રીના પરમાર /ટુંડે ન્યુઝ ગુજરાતી
ક્વિબેક, તા. ૧૮
આ બાળકોને 'રેટીનાઇટિસ-પિગમેન્ટોસા' થયો છે blind જેમાં આંખની કીકી (રેટીના) ઉપર 'પિગમેન્ટસ' છવાઈ જાય છે. સમગ્ર વિશ્વમાં જ્વલ્વે જ થતો રોગ 'રેટીનાઇટિસ-પિગમેન્ટોસા' આ પરિવારના 4 માંથી 3 બાળકોને છે
આ દુઃખદાઈ ઘટના બાદ પરિવારે પોઝેટિવ નિર્ણય કર્યો.કે અઁધાપો હાવી થાય તે પહેલાં ચાલો નયનરમ્ય દુનિયા જોઈ લઇએ.અને તે બાદચાર બાળકો અને માતા-પિતાનું છ વ્યક્તિઓનું એક કુટુમ્બ 'વર્લ્ડ-ટૂર' પર નીકળ્યું છે.blind આ બાળકોને 'રેટીનાઇટિસ-પિગમેન્ટોસા' છે. જેનાથી નજીક ના સમયમાં તેઓ કાયમી અંધ બનશે.કેમ કે ૪ માંથી જે ૩ બાળકોની કીકી ઉપર પિગમેન્ટસ છવાઈ જાય અને તેથી તેઓ તદ્દન દ્રષ્ટિ હીન થઈ જાય તે પૂર્વે તેમને દુનિયા દેખાડવાની છે કે જેથી તેઓ 'વિશ્વદર્શન'ની યાદ મનમાં રાખી શકે. જોકે તેમના ૯ વર્ષના પુત્ર લીયોને આ રોગ નથી.
સૌથી વધુ દુઃખદ વાત તે છે કે, આ તબક્કે તો તે રોગનો કોઈ ઉપાય જ નથી.blind પરંતુ તે પૈકી સૌથી વરિષ્ઠ મિયા તો જાણે જ છે કે તે ૩૦ વર્ષની થશે ત્યાં સુધીમાં તે સંપૂર્ણ અંધ થઈ જશે. આથી તેમના માતા એડીથ લેમે અને પિતા સેબાસ્ટિયન પેલ્વેટીયરે 'વિશ્વદર્શન' નો આ નિર્ણય લીધો હતો.
એડીયે પત્રકારોને જણાવ્યું હતું કે, મેં વિચાર્યું કે, હું તેમને 'હાથી' માત્ર પુસ્તકમાં જ દેખાડવા માગતી ન હતી. તેમને હું સાચો હાથી દેખાડવા માગું છું અને નજરે જોયેલી ચીજોને તેઓ યાદદાસ્તમાં સંગ્રહી રાખે તેમ ઈચ્છું છું. blind હું તેઓને દુનિયાની સૌથી સુંદર ચીજોની તસવીર યાદદાસ્તમાં ઉતારવા માગું છું.
આ રોગનું નિદાન થતાં અમોને ઘણી જ ઉતાવળ આવી ગઈ. તેમ કહેતા સેબાસ્ટીને સીએનએનને જણાવ્યું હતું કે, ઘરમાં પણ ઘણું કામ કરવાનું હતું. blind પરંતુ મુસાફરીથી વધુ કશું જ સારૂં નથી. તેથી માત્ર કુદરતી દ્રશ્યો જ જોવા મળતા નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિઓ વિષે પણ જાણવા મળે છે. અમે આશા રાખીએ છીએ કે, છ મહિનામાં અમે કિવબેક પાછાં ફરીશું. તેઓ જુલાઈ ૨૧માં પૂર્વ કેનેડાથી નીકળ્યાં હતાં. માર્ચ-૨૨થી નામિબીયાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી શરૂ કરી હતી. તેઓ પછી મોંગોલિયાથી ઈન્ડોનેશિયા ગયા.blind મોંગોલિયામાં બાળકોએ ઘોડેસ્વારીનો આનંદ લીધો, અને એક ઊંટ પર બેસી જ્યુસ પણ પીધો.
આ કુટુમ્બ તેમનાં સગાં સંબંધીઓ અને મિત્રોને તેમની મુસાફરીથી સતત માહિતગાર રાખે છે blind સાથે તેવી આશા પણ રાખે છે કે વિજ્ઞાાન આ રોગનો ઉપાય શોધી કાઢશે અને તેમનાં બાળકો અંધાપામાંથી બચી જશે.