ધ્રુવ પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી /ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ઇલેક્શનની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે એક્શન મોડમાં છે.ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડની સૂચના એ ટૂંક સમયમાં નિરીક્ષકોની યાદી તૈયાર થઈ રહી છે. ગુજરાતની ૧૮૨ સીટો પર વિધાનસભા દીઠ ત્રણ દિવસની ટીમ મૂકવામાં આવી રહી છે જેમાં સાંસદો ધારાસભ્યો પૂર્વ સાંસદો અને ભાજપમાં સંગઠન ક્ષેત્રે કામ કરતા કદાચ નેતાઓની નિમણૂક કરવામાં આવશે ત્રણ નિરીક્ષકોની આ ટીમ દરેક વિધાનસભામાં જશે ત્રણ દિવસ રોકાશે અને સેન્સની પ્રક્રિયા હાથ ધરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસમાં છે.ત્યારે દરેક ઝોનમાં તેઓ કાર્યકરો સાથે તેમજ ભાજપા પદાધિકારી સાથે મિટિંગનો દર યોજી રહ્યા છે.અને તે રીતે ગુજરાત ચૂંટણીના પૂર્વ તૈયારીઓમાં તેઓ વ્યસ્ત છે. હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ નું જે રીતે મોનીટરીંગ અને દરમિયાનગીરી થઈ રહી છે તે જોતા ગુજરાતની હાલની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ નો રોલ અને ભૂમિકા ખૂબ જ મહત્વની રહેલી છે ત્યારે ઉમેદવારો સાથે સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર થશે અને તે બાદ આ યાદી હાઈ કમાન્ડને આ યાદી સુપરત કરવામાં આવશે.
જોકે સૂત્રોનું માન્યતા આ વખતની ચૂંટણીમાં લોકોમાં અપ્રિય થયેલ અથવા વિવાદિત બનેલ ઉમેદવારોને બાકાત કરવામાં આવશે. જે ઉમેદવારો પ્રત્યે લોકોની સંવેદનાઓ જોડાઈ નહીં હોય અથવા જે ઉમેદવારો લોકપ્રિય નહીં હોય જે ઉમેદવારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લોકો સાથે સહયોગ સાધવામાં નિષ્ફળતા મેળવી હસે. તેવા સિટીગ વિધાયકોની કુલ સંખ્યા ના અંદાજિત 25% જેટલા ઉમેદવારોને 'નો રીપીટ ' થીયરીએ બાકાત કરવામાં આવશે.