પોલીસે બે યુવકની ધરપકડ કરી, આરોપીઓએ સપનું અને બલિની કહાની જણાવી

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પોલીસે બે યુવકની ધરપકડ કરી, આરોપીઓએ સપનું અને બલિની કહાની જણાવી

0

 


દિલ્હીમાં બે યુવકે 6 વર્ષના બાળકનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. આ ઘટના શનિવારે રાત્રે લોધી કોલોની વિસ્તારમાં CRPF હેડક્વાર્ટરની કન્સ્ટ્રક્શન સાઈટ પર બની હતી. આરોપીએ હત્યા કરતાં પહેલાં ગાંજો પીધો હતો. આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો છે અને પોલીસને સપનું, શિવ અને બલિની કહાની સંભળાવી હતી. અંધશ્રદ્ધાને કારણે આરોપીઓએ માસૂમને મોતને ઘાટ ઉતાર્યો હતો.

પોલીસે જે બે યુવકની ધરપકડ કરી છે તેમનાં નામ વિજય અને અમન છે. બંને બિહારના વતની છે અને કન્સ્ટ્રક્શન સાઈટ પર સિમેન્ટ કટરનું કામ કરે છે. હત્યા કરાયેલા બાળકનું નામ ધર્મેન્દ્ર છે. ધર્મેન્દ્રના પિતા અશોક પણ મજૂર છે. તે યુપીના બરેલીના વતની છે.

જે કન્સ્ટ્રક્શન સાઈટ પર બધા કામ કરતા હતા ત્યાં રાત્રે ભજન ચાલતા હતા, જેમાં મહિલાઓ અને અશોક પણ સામેલ હતાં. આરોપી વિજય ગાંજો પીને અહીં પહોંચ્યો હતો. તેણે શિવની પૂજા માટે ધૂપ માગ્યો, પરંતુ મહિલાએ ના પાડી દીધી હતી. ત્યાર બાદ તે પોતાની ઝૂંપડપટ્ટીમાં પાછો જતો રહ્યો હતો.


વિજયે પોલીસને જણાવ્યું હતું કે અમે શિવનો પ્રસાદ ખાધો હતો. આ પછી તેમને સપનું આવ્યું કે ભગવાન શિવ બાળકની બલિ માગી રહ્યા છે. 6 વર્ષીય ધર્મેન્દ્ર રાત્રે લગભગ સાડા દસ વાગે એકલો દેખાયો. માસૂમ બાળક આરોપી વિજય અને અમનને ઓળખતો હતો. આનો ફાયદો ઉઠાવીને આરોપી માસૂમને તેમની ઝૂંપડપટ્ટીમાં લઈ ગયા હતા. બાદમાં ત્યાં છરી વડે બાળકનું ગળું કાપી નાખ્યું હતું.


હથિયારો મળી આવ્યાં, આરોપીઓની ધરપકડ

ફોરેન્સિક ટીમે હત્યામાં વપરાયેલી બંને છરીઓ કબજે કરી લીધી છે. બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાળકના પિતા અશોકે પોલીસને જણાવ્યું હતું કે ભજન દરમિયાન ધર્મેન્દ્ર લાંબા સમય સુધી દેખાયો નહોતો. એ બાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આરોપીઓની ઝૂંપડપટ્ટી પાસે લોહીના છાંટા જોવા મળ્યા હતા. ખટખટાવતા આરોપીએ દરવાજો ખોલ્યો નહોતો. જ્યારે અશોકે બળજબરીથી દરવાજો ખોલ્યો તો જમીન પર ધર્મેન્દ્રનો મૃતદેહ પડ્યો હતો.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)