડવા માગતા નથી.અને હવે સ્થિતિ એવી બની છે કે તેમનો એક પગ દિલ્હી તો બીજો પગ ગુજરાત ભણી લંબાયેલ દેખાય છે  અને માટે જ હવે અને ભાજપ કેજરીવાલ પ્રવાસ અને રણનીતિને ગંભીરતાથી લઇ રહી છે. કેમકે હજુ થોડા વર્ષો પહેલાં જ દેશમાં લોકપાલ લાવવાની વાત સાથે અન્ના હજારે સાથે અનશન પર બેઠેલા તેમના આ શિષ્ય હવે ફક્ક્ડ ગિરધારી નથી. પણ બે - બે રાજ્યો માં સત્તા મેળવી,અન્યો જેમ ચૂંટણીફન્ડ મેળવતા દમદાર નેતા બન્યા છે.ગુજરાતમાં હાઇટેક શામિયાંના અને ભીંત પ્રચાર ચિત્રો, બેનરોમાં ડોકાતો ખર્ચો આ વાતની ગવાહી પુરી પાડે છે..

*કોંગ્રેસનો એતિહાસિક નિર્ણય... ધારો કે એકાદ છોડીને ગયો.. સાત થોડાં સાગમટે સામાપક્ષે જશે...?*

2017 ની ચૂંટણીમાં કોંગ્રેસનો લડાયક મૂડ જોવા મળ્યો હતો. કેમકે ત્રણ ત્રિદેવ જેવા યુવાનેતા ક્યાંક આગળ ના બારણે તો ક્યાંક પાછળના બારણે કોંગ્રેસના ટેકેદાર હતા. જેમાં ઠાકોર સમાજના લોકપ્રિય અને બાહુબલી નેતા અલ્પેશભાઈ ઠાકોરે જનતા રેડો કરી,હાકોટો બોલાવી,ઉત્તર ગુજરાત કબ્જે કર્યું હતું.તો વળી, પાટીદાર આંદોલનના હીરો હાર્દિક પટેલે પણ સીટીંગ સરકારને ચોંતરફથી ઘેરી કટઘરામાં ઉભી કરી આક્ષેપોનો મારો ચલાવતા પાટીદારો અને સરકારના વર્ષો જુના પ્રેમમાં પંચર પડ્યું હતું.બાકી ની રહી સહી કસર,હાલ આસામમાં કહેવાતા આઇટી એક્ટ ગુનામાં પકડાયેલ અને જમીન પર છૂટેલ, અને પુષ્પા સ્ટાઇલ થી કાર્યકારી પ્રમુખ બની હાલ જુકેગા નહીં સાલા.. કહેતા જીગ્નેશ મેવાણીએ પુરી કરી હતી.જીગ્નેશ મેવાણી પ્રત્યે નો કોંગ્રેસનો મોહ વડગામમાં સ્પષ્ટ થયો હતો. કોંગ્રેસે અહીં સીટીંગ વિધાયક મણિલાલ વાઘેલાને છેલ્લી ઘડી સુધી લટકાવી ટિકિટ જ ના આપી, એટલુંજ નહીં કોંગ્રેસે અહીં નાટકીય રીતે ઉમેદવાર જ ના ઉભો રાખ્યો અને અહીં થી યુવા દલિત નેતા જીગ્નેશ મેવાણીની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી થઇ..જોકે વીતેલા પાંચ વર્ષમાં સ્થિતિઓ બદલાઈ છે. ત્રિદેવ ગઠબઁધન પડી ભાગ્યું છે. અને એકલવ્ય જેમ જીગ્નેશ મેવાણી વગર સાથીદારો કે ગુરુ વિના 2022 માં કોંગ્રેસ બેઠી કરવા મઠામણ કરી રહ્યા છે.

અહીં સ્પષ્ટ કરવું પડશે કે.. દૂધનો બળેલ છાશ ફૂંકી પીએ તેમ કોંગ્રેસે ઇતિહાસ રચી ને, એક બે નહીં પણ સાત કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ, 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. જેમાં કોંગ્રેસે 182 બેઠકો ને આવરી લેતું પોતાનું જનસંપર્ક અભિયાન પણ શરુ કર્યું છે.

*ગુજરાતમાં જાતિવાદી વોટબૅંક, વિવિધ પક્ષના ચૂંટાયેલા નેતાઓ અને નિર્ણાયક મતો..*

ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી ભાજપ -કોંગ્રેસ ને છોડીને કોઈ ત્રીજો પક્ષ આવ્યો ખરી પણ ફાવ્યો નથી. અહીં 182 સીટો પર નજર કરીએ તો ગુજરાતમાં એક આંકડા મુજબ 12% વસ્તી પાટીદારોની છે. ગુજરાત ના વિકાસમાં પાટીદાર સમાજનો સિંહફાળો છે. અને માટે જ વર્ષ 2017 ની વિધાનસભા ની ચૂંટણીમાં જાહેર થયેલ પરિણામોમાં પાટીદારોના 51 ધારાસભ્યો ચૂંટાયા હતા.જે કોંગ્રેસ અને ભાજપમાં થી ચૂંટાઈ આવ્યા હતા. આ મોટો આંકડો સ્પષ્ટ કરે છે કે 182 બેઠકોમાં અને સરકારમાં પાટીદારોનું મોટુ યોગદાન છે. જયારે ગત 2017 ની ચૂંટણીમાં અનુસૂચિત જાતિની 13 અને અનુસૂચિત જનજાતિની 27 અનામત બેઠકો માં આ બન્ને જાતિઓની કુલ વસ્તી અંદાજિત 15.5% છે.આ કુલ 40 સીટોમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કુલ સરવાળામાં 18 કોંગ્રેસ જયારે અન્ય ભાજપ ને ફાળે ગઈ હતી.જયારે વડગામ બેઠકના અપક્ષ વિજેતા બનેલ જીગ્નેશ મેવાણી ના ફાળે એક બેઠક હતી જે હવે કોંગ્રેસ ની થઇ છે..

*વિપક્ષ પાસે,દાયકાઓથી નોકઆઉટ સરકારને ઘેરવાના મુદ્દાઓ...*

ગુજરાતમાં અંદાજિત 27 વર્ષથી ભાજપ સરકાર છે. અહીં વિપક્ષને ઘેરવા માટે કોંગ્રેસ અને હવે નવીસવી માર્કેટમાં આવેલ આપ પાસે બેરોજગારી,મોંઘવારી, શિક્ષણ,પેટ્રોલ-ડીઝલ ભાવવધારો, કહેવાતો ભસ્ટાચાર, મોંઘુ શિક્ષણ,નામશેષ થતાં નાના ઉદ્યોગો, કમરતોડ કરાવેરાઓ, ગામડાઓનો અલ્પવિકાસ, ખેડૂતોની પીડા, માલધારી સમાજ પીડા જેવા અનેક મુદ્દાઓ છે.જોકે આ મુદ્દાઓ પર પ્રજા સંવેદના ચૂંટણીમાં મતદાન મથક સુધી પહોંચતી નથી. જેનો ઉપાય આજ દિન સુધી વિપક્ષ શોધવામાં નિષ્ફ્ળ રહેતાં ભાજપ આજ ની સ્થિતિમાં ગુજરાત માં લોકપ્રિયતામાં કોંગ્રેસ અને આપ કરતા અનેકો ઘણી આગળ છે.જે જગજાહેર છે.

*રણનીતિ..! ભાજપે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા આખી સરકાર બદલી...છેલ્લે બે મન્ત્રીઓના ખાતા છીનવાયાં...*

ભાજપ ઈલેક્શન પહેલા દરેક પાસાઓ અને તેમાં પડતી ગેપનું માઈક્રોપ્લાનિંગ કરે છે.તો વળી, ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ચૂંટણી દરમિયાન અવનવું કરે   છે.જેમાં પીઢ નિરીક્ષકો પ્રજા નાડ પારખી વિધાનસભાઓમાં જઈ સ્થાનિક કાર્યકરોને સાંભળે છે.મોટાભાગે‌ સ્થાનિક કાર્યકરો દ્વારા આપવામાં આવતા નામ પર સર્વ સંમતિ સાધવાનો પાર્ટી કરતી હોય છે.વિધાનસભાના નિરીક્ષકો પાસેથી જે ઉમેદવારોના નામની યાદી આવે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર મોકલવામાં આવે છે. બોર્ડમાં જે નામ આવેલા હોય છે તેની અંદરથી સ્કુટીની કરી ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરી રાષ્ટ્રીય બોર્ડમાં મોકલવામાં આવે છે. જ્યાંથી વિધાનસભા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવે છે. આ ત્રણ નામની પેનલમાંથી જ કોઈ એક નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે. વર્તમાન ગુજરાત ભાજપની જો રાજનીતિની વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને હંમેશા પોતાની પ્રયોગશાળામાની છે અને તે જ કારણોસર ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવા માટે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે.જેનો દાખલો આપણે સહુએ હમણાં જ જોયો જેમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર સરકારને બદલી દેવાનો ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય એ ખૂબ લાંબી રાજકીય દ્રષ્ટિ કોડનો નિર્ણય હતો. ભાજપના સૂત્રો જણાવી રહેલા છે કે, પાર્ટી હવે આગામી 20 વર્ષ રાજનીતિ કરી શકે અને સત્તામાં રોજ રહે તે માટે સેકન્ડ કેડરના નેતાઓને સ્થાન આપી રહેલી છે અને તે જ કારણોસર ભુપેન્દ્ર પટેલ સરકારમાં સેકન્ડ કેડરના નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યું છે.આ જ સિલસિલો     જો અપડેટ્સ થાય તો હજુ ચૂંટણી પહેલા,લોકો સાથેના સંવાદ માં પાછળ રહેતા સીટિંગ વિધાયકો અને મન્ત્રીઓ,હું પણ કેબિનેટ મઁત્રી હતો તેના સંસ્મરણો કદાચ કોઈ ચા ની રેંકડી પર વાગોળતા જોવા મળે તો નવાઈ નહીં...

*કોર કમિટી ફેરફાર... અને પીએમની અગત્યની બેઠક..*

તાજેતરમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને અચાનક બોલાવાયેલ કોર કમિટી બેઠક સૂચક છે.કે પીએમ ગુજરાતનું ડીપ મોનીટરીગ કરી રહ્યા છે.કોર કમિટીમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ પક્ષ પ્રમુખ આરસી ફળદુ, પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરા સહિત છ સભ્યોને કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો તે પૈકી ના એકાદ બાદ કરતા  તમામ આ બેઠકમાં હાજર રહ્યા હતા.તો આ તમામ સભ્યોની સાથે કમલમમાં વડાપ્રધાન અધ્યક્ષ સ્થાનની યોજાયેલ દોઢ થી બે કલાક ની બેઠકમાં પીએમ દ્વારા કોર કમિટી ટીમને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાને કેટલીક ખાસ કાળજી લેવા સૂચનો પણ કર્યા હતા અને નક્કર આયોજન કરીને આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.

*ગુજરાતમાં કોઈ ગમે તેં કહે પણ..આજે પણ અડીખમ યોદ્ધા છે ભાજપ..*

ગુજરાતમાં ભાજપને રાજકીય અખાડામાં 2022 માં હરાવવું,લાઇમ લાઈટ માં આવેલ આપ માટે  'મુગેરિલાલ કે હસીન સપને ' જેવું છે. કેમકે દેશનો સહુથી લોકપ્રિય ચહેરો પ્રધાનમઁત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે. તો વળી કેન્દ્રીય ગૃહમઁત્રી અમિતશાહ પણ ગુજરાતી છે. શોલે ના ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન જેવી આ જોડી આજે પણ એવા અડીખમ યોદ્ધા છે. જે અજય છે.અને જે લોકશાહી ને વરેલ ભારત દેશ પર રાજ કરે છે.તેઓ માત્ર ગુજરાત નહીં પણ ભારત ના નાના મોટા અનેક પક્ષના નિત્ય થતા રાજકીય હુમલાઓમાં તમામ ને હરાવવામાં અને હંફાવવામાં અત્યાર સુધી સફળ રહ્યા છે.અને માટેજ,  તેમને અહીં હોમટાઉન ગુજરાતમાં મહાત આપવી સહેલી નથી.

*કેમ છો... મજામાં ને .? અહીં  પીએમ મોદી આટલુ સસ્મિત બોલતા , જ.. ચૂંટણી ટ્રેન્ડ બદલાઈ જાય છે.*

ગુજરાત માં નરેન્દ્રભાઈ મોદી નો પડ્યો બોલ આજે પણ ઝીલાય છે.ગુજરાત માં જયારે તેવો આવે છે.ત્યારે અચૂક તેઓ કેમ છો..? મજામાં ને.. ? બોલવાનું ચુકતા નથી,પીએમ ખબર અંતર ના અંતઃકરણના આ શબ્દો બોલ્યા.. ને જાણે સાક્ષાત ઈશ્વર દર્શન થયા હોય તેમ લાખો હાથ તેમને આવકારવા લહેરાતા દેખાય છે.આ મેગ્નેટિક પાવર, હિન્દી ભાષી કેજરીવાલ પાસે હજુ એટલો આવ્યો નથી કે તેં ગુજરાતમાં પજાબ જેવા પરિણામો લાવી શકે,

ગુજરાતમાં ભાજપનું સંગઠન ખુબજ વિશાળ છે. જેઓના દિલમાં હિન્દુત્વ અને રાષ્ટ્રપ્રેમનો રંગ આજે પણ શોળે કળાએ ખીલેલ દેખાય છે.પ્રદેશ, તેમજ જિલ્લા થી લઇ તાલુકા માળખામાં, વિવિધ મોર્ચાઓમાં ભાજપનું શ્રેષ્ઠ નેતૃત્વ સ્ટેન્ડ ટુ મોડમાં પ્રચાર પ્રસાર માં રહે છે. ભાજપ નું મીડિયા અને આઇટી તંત્ર આધુનિકતામાં સહુથી વધું એડવાન્સ છે. જે તેનો મોટો પ્લસ પોઇન્ટ છે. અને ખાસ ચૂંટણીમાં પ્રચાર તેમજ મતદારો ને છેક સુધી પોતાની તરફ જકડી રાખવાનો જુસ્સો ભાજપી કાર્યકર છેક મતદાન દિવસ સુધી, જાળવી રાખી,એક પણ વોટ એળે ના જાય તેની કાળજી રાખતો હોઈ, ભાજપ ધાર્યું પરિણામ લાવી શકે છે. જોકે આ જુસ્સો ચૂંટણી મધ્યે વિપક્ષમાં ઓસરતો જાય છે.આ તમામ બાબતો પણ ભાજપ ની ગુજરાત માં સફળતાનું મુખ્ય કારણ છે...







Post a Comment

0Comments
Post a Comment (0)