ગુજરાત ઇલેક્શન ૨૦૨૨ માં ,બુકીબજારમાં જબરદસ્ત ‘ગરમાવો’ |
રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ ભલે ગુજરાત રાજ્યમાં સટ્ટો રમવું ગુનો બને છે.કેમકે આ બાબતે કાયદો અમલમાં છે.આ કાયદાનું નામ “બોમ્બે પ્રિવેન્શાન ઓફ ગેમ્બલિંગ એક્ટ ” છે. આ કાયદો મૂળ બોમ્બનો છે પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા બાદ કાયદાને ગુજરાતમાં પણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવેલ છે અને હાલમાં સુધારા વધારા સાથે આ કાયદો “જુગાર પ્રતિબંધક અધિનિયમ” તરીકે ઓળખાય છે.-Gujarat Election Bookie Price
જોકે આ તો થઈ કાયદાની વાત પણ ટી-20 વર્લ્ડકપની સાથે સાથે હવે સટોડિયાઓને ‘ખેલવા’ માટે વધુ એક સટ્ટો મળી ગયો છે.કેમકે ગુજરાત માં વિધાનસભા ની ચુંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે.-Gujarat Election Bookie Price
ગુજરાત ચૂંટણીમાં સટ્ટો બજાર હાઈલાઇટ્સ!
- ચૂંટણીની જાહેરાત થતાં જ બુકીઓએ પોતપોતાની રીતે ઉમેદવારોના નામ નક્કી કરી સટ્ટો લેવાનું શરૂ કરી દીધું
- બુકીબજારમાં જબરદસ્ત ‘ગરમાવો’: બુકીબજારના મતે ગુજરાતમાં ભાજપ 134, કોંગ્રેસ 22 અને આમ આદમી પાર્ટી 17 બેઠકો પર જીતશે
- આજથી જ મોબાઈલ આઈડી ઉપર સટ્ટો લેવાનું શરૂ: દિવસો પસાર થતાં જશે તેમ તેમ સીટમાં મો વધારો-ઘટાડો થતો જશે
- ગુજરાતના ઈતિહાસમાં ભાજપે ક્યારેય ન જીતી હોય એટલી બેઠકોનો ભાવ ખોલાયો હોય ‘લગાડવા’ કે ‘ખાવા’ ? પંટરો પણ મુંઝવણમાં ! અનેક પંટરોએ કોંગ્રેસને 22થી વધુ બેઠકો મળશે તેના પર પૈસા લગાવી પણ દીધા !!-Gujarat Election Bookie Price
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસારનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. એકમાત્ર આમ આદમી પાર્ટીને બાદ કરી નાખવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોને લઈને પત્તા ખોલવામાં આવ્યા ન હોવાથી જબદરસ્ત રોમાંચ વ્યાપી જવા પામ્યો છે.-Gujarat Election Bookie Price
ત્યારે બીજી બાજુ બુકીબજાર પણ ઉમેદવારોની પસંદગીને લઈને સટ્ટો રમાડી લેવા માટે તત્પર હોય ત્યારે કયો પક્ષ કેટલી બેઠક જીતશે તેના ભાવ ખોલવાની સાથે જ ફલાણા ઉમેદવારને ટિકિટ મળશે કે નહીં તેને લઈને સટ્ટો રમાડવાનું શરૂ કરી દીધું હોવાનો ગણગણાટ અત્યારે બુકીબજારમાં સાંભળવા મળી રહ્યો છે.-Gujarat Election Bookie Price
વિધાનસભા ચૂંટણી માટે પહેલાં તબક્કા માટે આવતીકાલથી ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થશે.જે 14 નવેમ્બર સુધી ચાલનાર હોવાથી બુકીઓ દ્વારા આજથી પોતાની રીતે ઉમેદવારોના નામ નક્કી કરીને તેના નામ ઉપર સટ્ટો લેવાઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે રાજકોટની એક બેઠક ઉપર બુકી દ્વારા ત્રણથી ચાર નામ નક્કી કરવામાં આવે છે અને તે પ્રમાણે ભાવ ખોલવામાં આવે છે. જે ઉમેદવારને ટિકિટ મળવાની શક્યતા વધુ હોય તેનો ભાવ અત્યંત નીચો મતલબ કે પંટરને ઓછા રૂપિયા મળે છે.અને જેને ટિકિટ મળવાની શક્યતા ઓછી હોય તેનો ભાવ ઉંચો ખોલવામાં આવ્યો છે.-Gujarat Election Bookie Price
હવે કોઈ પંટર દ્વારા ચારમાંથી એક ઉમેદવાર ઉપર પૈસા લગાડવામાં આવે અને તે જ ઉમેદવારને ટિકિટ મળે તો પંટરને નક્કી કરાયેલા ભાવ પ્રમાણે બુકી પૈસા ચૂકવે છે.અને પંટરે જેના નામ ઉપર પૈસા લગાવ્યા હોય તેને ટિકિટ ન મળે તો પંટરે બુકીને પૈસા ચૂકવવાના હોય છે. આ રીતે બુકીઓ દ્વારા ઉમેદવારોના નામને લઈને સટ્ટો રમાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.જો કે આ પ્રકારનો સટ્ટો મૌખિક રીતે જ રમાડાઈ રહ્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે.-Gujarat Election Bookie Price
જ્યારે ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠક જીતશે તેનો ભાવ બુકીઓ દ્વારા મોબાઈલ આઈડી ઉપર ખોલી નાખવામાં આવ્યો છે. આ પ્રમાણે ગુજરાતમાં ભાજપ 132થી 134 બેઠક જીતી શકશે છે. મતલબ કે જો કોઈ પંટર એમ કહીને 10,000 રૂપિયા લગાવે કે ભાજપ 134 બેઠક જીતી જશે અને જો ભાજપ આટલી બેઠક જીતી જાય તો પંટરને 10,000 રૂપિયા મળે છે અને જો ભાજપ 133 બેઠક જીતે છે તો પંટરે બુકીને 10,000 રૂપિયા ચૂકવવાના થશે.-Gujarat Election Bookie Price
ભાજપના નામે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વધુમાં વધુ 127 બેઠકો જીતવાનો રેકોર્ડ છે ત્યારે બુકીઓ દ્વારા તેના કરતાં પણ વધુ બેઠકો જીતવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું હોવાથી અત્યારે પૈસા લગાડવા કે નહીં તેની ગડમથલમાં પંટરો મુકાઈ જવા પામ્યા છે તો અમુક શાણા પંટરો અત્યારથી જ પૈસા લગાડતાં થઈ ગયા છે.-Gujarat Election Bookie Price
આવી જ રીતે બુકીબજારમાં કોંગ્રેસ 22 અને આમ આદમી પાર્ટી 17 બેઠકો જીતશે તેવું અનુમાન વ્યક્ત કરીને ભાવ ખોલવામાં આવ્યા છે. આ રીતે જોવા જઈએ તો અનેક પંટરો એવા છે જેઓએ ગાંઠ બાંધી લીધી છે કે કોંગ્રેસ 22થી વધુ બેઠકો જીતશે જ...આવા પંટરો અત્યારથી જ કોંગ્રેસ ઉપર પૈસા લગાવતાં થઈ ગયા છે.Gujarat Election Bookie Price
ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠાના થરાદ, દિયોદર ,ધાનેરા તેમજ પાલનપુર તથા મહેસાણા અને પાટણ, વડોદરા, ઊંઝા તથા દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી ક્રિકેટ સટ્ટા માટે કુખ્યાત છે જ્યારે ઉત્તર ગુજરાતના બુકીઓ વર્લ્ડ ફેમસ છે. ઘણા ગામના યુવકો IPLની મેચ દરમિયાન ગમે ત્યારે સવાલ પૂછવામાં આવે કે શું કરો છો? તો તેમનો એક જ જવાબ મળે કે, હમણાં મેચ ચાલે છે અને તેના સટ્ટાનું કામકાજ ચાલી રહ્યું છે.Gujarat Election Bookie Price
બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા,શાંતિ પૂર્ણ રીતે ઇલેક્શન યોજાય તે માટે એકશન મોડમાં.-Gujarat Election Bookie Price
ગુજરાતમાં કાયદા મુજબ કડક આચાર સંહિતા અમલમાં છે.ત્યારે દારૂ સેવન કે વેચાણ તેમજ ક્રિકેટ ,અથવા ઈલેકશન લગતા સટ્ટા કે કોઈ અન્ય રીતે સટ્ટો રમતાં અથવા રમાડ્તા તત્વો સામે,અમો કાયદા મુજબ કડક પગલાં લેવા સતત મોનીટરીંગ કરી રહ્યા છીએ.નાગરિકોને પણ અપીલ કે,જો કોઈ આ પ્રકારની માહિતી મળે તો તુરત નજદીકના પોલીસ મથકનો સંપર્ક કરવો,જેથી આવી પ્રવૃત્તિ પ્રવતમાન કાયદા મુજબ અટકાવી સકાય.-Gujarat Election Bookie Price
ઉધારમાં સટ્ટો બંધ ! રોકડ હોય તો રમી શકાય,હારેલા પૈસા ન આપતા હોય નવી સ્ટ્રેટેજીસ-Gujarat Election Bookie Price
થોડા વર્ષો પહેલાં મેચનો સટ્ટો રમવો હોય તો કોઇ જામીનદાર હોય તેનો જ બુકી સટ્ટો લેતો હતો. ઉપરાંત સટ્ટો રમાયાના બીજા દિવસે પૈસાની લેણ-દેણ થતી હતી. જેમાં સંખ્યાબંધ લોકો હાર્યાબાદ પૈસા ચૂકવતા ન હતા. ઉપરાંત સટ્ટાના ભાવ બોલવામાં પણ ઉચ-નીચ રહી જતી હતી. ત્યારે હવે સોફ્ટવેર(ID) મારફતે જ સટ્ટો રમાય છે. જેથી જેને સટ્ટો રમવો હોય તેણે ID લેતી વખતે જ જેટલા પૈસાનો સટ્ટો રમવો હોય તેટલા પૈસા પહેલાં જ બુકીને જમા કરાવી દેવાના હોય છે અને IDમાં જેટલા પૈસા હોય તેટલાનો જ સટ્ટો તે રમી શકે છે.-Gujarat Election Bookie Price
આ ખબર છે ? સોફ્ટવેરમાં મેચના જ 210 જાતના સટ્ટા-Gujarat Election Bookie Price
મેચના સટ્ટા માટે જુદા જુદા બુકીના જુદા જુદા સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેમાં 210 જાતના મેચના સટ્ટા રમાય છે. વર્લ્ડ-7777, સ્કાય, ડાયમંડ સહિતના ઢગલાબંધ સોફ્ટવેર છે. જેમાં પહેલી ઓવરના રનનો અંદાજ, કયો બોલર કેટલી વિકેટ લેશે, સેશન્સ, વિકેટનો ભાવ, દરેક ઓવર અને દરેક બોલે સટ્ટા રમાય છે.-Gujarat Election Bookie Price
ગુજરાતમાં જુગારનો કાયદો શું છે? અને જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય છે? જાણો સંપૂર્ણ માહિતી.-Gujarat Election Bookie Price
અવારનવાર પેપરમાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે જેમાં શકુની પકડાયા વગેરે જેવા મથાળા નીચે સમાચાર છાપેલા હોય છે. જુગાર રમવાના કેસમાં પોલીસની કરજો અને સત્તાઓ શું હોય છે તેની સામાન્ય માણસોને જાણકારી ન હોવાના કારણે પોલીસ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે અથવા માર મારવામાં આવતો હોય છે. આજે આપણે જાણીશું જુગારના કાયદાની જાણકારી.
શું છે આ કાયદો? :- -Gujarat Election Bookie Price
જુગારનો કાયદો વર્ષ-૧૮૮૭ માં બનેલો છે. આ કાયદાનું નામ “બોમ્બે પ્રિવેન્શાન ઓફ ગેમ્બલિંગ એક્ટ ” છે. આ કાયદો મૂળ બોમ્બનો છે પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા બાદ કાયદાને ગુજરાતમાં પણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવેલ છે અને હાલમાં સુધારા વધારા સાથે આ કાયદો “જુગાર પ્રતિબંધક અધિનિયમ” તરીકે ઓળખાય છે.
જુગાર એટલે શું ? :- -Gujarat Election Bookie Price
આ કાયદાની કલમ -૩ માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કોઈ હરીફાઈમાં હોવ કે શરત લગાવવી, કે આંકડાઓનો હારજીતનો, આંખ ફરકનો જુગાર રમવો વગેરે વ્યક્તિ આ કાયદા મુજબ ગુનો કરે છે.જુગારા રમવામાં બે પ્રકારના કેસ થાય જેમાં કાયદા પ્રમાણે બે અલગ અલગ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે.-Gujarat Election Bookie Price
કલમ ૧૨(અ) મુજબ કોઈ ખુલ્લી જગ્યામાં , જાહેર રોડ ઉપર અથવા જાહેર જગ્યામાં કે ઝાડ નીચે, ખૂલી અગાસી પર કે અન્ય જાહેર જગ્યા પર જુગાર રમે તેને પોલીસ વગર વોરંટે પકડી શકે છે. ટૂંકમાં કહીએ તો ચાર દીવાલની બાર ગમે ત્યાં જુગાર રમો તો જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ-૧૨(અ) મુજબ પોલીસ પકડી શકે છે.-Gujarat Election Bookie Price
કલમ ૪ અને ૫ મુજબ કોઈ વ્યક્તિ બંધ રૂમમાં કે ચાર દીવાલની વચ્ચે જુગાર રમે તો જુગાર રમવાવાળાને અને જેનું મકાન કે મિલકત હોય તે બંને ઉપર જુગારનો કેસ લાગુ પડી શકે છે.-Gujarat Election Bookie Price
કલમ-૬(એ) મુજબ જુગાર રમતા કે રમાડતા જે વ્યક્તિ પકડાયા એ પોતાનું નામ જણાવવાની ના પાડે કે ખોટું નામ જણાવે કે અધૂરું નામ સરનામું જણાવે તો કોર્ટમાં સાબિત થયે ૧૦૦ રૂપિયાનો દંડ થાય છે.-Gujarat Election Bookie Price
ખાસ અગત્યની એક જોગવાઈ એ જાણવી જરૂરી છે કે આ કાયદાની કલમ ૯ મુજબ કોર્ટમાં જુગાર રમવાનો ગુનો સાબિત કરવા માટે પૈસા વડે જ જુગાર રમતા હતા એવું સાબિત કરવું જરૂરી નથી, મતલબ કે કલમ-૯ મુજબ પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે.-Gujarat Election Bookie Price
જુગાર રમવાની સજા કેટલી?-Gujarat Election Bookie Price :-
જુગારનો કેસ કોર્ટમાં સાબિત થાય અથવા આરોપી કોર્ટમાં ગુનો કબુલ કરી તો પ્રથમ વખતના ગુના માટે ૫૦૦ રૂપિયા દંડ અને વધુમાં વધુ મહિના કેદની સજાની જોગવાઈ છે. તેમજ જો બીજીવારનો ગુનો હોય તો ૬ મહિના કેદની સજા અને ૨૦૦ રૂપિયા દંડ ની જોગવાઈ છે.-Gujarat Election Bookie Price
જુગારના કેસમાં જામીન મળી શકે-Gujarat Election Bookie Price? :-
કલમ-૧૨(અ) મુજબ ખુલ્લામાં જુગાર રમવો કે કલમ ૪ અને ૫ મુજબ બંધ મકાનમાં જુગાર રમવા બંને ગુનાઓ જામીપાત્ર ગુનાઓ છે એટલે જુગાર રમવા કેસમાં વધુમાં વધુ ૨૪ કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે અને પોલીસે પણ ૨૪ કલાકમાં જામીન આપવાજ પડે છે. ૨૪ કલાકથી વધુ સમય રાખી શકે નહી જુગારના કેસમાં પકડાયેલા આરોપીને પોલીસ માર મારવાની સત્તા નથી.જુગાર રમતા પકડાયેલા વ્યક્તિને માર મારવામાં આવે તો પોલીસ સામે કોર્ટમાં કે ઉપરી અધિકારીને લેખિતમાં ફરીયાદ કરી શકાય છે. ટૂંકમાં જુગારના કેસમાં પોલેસ સ્ટેશનથી જ જામીન મળે એ કાયદો છે.તેમજ પોલીસ માર મારી શકે નહીં.-Gujarat Election Bookie Price