ચંડીસર નજીક લૂંટ કરનાર ઝડપાયા: SP અક્ષયરાજ મકવાણાની બપોરે ૩-૦૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ -Highway robbery

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ચંડીસર નજીક લૂંટ કરનાર ઝડપાયા: SP અક્ષયરાજ મકવાણાની બપોરે ૩-૦૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ -Highway robbery

0
હાઇવે લૂંટ ફાઈલ ફોટો 


રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /બનાસકાંઠાના ચંડીસર નજીક થોડા સમય પહેલા ઇકો કારમાં આવેલા 6 લૂંટારાઓએ કારમાં થી નીચે ઉતરી એક સ્કોર્પિયો ચાલકની આંખમાં મરચાની ભૂકી નાખીને ફિલ્મી સ્ટાઇલ થી લૂંટને અંજામ આપ્યો હતો.આ લૂંટ પ્રિપ્લાન થી કરાઈ હતી.અને ડીસા થી પૈસા લઈ આવતા સ્કોર્પિયો ચાલકને કુસ્કલ ગામ નજીક રોકી,આંખમાં મરચાની ભૂકી નાખી,ધોકા વડે માર મારી, લૂંટી લેવાયો હતો.આ વહેપારી પાસેની બેગમાં થી છ લાખ લૂંટી લુંટારાઓ ફરાર થયા હતા.જોકે ઇકો ચાલકની કોઈ ઓળખ મળી ન હતી કેમ કે ઇકો ચાલકે ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી  હતી.આ ઘટના બાદ એલસીબી તેમજ એસ.ઓ.જી ની ટીમોએ એસપી અક્ષયરાજની સૂચના અને મોનિટિંગ નીચે તપાસ હાથ ધરી હતી.જેમાં ઇકો કારની પ્રથમ તલાશ પોલીસે હાથ ધરી હતી.આ ઇકો ગુનાના કામમાં વાપરવામાં આવી હતી.સૂત્રોનું માનીએ તો તે બાદ કાર ચાલક ઝડપાયા એક બાદ એક છ આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા.-Highway robbery



આજે 20 ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ કલાકે બનાસકાંઠા એસપી અક્ષરધામ મકવાણા એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ સમગ્ર કેશની વિગતો તેમજ  ડિટેકશન લગતી માહિતી આપશે-Highway robbery

એસપી અક્ષય રાજ મકવાણા -બનાસકાંઠા 

એસપી અક્ષયરાજ કાર્યકાળમાં ક્રાઈમ રેશિયો ઘટ્યો તેમજ ડીટેટેક્સન ૧૦૦ % 


બનાસકાંઠાના એસપી અક્ષરા મકવાણાના કાર્યકાળમાં દારૂબંધીનું સફળ નિયમન થયું છે.અને બૂટલેગરો સામે કાયદાની કડકાઈએ  કાર્યવાહી થઈ છે .અંદાજિત એક સર્વે મુજબ જે ગુના નોંધાય છે તેમાં સો ટકા ગુનાનું ડિટેકશન તાત્કાલિક થઈ રહ્યું છે આમ એલસીબી અને એસઓજી સાથેની ટીમોનું તેમનું મોનીટરીંગ અને સંકલન થી જિલ્લામાં ક્રાઈમ રેશિયો ઘટ્યો છે.-Highway robbery


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)