બોલિવૂડ સ્ટાઈલના ફેન્સી ડ્રેસમાં ગરબે ઘૂમવા તૈયાર ખેલૈયા, 350 થી 1500 સુધીના ભાડે કોસ્ચ્યુમનું એડવાન્સ બુકિંગ

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

બોલિવૂડ સ્ટાઈલના ફેન્સી ડ્રેસમાં ગરબે ઘૂમવા તૈયાર ખેલૈયા, 350 થી 1500 સુધીના ભાડે કોસ્ચ્યુમનું એડવાન્સ બુકિંગ

0

 


ત્રણ વર્ષ બાદ નવરાત્રીની ફરીથી અગાઉની જેમ ઉજવણી કરવામાં આવશે ત્યારે 2 વર્ષથી નિરાશ થયેલા ખેલૈયાઓ હવે ઉત્સાહ સાથે નવરાત્રી રમવા તૈયાર થઈ ચૂક્યા છે. દર વર્ષે નવરાત્રીમાં ગ્રૂપ સાથે ગરબા રમતા લોકો એક જેવા જ ટ્રેડિશનલ કપડાં પહેરે છે અને આ કપડાં ભાડેથી લાવે છે ત્યારે હજુ આ ટ્રેન્ડ યથાવત જ છે.


અનેક દુકાનોમાં ભાડે કપડાં આપવાનો વ્યવસાય

પાર્ટી પ્લોટ અને કલબમાં જ્યાં ગ્રૂપ સાથે ગરબા રમાતા હોય તે ખેલૈયાઓ ગ્રૂપમાં એક જ જેવા કપડાં પહેરે છે. આ કપડાં ભાડે લાવવામાં આવે છે. અમદાવાદમાં અનેક દુકાનો ભાડે કપડાં આપવાનો વ્યવસાય કરે છે. ભાડે કપડા આપવાનો સૌથી વધુ વેપાર નવલા નોરતામાં જ થતો હોય છે ત્યારે વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે સામાન્ય કરતા પણ 25 ટકા વધુ બુકિંગ થયું છે.કોરોનામાં ભાડે કપડાં આપતા વેપારીઓની હાલત કફોડી બની હતી

છેલ્લા 2 વર્ષ કોરોનાને કારણે નવરાત્રી શેરી ગરબા સુધી મર્યાદિત હતી. જેથી ભાડે કપડાં આપતા વેપારીઓની હાલત કફોડી બની હતી. મોટા વેપારીઓએ જેમતેમ કરીને ચલાવી પણ લીધું હતું. પરંતુ નાના વેપારીઓએ તો ધંધા જ છોડી દીધા હતા ત્યારે હવે ફરીથી નવરાત્રી રાબેતા મુજબ શરૂ થતા વેપારીઓને અગાઉ કરતા વધુ નફો કરીને 2 વર્ષમાં જે નુકસાન થયું તે વસૂલી શકાય તેવી આશા છે.


યુવકોના કેડીયાથી લઇને યુવતીઓની ચણિયાચોળી ભાડે

આ વર્ષે નવરાત્રીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી હવામાન વિભાગે વરસાદની શક્યતા નહિવત હોવાની આગાહી કરતા ખેલૈયાઓ પોતાના ગ્રૂપ સાથેના કપડાંનું એડવાન્સ બુકિંગ કરાવી આવ્યા છે. અત્યારે સૌથી વધુ યુવકોના કેડીયાથી લઇને યુવતીઓની ચણિયાચોળી ભાડે જઇ રહી છે. 350 રૂપિયાથી લઈને 1500 રૂપિયા પ્રતિ દિનનું ભાડું રાખવાના આવ્યું છે. દરેક ગ્રૂપ તમામ દિવસના અલગ અલગ કપડાં બુક કરાવે છે. આ ઉપરાંત ટ્રેડિશનલ કોટી, બ્લેઝર, યુવતીઓના કેડીયા, પાઘડી, ધોતી સહિતના કપડાં પણ ભાડે લોકો લઈ જાય છે.

Post a Comment

0Comments
Post a Comment (0)