ભાજપ v/s કોંગ્રેસ જંગ ,થરાદ વિધાનસભા |
રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી /ગુજરાત ઇલેક્શન 2022 ની વર્તમાન ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચાર ઝોનમાં નિરક્ષકોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.જેમાં આ તમામ વિધાનસભા ક્ષેત્રોમાં નિરીક્ષકો ત્રણની પેનલ સાથે ફરશે.અને સંભવિત ઉમેદવારોનો સેન્સ લેશે.-guiarat elections 2022
વિશ્વસનીય સૂત્રોથી મળતી માહિતી મુજબ ભારતીય હાઇ કમાન્ડ બનાસકાંઠામાં આ વખતે નવ વિધાનસભાની તમામ બેઠકો જીતી ઇતિહાસ રચવા માટે ખૂબ જ ગંભીરતાથી વિચારી રહ્યું છે. તાજેતરમાં જ મોરીયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ ની મુલાકાત તે માટે સૂચક માનવામાં આવી રહી છે.જ્યાં બંધ બારને કેન્દ્રીય ગૃહમંત્રી એ જિલ્લાના વિવિધ આગેવાનો સાથે પૂર્વ સાંસદો ,પૂર્વ ધારાસભ્યો ,તેમજ પૂર્વ સંગઠન હોદેદારો સાથે બેઠકો યોજી જિલ્લા ની નવ બેઠક પર 2017 માં ક્યાં ચૂક થઈ ,અને 2022 માં આ બેઠકો કબજે કરવા શું કરવું પડે તેનો ક્યાસ કાઢ્યો હતો.બનાસકાંઠાના મોરિયા મેડિકલ કોલેજ ખાતેની આ બેઠક 2022 ની ચૂંટણીઓમાં બનાસકાંઠા માટે મહત્વની ગણાય છે.-guiarat elections 2022
થરાદ બેઠક પર, કોંગ્રેસ સિટીગ MLA ગુલાબસિંહ રાજપૂત V/S જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચોહાણ-guiarat elections 2022
ત્યારે મહત્વની ગણાતી વાવ, થરાદ, વડગામ,તેમજ પાલનપુર,ધાનેરા, દિયોદર અને દાંતા બેઠક છે.આ સાત બેઠક પર કોંગ્રેસનો કબજો છે.આ તમામ બેઠકો પર ભાજપ નો કેવી રીતે ભગવો લહેરાવી શકાય તેનો એક્શન પ્લાન ભાજપે ઘડ્યો છે.જોકે મહત્વની થરાદ બેઠક ભાજપ સમર્પિત બેઠક હતી જોકે પેટા ચૂંટણીની વાત કરીએ તો થરાદમાં સાંસદ પરબતભાઈ પટેલ બનાસકાંઠા સાંસદ બનતા પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીના નવા નિશાળિયા કહી શકાય તે પ્રકારના ઉમેદવારની યાદીમાં નામ જાહેર થતા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રાજવી પરિવારના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ને મેદાનમાં ઉતાર્યા હતા.અને ભાજપના નબળાં ઉમેદવાર સામે થરાદની બેઠક પરથી કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. જોકે 2017 માં થયેલી આ કહેવાતી ભૂલને સુધારવા માટે ભાજપે મજબૂત મેરેથોન બેઠક યોજી એક્શન પ્લાન બનાવ્યો છે.-guiarat elections 2022 ત્યારે વિશ્વાસની સૂત્રોનું માનવી તો આ વખતે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને જિલ્લામાં પ્રમાણિક સંગઠન નેતા ગણાતા બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણની થરાદ બેઠક માટે હાઈ કમાડ પસંદગી કરી સકે છે. તેવું આધાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.જો કે બાપુ સામે એકજ રાશિ ના ' બાપુ ' એવા ભાજપના નખશિખ પ્રમાણિક જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચોહાણ ચૂંટણીમાં ઉતરે તો,કોંગ્રેસના ગુલાબસિંહ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચબાવવા જેવી બની સકે છે.કેમકે જિલ્લાનું આખું ભાજપ સંગઠન આ બેઠક પ્રતિષ્ઠા ની વાત સમજી મેદાનમાં,ઉતરી પડશે.-guiarat elections 2022
મે કોઈપણ બેઠક પરથી ટિકિટ માંગી નથી,જો કે બનાસકાંઠામાં ભાજપ નવ બેઠકો પરથી જીતશે: ગુમાન સિંહ ચોહાણ,જિલ્લા ભાજપ પ્રમુખ બનાસકાંઠા -guiarat elections 2022
આ બાબતે ગુમાનસિંહ ચોહાણ ને ટેલીફોનીક પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે ' થરાદ કે કોઈપણ અન્ય બેઠક માટે મે ટિકિટ માંગી નથી,જોકે ભાજપ કેડર બેઝ પાર્ટી છે,અહી પાર્ટી હાઈકમાંડ આદેશ પાલન કરવું તમામ કાર્યકરોની પ્રથમ ફરજ હોય છે.તેઓએ તમામ નવ બેઠકો પર ભાજપ ની જીત નો હુંકાર પણ કર્યો હતો-guiarat elections 2022
શું છે ? થરાદનું મતદાન સમીકરણ..-guiarat elections 2022
2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ થરાદ વિધાનસભાની કુલ વસ્તી 327289 છે. અહીં સાક્ષરતા દર 59.75 ટકા છે. અહીં 8.5 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે જ્યારે 91.5 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. પછાત જાતિના લોકોની સંખ્યા 47,474 છે. જેમાં પુરૂષોની સંખ્યા 24544 અને મહિલાઓની સંખ્યા 22930 છે. અનુસૂચિત જાતિની વાત કરીએ તો અહીં STની વસ્તી 7996 છે. જેમાં 4 હજારથી વધુ પુરૂષો અને 3 હજાર જેટલી મહિલાઓ છે. અહીં હિંદુઓની વસ્તી 96 ટકા, મુસ્લિમ વસ્તી 3.24 ટકા છે. જ્યારે અન્ય ધર્મના અનુયાયીઓની સંખ્યા 1 ટકાથી ઓછી છે.-guiarat elections 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નું પરિણામ-guiarat elections 2022
2017માં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપના પરબતભાઈ પટેલ જીત્યા હતા. ત્યારબાદ તેમને કુલ 69789 વોટ મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર રાજપૂત દેવજીભાઈને 58056 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવારને 42,982 મત મળ્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપને કુલ 47.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધીને 60.01 ટકા થયો હતો.-guiarat elections 2022
2008 પછી અસ્તિત્વમાં આવેલી બેઠકો-guiarat elections 2022
ગુજરાતની થરાદ વિધાનસભા બેઠક બનાસકાઠા જિલ્લામાં આવે છે. આ બેઠક 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. અહીંથી ભાજપના ધારાસભ્યો ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય પરબતભાઇ પટેલ મંત્રી પણ બન્યા હતા.જેઓ 2017 માં ત્રી પાંખીયા જંગમાં પણ જીત્યા હતા જોકે તેઓ સાંસદ બનતાં પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી.-guiarat elections 2022