રીના પરમાર..
ટુડે ન્યુઝ ગુજરાતી ..
સરકારી અથવા ખાનગી ગર્લ્સ હોસ્ટેલોમાં ભણતા બાળકો અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીમાં બહાર આવ્યો છે અહીં શનિવારે મોડીરાતે 2.30 વાગ્યે હોબાળો થયો હતો.Chandigarh University એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગર્લ્સ હોસ્ટેલની એક છોકરીએ જ અન્ય 60 જેટલી છોકરીઓના ન્હાવાના સમયનો વીડિયો બનાવીને અન્ય યુવકોને મોકલી દીધો. આ યુવકોએ આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાઈરલ કરી દીધો છે.
પ્રાથમિક અહેવાલ મુજબ હોસ્ટેલમાં ભણતી બાળકીઓ મિત્રભાવે સાથે રમતા -ભણતા અને સ્નાન કરતા હોય છે.Chandigarh Universityહોસ્ટેલ જીવન મસ્તીભર્યું બનતું હોય છે જ્યારે આવા જ નિર્દોષ ભાવની મસ્તીમાં ચંદીગઠ ગર્લ્સ હોસ્ટેલમાં રહેનારી છોકરીઓ દ્વારા ઘણા સમયથી આ રીતે ન્હાવાના વીડિયો બનાવવામાં આવી રહ્યાં હતા. જૉ કે આ વિડિઓ આ વિધ્યાર્થીનીઓ ના ગ્રુપ પૂરતા માર્યાદિત હતા .જોકે કોઈ અન્ય યુવતીએ તે કોઈ સાથી છાત્ર ને આ વિડિઓ મોકલતા તેને બદમાશી કરી હતી અને વિડિઓ ઇન્ટરનેટ પર વાઇરલ થતા .આ વિદ્યાર્થીનીઓ ડરી ગઈ હતી.Chandigarh Universityઅને સામાજિક બદનામી થી હતાશ પણ થઇ હતી.આ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ તેમની પર આ બાબતને દબાવવા માટેનું દબાણ કરી રહ્યું છે. આ ઘટના પછી ભડકેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોડીરાતે કેમ્પસમાં દેખાવો કર્યા હતા. વાયરલ વીડિયોને લઈને 8 યુવતીઓ દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે.
વીડિયો બનાવનારી છોકરીને એક રૂમમાં પુરી દેવાઈ
આત્મહત્યાનો પ્રયત્ન કરનારી છોકરીઓને હાલ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ મનીષા ગુલાટીએ આ મામલાની નોંધ લીધી છે. તે ખાનગી યુનિવર્સિટીમાં જશે, તેમની સાથી ડીસી અને એસએસપી પણ હાજર રહેશે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેમણે આ ગંભીર બાબતની ફરિયાદ યુનિવર્સિટી મેનેજમેન્ટને કરી, જોકે અત્યાર સુધીમાં કઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. Chandigarh University એમ કહેવાઈ રહ્યું છે કે જે યુવતી પર અન્ય છોકરીઓનો વીડિયો બનાવીને વાઈરલ કરવાનો આરોપ છે, તેને હોસ્ટેલમાં એક રૂમમાં પુરી દેવામાં આવી છે.
વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો : ઇનપુટ
જોકે આ વિડિઓ MMS સ્વરૂપ પોસ્ટ કરતા ભયભીત 8 વિધ્યાર્થિનીઓ એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેનાથી કેમ્પસમાં હંગામો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડ્સે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો. પોલીસને તેની માહિતી આપવામાં આવી. ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટ્સે પોલીસની ગાડીઓને ઉધી વાળી નાંખી, તેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. સૂત્રોનો જણાવ્યા મુજબ જે યુવકે ઈન્ટરનેટ મીડિયા પર યુવતીઓને વીડિયો વાઈરલ કર્યો છે, તે શિમલાનો રહેનારો છે. ખાનગી યુનિવર્સિટીમાં છોકરીઓના બાથરૂમની અંદરથી વીડિયો બનાવતી આરોપી યુવતીને રંગે હાથે પકડી લેવામાં આવી છે.Chandigarh University જેનો વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. મોડીરાતે જ્યારે છોકરીઓએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો તો મેનેજમેન્ટ હલી ગયું હતું.હવે આ મામલે પગલાં અને તપાસ નો દોર શરુ થયો છે