કોંગ્રેસના ગોવાભાઈ દેસાઈ બાહુબલી સ્ટાઈલમાં પુત્ર સંજય દેસાઈ ને ટિકિટ અપાવવા સફળ બન્યા |
રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /ડીસામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સંજય રબારીને ટીકીટ આપતાં કોંગ્રેસના અન્ય ટિકિટના દાવેદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.જેમાં જિલ્લા કોંગ્રેસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપ્યા હતા.જેમાં વ્યવસાયે વકીલ અને પૂર્વ જિલ્લા પંચાયત દેલિગેટ એવા પોપટજી દેલવાદિયા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા .જોકે પોપટજી ના આ રુદન માં ડીસા કોંગ્રેસ ના ૧૫ આગેવાનો જોડાયા હતા અને જિલ્લા પ્રમુખ ને સામૂહિક રાજીનામા ધર્યા હતા.-Discontent of Congress workers
બનાસકાંઠા ની ડીસા વિધાનસભામાં સતત આઠ વખત કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડેલ ડીસા પૂર્વ વિધાયક ગોવાભાઈ દેસાઈ પાંચ વખત હાર્યા હતા અને ત્રણ વખત જીત્યા હતા.જોકે 2022 ની હાલની ચૂંટણીમાં તેઓએ પુનઃ તાકાત લગાવી પોતાના પુત્ર સંજય દેસાઈ ને ટિકિટ અપાવવામાં સફળતા મેળવતાં કોંગ્રેસ તરફે ટિકિટ લડવા ઇચ્છુક આગેવાનો નો રોષ ફાટી નીકળ્યો હતો જેમાં કોંગ્રેસનાના 15 હોદેદારોએ બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલય આવીને રાજીનામુ આપ્યું હતું-Discontent of Congress workers
જૂના કોંગ્રેસ કાર્યકર પોપટજી દેલવાડીયા ,કે જેઓ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય છે.શું કહી રહ્યા છે આવો જોઈએ...-Discontent of Congress workers
તો વળી અન્ય કોંગ્રેસ આગેવાન વિપુલભાઈ શાહ ,કે જેઓ પૂર્વ ડીસા નગરપાલિકા પ્રમુખ હતા તેઓએ પણ પોતાના નિવેદનમાં આ સગાવાદ પર પ્રહાર કર્યા હતા.-Discontent of Congress workers
જ્યારે રબારી સમાજના આગેવાન નરસિંહ દેસાઈ ,કે જેઓ યુવા ડીસા કોંગ્રેસ સંભવિત દાવેદાર હતા તેમણે પણ રોષ ઠાલવ્યો હતો -Discontent of Congress workers
આ રોષ અને દેખાવો માં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડીયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ ,કોંગ્રેસ અગ્રણી નરસિંહ દેસાઈ ,પોપટ દેલવાડિયા સહિત 15 આગેવાનો એ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી પોતાનું રાજીનામું ધર્યું હતું..અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાભાઈને કોંગ્રેસે 8 વખત ટીકીટ આપી અને હવે તેમના પુત્રને ટીકીટ આપતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો જોકે રાજીનામુ આપેલ આગેવાનો અન્ય કોઈ પક્ષમાં નહિ જોડાય તેવી જાહેરાત પણ કરી હતી .-Discontent of Congress workers
જોકે કોંગ્રેસ ના આંતર કલહ થી આમ આદમી અને ભાજપ ગેલમાં છે..-Discontent of Congress workers
આ વિવાદ થી કોંગ્રેસ છાવણીમાં સોપો છે.આગેવાનો રાજીનામા આપ્યા બાદ હવે યુવા કોંગ્રેસ આગેવાન અને ડીસા કોંગ્રેસ ઉમેદવાર સંજયભાઈ દેસાઈ માટે પ્રથમ કાર્યકરો સાથે સંકલન મુખ્ય પ્રશ્ન છે.ત્યારે તેમના અત્યાર સુધી બાહુબલી સાબિત થયેલ તેમના પિતા ગોવાભાઈ દેસાઈ આ નવીન વિરોધ ના આ વંટોળ ને કેવી રીતે રોકવામાં સફળ થશે તે જોવું રહ્યું.