પૂણેના રાજગુરુનગર વિસ્તારમાં શુક્રવારે 6 મહિનાની બાળકીનું ગંભીર અકસ્માતમાં મોત થયું છે. પૂણે-નાસિક હાઈવે ઉપર ખૂબ ઝડપથી બાઈક આગળ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવાના ચક્કરમાં બાઈક ફસડાઈ ગઈ હતી. બાઈકની પાછળ બેઠેલી મહિલાના ખોળામાં તેની 6 મહિનાની બાળકી લપસી જવાથી રોડ ઉપર પટકાઈ હતી અને ટ્રેક્ટરનું વ્હીલ તેના ઉપરથી નીકળી ગયું હતું. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ પૂરી ઘટના એક દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ ઉપરથી ખબર પડે છે કે બાઈક ટ્રેક્ટરને ઓવરટેક કરવાના ચક્કરમાં ફસડાઈ ગઈ હતી.