રાધનપુર થી રઘુભાઈ દેસાઈ અને ડીસા થી ગોવાભાઇ રબારી ની ટિકિટ પાક્કી ,કોંગ્રેસ વિધાયક ગેનીબેં ઠાકોરે આપ્યા સંકેત : geniben thakor mla

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

રાધનપુર થી રઘુભાઈ દેસાઈ અને ડીસા થી ગોવાભાઇ રબારી ની ટિકિટ પાક્કી ,કોંગ્રેસ વિધાયક ગેનીબેં ઠાકોરે આપ્યા સંકેત : geniben thakor mla

0
વાવ કોંગ્રેસ વિધાયક ગેનીબેન ઠાકોર 


વાવ કોંગ્રેસ mla ગેનીબેનની દરિયાદિલી: ગુજરાત કોંગ્રેસ હાઈકમાંડ નક્કી કરે ત્યારે જોયું જશે પણ ...તેઓએ જાહેર કર્યું કે રાધનપુર થી રઘુભાઈ દેસાઈ અને ડીસા બેઠક પરથી ગોવભાઈ દેસાઈ ને ટિકિટ મળસે .. અઢારે આલમના લોકો નો ટેકો પણ મળસે : ગેનોબેન ઠાકોર નું સાંકેતિક નિવેદન 


નેશનલ ડેસ્ક /બનાસકાંઠાના ભાભર તાલુકાના વજાપુર ગામે રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વાવના ધારસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનનો વિડિઓ વાઇરલ થયો છે.જેમાં તેઓએ કોંગ્રેસ માંથી રાધનપુરથી રઘુભાઈ દેસાઈ અને બનાસકાંઠાના ડીસા માંથી ગોવાભાઈ રબારી ચૂંટણી લડશે તેવા ગેનીબેન ઠાકોરે સંકેત આપતાં રાધનપુર અને ડીસા માં આ બન્ને રાજનેતાઓ ના ટેકેદારોએ ફટાકડા ફોડી કાળી ચોદશ નાં દિવસે દિવાળી માહોલ બનાવ્યો હતો.જોકે આ માત્ર કોંગ્રેસ mla ગેનીબેનની લાગણી અને અંગત મંતવ્ય છે કેમકે ગુજરાત માં ચૂંટણીઓ તારીખ જાહેર થાય તે પહેલાં હાઈ કમાંડ ઉતાવળે ટિકિટ ફાળવણી નિવેદન કરવાનુ ટાળી રહી છે.


વાવ વિધાયક ગેનીબેન ઠાકોર નું નિવેદન હતું કે ..અમો રબારી સમાજના કોઈપણ ઉમેદવારને જીતાડવા મદદ કરવાની ખાત્રી આપીએ છીએ.જોકે બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ એકપણ ઉમેદવારનું નામ જાહેર કરાયું ન હોવા છતાં ગેનીબેન ઠાકોરે ઉમેદવારના નામોના સંકેત આપતા નવો વિવાદ મધપૂડો છંછેડાયો છે.



ગેનીબેને ઠાકોરે સાંકેતિક કહો કે પોલિટિકલ ભાષામાં કર્યું કે રાધનપુર થી રઘુભાઈ દેસાઈ અને ડીસા થી ગોવાભાઈ દેસાઈ ની ટિકિટ પાક્કી ..આ બન્ને ને  અઢારે આલમનો ટેકો 

#BJP #GujaratElections   


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)