સંતશ્રી સદારામબાપુની પ્રતિમાનું પ્રદેશ પ્રમુખ હસ્તે આવતીકાલ ૩૦ ઓક્ટોમ્બર ના રોજ અનાવરણ-sadaram bapu

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સંતશ્રી સદારામબાપુની પ્રતિમાનું પ્રદેશ પ્રમુખ હસ્તે આવતીકાલ ૩૦ ઓક્ટોમ્બર ના રોજ અનાવરણ-sadaram bapu

0


બાપુ સદારામ ઈશ્વર અવતાર સમાન મહાન વ્યક્તિત્વ


રીના ધનેશ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી / સંતશ્રી સદારામબાપુની પ્રતિમાનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હસ્તે આવતીકાલ ૩૦ ઓક્ટોમ્બર ના રોજ અનાવરણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ હાજર રહેશે જેમના અધ્યક્ષ સ્થાને અને સંતશ્રી દાસબાપુ અને સંત શ્રી દોલતરામજી મહારાજનાના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાવાનો હોઈ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા સંગઠન પ્રભારી શ્રી નંદાજી વાઘાજી ઠાકોર તમામ ધર્મપ્રેમી જનતા ને વિનમ્ર ભાવે આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.


કાર્યક્રમ ની રૂપરેખા ,

તારીખ :૩૦/૧૦ /૨૦૨૨ : રવિવારના  

સમય:૯-૦૦ કલાકે (સવારે) 

સ્થળ : પાટણ ખાતે 

મો ;-+91 98790 89563

(નંદાજી ઠાકોર ,ઉપાધ્યક્ષ, પ્રદેશ ભાજપ )


ફાઈલ ફોટો : પ્રભારી નદાજી ભાજપ ઉપાધ્યક્ષ 


બાપાનો ફોટો આજે પણ દરેક ઘરે પૂજાય છે

ઠાકોર સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકોને વ્યસન મુક્ત બનાવી સમાજમાં સેવાની ભાવનાનો દીપ પ્રગટાવી સંત શ્રી સદારામ બાપા આજે ઠાકોર સમાજમાં ભગવાનના રૂપમાં પૂજાય છે. લોકો કુળદેવીની પૂજા અર્ચના સાથે સંત શ્રી સદારામ બાપાની પણ પૂજા અર્ચના કરે છે.

 સદારામબાપા ધર્મના સીમાડા ઓળંગી ગયા

પૂજય બાપુના હ્યદયમાં વહેતી સદ્દભાવનાની ફોરમ એવી તો પ્રસરી હતી કે, તેઓ ધર્મના સિમાડા પણ ઓળંગી ગયા હતા. આશ્રમમાં બનાવવામાં આવેલા એક મોટા ભોજનખંડની જમીન ટોટાણાના મુસ્લિમ સમાજના પરિવાર તરફથી મળી છે. જે પરિવાર હાલ કલકત્તા રહે છે. યાત્રિકો માટે બે મોટા ઓરડા બનાવવામાં પણ સમાજ દ્વારા દાન પ્રાપ્ત થયું છે. જેમાં કોમી એકતાના દર્શન જોવા મળે છે.

ઇતિહાસમાં પ્રથમ વખત જીવંત સંતનું મંદિર બન્યું

વ્યસન અને અંધશ્રદ્ધા દૂર રાખવાની ચાહના જગાડનાર એવા સંતશ્રી સદારામ બાપા એક જીવંત સંત હતા. જેમનું ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ સંત શ્રી સદારામ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સ્મૃતિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સદારામ બાપુનો ફોટો, વિદ્યાની દેવી માં સરસ્વતી અને ગોગા મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

ઓલિયા સંતશ્રી સદારામ બાપુની જીવન ઝરમર

સંતશ્રી સદારામ બાપા ભગવાનના રૂપમાં એક સાચા જીવંત વ્યક્તિ હતા કે જેમણે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર ગુજરાતમાં ભક્તિ, વ્યસનમુક્તિની આહલેક જગાવી હતી. પૂજ્ય સંતશ્રી સદારામ બાપાનો જન્મ ટોટાણા ગામે માતા લાખુંબાના કુખે થયો હતો. તેમના પિતાનું નામ મોહનજી હતું.

છ માસની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. જે પછી માતાએ તેમના જીવનનું ઘડતર કર્યુ હતુ.જે બાદ બાપુ 21 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી ભક્તિમાં લીન થઈ થયા હતા. અને સંત સમાજમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી. એકદમ ગરીબ કુટુંબમાંથી સંત સમાજમાં આવનાર પૂજ્ય બાપુનું જીવન -કવન સાદગીભર્યું અને સાચા સંતને શોભે તેવું નિર્મળ હતુ.

સાદું જીવન અને ઉચ્ચ વિચારને સાકાર કરી ટોટાણા ગામે સેવાઆશ્રમ સ્થાપી નાત જાતના ભેદભાવથી દુર રહી ભક્તિ અને લોકસેવા કરતા હતા. પૂજ્ય સદારામ બાપાના આશ્રમમાં દૂરદૂરથી લોકો આવતા હતા. પૂજ્ય બાપુ ભક્તિની સાથેસાથે વ્યસન અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે ગામડે ગામડે લોક જાગૃતિ લાવી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ બાપુના કહેવાથી વ્યશનમુકત બન્યા છે.


સરકાર દ્વારા ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માનિત કરાયા

ટોટાણા નિવાસી શતાયું જીવંત સંત સદારામબાપુએ તમામ પછાત વર્ગો અને તેમાય ખાસ કરીને સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગો અને તેમા વિશેષ ઠાકોર જેવી જાતિઓમાં કુરીવાજોની નાબુદી, વ્યસન મુકતી, ક્ન્યા કેળવણી, સદાચારી જીવન વિગેરે માટે આજીવન સામાજીક સેવાનુ કાર્ય કર્યુ હતુ. પુ. બાપુએ પોતાના સ્વરચિત ભજનો દ્વારા પણ વ્યશનમુકિત અને અંધશ્રધ્ધા નાબુદીની આહલેક જગાવી હતી. તેમની આ ઉમદા સામાજીક સેવા માટે સંતશ્રી સદારામ બાપુને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગરીમા એવોડ્થી સન્માનીત કરવામાં આવ્યા હતા. પછાત વર્ગોમાં વ્યસનમુક્તી, કુરીવાજોની નાબુદીઅને ક્ન્યા કેળવણી સહીત સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગોના સર્વાગી વિકાસ માટે ખાસ તેના અનુસંધાન તરીકે રુપિયા ૧૧ લાખ રુપિયાનુ અનુદાન ચેક સ્વરુપે તથા શિલ્ડ અને પ્રમાણપત્ર બાપુને રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક અને વિચરતી જાતી ક્લ્યાણ ખાતુ-ગાંધીનગર અને જીલ્લા ક્લ્યાણ અધિકારી (વિચરતી જાતી)પાલનપુર દ્વારા એનાયત કરાયો હતો.

 “આજે દૂધીમાં દીવો બળો રે, કારેલામાં કૃષ્ણ જોયા મારા વાલા”

સંતો માટે કહેવાય છે કે તેમનુ અવતરણ કંઈક વિશેષ અનુભુતિ રૂપે જ થતું હોય છે. સમાજ જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જવા માટે સંસારમાં સંતનું આગમન થતું હોય છે.સમાજ જ્યારે બદીઓથી ખદબદતો હોય, સ્વાર્થના જ્યાં સંબંધો હોય, સંબંધોનું કઈ મૂલ્ય ન હોય ત્યા સંતનું પ્રાગટ્ય થવુ આશીર્વાદરૂપ હોય છે.

સંતશ્રી સદારામ બાપુના જીવનની કહાની પણ કંઈક એવી જ છે.તેમને એક જ વાક્યમાં સમજવા હોય તો એવુ ચોક્કસપણે કહી શકાય કે ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ ઉક્તિ મુજબ બાપુ જ્યાં જાય છે ત્યાં લોકોને વ્યસન મુક્તિ કરવાની અને નીતિના માર્ગે ચાલવાની પ્રેરણા આપીને હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે.પૂજ્ય બાપુએ પોતે કાયમના માટે જીવનમાં એવો નિયમ કરેલ કે કોઈની પાસે માગવુ નહીં.

પણ લોકો ભાવથી કંઈક આપે તો તેને એક હાથે સ્વીકારી બીજા હાથે સદાવ્રત, અન્નક્ષેત્રમાં આપી દેવાની તેમની ટેક રહી છે. તેમને ભજન-સત્સંગમાં તેમણે નિર્જીવ વસ્તુ અને ધરતીના કણ કણમાં ભગવાન સ્વરૂપ દેખાય છે. પૂજ્ય બાપુનું એક લોકપ્રિય ભજન “આજે દૂધીમાં દીવો બળો રે, કારેલામાં કૃષ્ણ જોયા મારા વાલા” આજે પણ લોકમુખે ભાવથી ગવાય છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)