ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે, ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગુહાઈ જળાશયમાં 5900 કયુસેક પાણીની આવક

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે, ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગુહાઈ જળાશયમાં 5900 કયુસેક પાણીની આવક

0


 

ચોમાસાની સીઝનમાં પહેલીવાર ભારે ગાજવીજ સાથે જિલ્લામાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો. સૌથી વધુ ખેડબ્રહ્મામાં 6 ઇંચ સને સૌથી ઓછો તલોદ અને પોશીનામાં પોણો ઇંચ વરસાદ નોધાયો છે. તો ખેડબ્રહ્મામાં વરસાદને લઈને હરણાવ નદી અને ઈડરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. તો હિંમતનગરની હાથમતી નદીમાં પણ પાણીની આવક થઇ છે. જ્યારે ગુહાઈ જળાશયમાં 5900 કયુસેક પાણીની આવક ચાલી રહી છે.


ખેડબ્રહ્મામાં રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 5 ઇંચ અને 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડબ્રહ્મામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ખેડબ્રહ્માથી 3 કિમી દુર આવેલ વાસણા ગામ પાણમાં તરબતર થયું હતું. તો રાત્રી દરમિયાન ખેડબ્રહ્મામાં વરસાદ અને વીજળીના કડાકા થવાને લઈને વીજપ્રવાહ બંધ થયો હતો. જે વહેલી સવારે પૂર્વવત થયો હતો. વિજયનગરના હરણાવ જળાશયમાં પાણીની આવકને લઈને 150 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ વરસાદી પાણી અને જળાશયના પાણીને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. તો હિમતનગરની હાથમતી નદીમાં પાણી આવ્યું છે. તો મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ પર પાણી ભરાયા છે.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 54 મિમી, ખેડબ્રહ્મામામાં 155 મિમી, તલોદમાં 20 મિમી, પ્રાંતિજમાં 34 મિમી, પોશીનામાં 21 મિમી, વડાલીમાં 47 મિમી, વિજયનગરમાં 65 મિમી અને હિંમતનગરમાં 31 મિમી વરસાદ નોધાયો છે. ચોમાસાની સીઝનનો જીલ્લામાં સરેરાશ 125 ટકા વરસાદ થયો છે. તો 8 તાલુકામાં સૌથી વધુ વડાલી તાલુકામાં 144 ટકા થયો છે. અને જો સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો પ્રાંતિજ તાલુકામાં 83 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ વરસાદની વાત કરીએ તો ઇડરમાં 138 ટકા, ખેડબ્રહ્મા 134 ટકા, તલોદમાં 85 ટકા, પોશીના 141 ટકા, વિજયનગર 137 ટકા અને હિંમતનગરમાં 140 ટકા વરસાદ થયો છે. જીલ્લામાં 24 કલાકમાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ વરસવાને લઈને ગુહાઈ જળાશયમાં પાણી આવક 5970 ક્યુસેક ચાલી રહી છે. જેને લઈને ગુહાઈ જળાશય 88 ટકા ભરાયો છે. 24 કલાકમાં જળાશયમાં 3 ટકાનો વધારો થયો છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)