'મુરતિયાં' નહિ 'મુખ્યમંત્રી' ઠાકોર હશે,કોંગ્રેસે કર્યો છે વાયદો 'vot for congress' : નવઘણજી ઠાકોર -CM THAKOR

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

'મુરતિયાં' નહિ 'મુખ્યમંત્રી' ઠાકોર હશે,કોંગ્રેસે કર્યો છે વાયદો 'vot for congress' : નવઘણજી ઠાકોર -CM THAKOR

0
નવઘણજી ઠાકોર,પ્રમુખ,અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ 

રીના પરમાર ટુડે/ન્યુઝ ગુજરાતી ગુજરાતના રાજકારણમાં નવઘણજી ઠાકોર સમાજનું રાજકીય કદ વધતું જાય છે.સાથે તેમની આક્રમકતા પણ તેમની ઓળખ બનતી જાય છે.તો બીજી તરફ તેમની આ આક્રમકતા જોતા અનેક ઠાકોર આગેવાનો તેમને અલ્પેશ ઠાકોર નો પર્યાય માની રહ્યા છે 

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ના ગુજરાત પ્રમુખ નવઘનજી



જોકે આ બન્ને નેતાઓની વિચારસરણી ૨૦૧૭ સુધી એક મંચ જેવી હતી.અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં રહેતા રાધનપુર બેઠક પરથી જીત્યા હતા.જોકે સમય બદલેગા ઓર યુગ બદલાય જેમ હવે ૨૦૨૨ માં ભાજપમાં જઈ સ્થાઈ થયા છે.અહી ભાજપે પેટાચૂંટણીમાં તેમને તક પણ આપી રાધનપુર લડાવ્યા પણ તેઓ હાર્યા.આ ભૂતકાળ ને ભૂલી તેઓ પુનઃ ત્રીજી વાર ભાજપ તરફ રાધનપુરથી ઊભા રહેવા હાલથી હુંકાર કરી રહ્યા છે.ત્યારે તેમની સામે હવે નવઘનજી ઠાકોર મોરચો માંડ્યો છે.અલ્પેશ ઠાકોર ના નિવેદન બાદ કાઉન્ટર એટેક જેમ નવઘણજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર શાબ્દિક હુમલો કર્યો છે.

ફાઈલ ફોટો : શોશિયલ મીડિયા પોસ્ટ ,

ઠાકોર સમાજ કોઈની બાપની જાગીર નથી: નવઘણજી ઠાકોર 

રાજકારણ માં દરેક રાજકીય પક્ષ મોટાગજાનાં નેતાઓ ને સાથે રાખી માને છે કે આ નેતા સાથે રહેતા તેમના સમાજના વોટ અમને મળસે.જોકે આવું જ કોંગ્રેસમાં થી ભાજપમાં ગયેલ અલ્પેશ ઠાકોર માટે નવઘનજીએ આડકતરી રૂપે કહ્યું છે. તેમણે ઠાકોરવાળી કડક ભાષામાં કહ્યું છે કે "ગુજરાતમા ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી.જોકે આટલે થી ના અટકતાં તેઓએ કહ્યું હતું કે ' ઠાકોર સમાજની ઠેકેદારી કોઈને લેવાની જરૂર નથી કે ઠાકોર સમાજ વતી કોઈને દલાલ બનવાની જરૂર નથી.2022 મા ઠાકોર સમાજે નક્કી કર્યું છૅ કે જે પાર્ટી અમારો મુખ્ય મંત્રી આપશે એ જ પાર્ટીને અમે જિતાડીશુ.અને આ મામલે કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર સમાજ ને વચન આપ્યું છે કે આગામી મુખ્યમંત્રી અમારા ઠાકોર સમાજનો બનવાનો છૅ.એટલે હવે સમગ્ર ગુજરાતનૉ ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે જવાનો છે.

ફાઈલ ફોટો 

આ પહેલી વાર બન્ય નથી કે નવઘણજી આક્રમકતા બતાવી હોય અગાઉ પણ તેઓ એ પોસ્ટર જાહેર કરી શોશિયલ મીડિયા માં મુખ્યમંત્રી અને ચાર નાયબ મુખ્યમંત્રી કોણ અને કઈ જ્ઞાતિમાંથી હોવા જોઈએ તે જાહેર કરી ચૂક્યા છે 

જો કે બીજી તરફ રાધનપુરમાં સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ આયાતી ચાલશે નહિ તેવું પણ એક કેમ્પઇન રાધનપુર ઠાકોર સમાજના આગેવાનોએ કરતાં ,હવે સતત પોતાના જ સમાજના લોકોના નિવેદનબાજીના વિવાદમાં અલ્પેશ ઠાકોર ફસાયા છે


 
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)