શું આ FIR,મોરબી હોનારત અપરાધીઓને અપાવશે સજા?ચર્ચિત સવાલ -FIR became disputed

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

શું આ FIR,મોરબી હોનારત અપરાધીઓને અપાવશે સજા?ચર્ચિત સવાલ -FIR became disputed

0
લોકોમાં વિવાદિત બનતી મોરબી કાંડ  FIR 

રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાતમાં મોરબીની ઘટનામાં અત્યાર સુધી મળતાં અહેવાલ મુજબ 190 થી વધારે લોકો આ કરુણાંતિકા સમાન અકસ્માતમાં માર્યા ગયા છે.મોરબીનો ઝુલતો પુલ અચાનક જ અકસ્માતમાં ધડાકેભેર તૂટી પડ્યો હતો.અને પુલ પર સવાર યાત્રિકો કંઈ પણ સમજે તે પહેલાજ આ  ઝુલતો પુલ મચ્છુ નદીના જળમગ્ન થયો હતો.અને પુલ જોવા આવેલ પર્યટકોની મોતની ચીચીયારી વચ્ચે કાટમાળ અને પાણીમાં અનેક દટાયા હતા.આ ઘટના બાદ રાત ભર ચાલેલ રેસ્કયુંમાં સતત મૃતદેહો મળતાં ગયા અને મૃત્યુ આંક ૧૯૦ પર પહોચ્યો હતો.આ ગોઝારો ઘટનામાં નાના માસુમ બાળકો પણ માર્યા ગયા છે.જેઓની લાશો બહાર કાઢતા તેમના આકૃંદ કરતા પરિવારોનું રુદન કાળજું કંપાવનારું બન્યું છે.આ ઘટનાથી ગુજરાત અને સમગ્ર દેશમાં આ ઘટનાનાથી શોકનું મોજું ફરી વળ્યુ છે.ત્યારે દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી હિમાયત સમગ્ર ગુજરાત અને દેશમાંથી ઉઠવા પામી છે.ત્યારે આટલી મોટી સંખ્યામાં મોત માટે જવાબદાર લોકો સામે પોલીસે નોંધેલી FIR માં આરોપીઓ ના નામ સુદ્ધાં ન લખાતાં આ FIR વિવાદિત બની છે.અને લોકો ઇન્વેસ્તિગેસન એજન્સી અને સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે.FIR became disputed



આખું ગામ જાણે છે કે આ પુલ નું રીનોવેસન,મેન્ટનન્સ,અને મેનેજમેન્ટ કોનું હતું? માત્ર પોલીસ ને જ ખબર નથી FIR became disputed


આ ગોઝારો પુલ ૧૪૦ વર્ષ જૂનો હતો.જેનું રીનોવેશન ઓરેવા કપનીએ કર્યું હતું.અને તેનું બિલ પણ નગરપાલિકા નિધિ અને ફંડમાં થી કપનીને ચૂકવાયુ છે.સુત્રો નું માનીએ તો આ ઝૂલતા પુલનું રિનોવેશનમાં અંદાજિત બે કરોડ જેટલા સરકાર પાસેથી નાણાં ખંખેરનાર કંપનીના મેનેજમેન્ટ સભાલનારા લોકો મોટા ઉપાડે જશ લઈ જાહેર કરતા હતા કે,આ ઝૂલતા પુલના નવીનીકરણમાં અમારી કંપની એ અધતન ટેકનોલોજી વાપરી છે.ત્યારે માત્ર પાંચ દિવસમાં આટલી મોટી હોનારત માં આ ઝુલતો પુલ જમીનદોસ્ત થયો ત્યારે હવે ક્યાં છે એરોવા કપનીનાFIR became disputed એમ.ડી.જયસુખભાઇ પટેલ અને તેમની કપનીનાં જવાબદાર લોકો ?શું ઉદઘાટન વખતે જ ફોટો પડાવવા આવ્યા હતા ? હવે આટલા મોત તમારા પાપે અને નિષ્કાળજી એ થયા છે ત્યારે ક્યા છો તમે ? તેવા વેધક સવાલો પણ ગુજરાત ની જનતા પૂછી રહી છે.FIR became disputed




મોરબી ',B' ડિવિઝન પીઆઇ સરકાર તરફે ફરિયાદી બન્યા, પણ FIR માં આરોપીઓની ઓળખ કેમ છુપાવી? સો મણનો સવાલ FIR became disputed

Fir - પેજ ૧


Fir - પેજ ૨

Fir - પેજ ૩



આ કામમાં સરકાર તરફે મોરબી પીઆઇ દ્વારા નોંધવામાં આવેલી સરકાર તરફેની ફરિયાદ ખૂબ જ વિવાદિત બની છે કેમકે પીઆઇએ સરકાર તરફથી નોંધેલી આ ફરિયાદમાં અપરાધીઓની ઓળખ કે કપની સુદ્ધાં નામ લખેલ નથી.કાયદા માં અને કોર્ટ ટ્રાયલ માં FIR મહત્વનો પુરાવો હોય છે.જેને પ્રથમ બાતમી અહેવાલ કહેવાય છે.ત્યારે પીઆઇ એ ફરિયાદમાં ૧૯૦ લોકોના મોત માટે જવાબદાર અપરાધીઓની  ફરિયાદ માં નામ જોગ ઓળખ નથી લખાતાં.. કેમ ? કોના ઇશારે અપરાધીઓ છાવરવામાં આવે છે? તે બાબત લોકો અને વિરોધ પક્ષમાં વિવાદિત બની છે.- FIR became disputed

અહો! આશ્ચર્યમ..કલમો મોટી પણ અપરાધી, વણ ઓળખાયેલા ..કેમ? પૂછે છે ગુજરાત ..FIR became disputed

આ ઝૂલતા પુલ માં નોંધાયેલ ફરિયાદ માં કહેવાતા અને વણ ઓળખાયેલા અપરાધીઓ સામે ,હાલ તો આઈપીસી કલમ 304,308,114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ ગુનેગારો તેના સ્પષ્ટ સ્વરૂપ કે નામમાં નોંધાયેલ ન હતા.જોકે કાયદાની કોર્ટમાં પ્રથમ તપાસ રિપોર્ટ મહત્વનો માનવામાં આવે છે અને કોર્ટ ટ્રાયલમાં ગુનેગારને આ વસ્તુથી સજા મળે છે.FIR became disputed


આ કામે રજીસ્ટર એફઆઈઆરમાં ગુનેગારોના નામ નીચે મુજબ છે.


(1) પુલની જાળવણી કરતી એજન્સી

(2) પુલ નું મેનેજમેન્ટ જોતી એજન્સી

(3) તપાસમાં જે આવે તે ...


આમ ,મોરબીમાં નોંધાયેલી કથિત ફરિયાદમાં ઉપર મુજબના ત્રણ ગુનેગારો છે,જે fir માં હાલ વણ ઓળખાયેલા છે.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 190 લોકોએ જીવ ગુમાવ્યા છે, આ સંખ્યા વધી પણ શકે છે, અને એફઆઈઆરમાં સરકાર વતી ફરિયાદી બનેલ પી.આઈ.ને ખબર નહીં હોય કે?

-નગરપાલિકા મોરબીએ કોને મેન્ટેનન્સ આપ્યું છે?

-નગરપાલિકા મોરબીએ ઝૂલતા પુલના મેનેજમેન્ટ ,કોન્ટ્રાક્ટ કોણ છે?

-કોણ છે ઑરેવા કંપનીના MD?

-કોણ છે જયસુખભાઇ પટેલ ?

-જો કોઈ NGO હોય તો તેના MD નું નામ શું છે?


આખી દુનિયા જાણે છે કે આ ઓરેવા કંપનીનો કોન્ટ્રાક્ટ હતો! જેના એમડી જયસુખ પટેલ હતા, જેમણે રિનોવેશન કરતી વખતે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે આ બ્રિજમાં આધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.


એટલે કે આ સમાન પુલની જાળવણી માટેની એજન્સી કોણ છે ? મેનેજમેન્ટ એજન્સી કોણ છે? તે સૌ જાણે છે.જેમાં સુત્રો મનું માનીએ તો ઝૂલતા પુલ નવીનીકરણ પેટે મોરબી નગરપાલિકાએ આ કંપનીને 2 કરોડ ચૂકવ્યા છે.આમ આટલા દસ્તાવેજી પુરાવા હોવા છતાં પણ પોલીસે એફઆઈઆરમાં નામ કેમ નથી જાહેર કર્યા ?

આ સવાલ માત્ર તપાસ એજન્સી,ની કાર્ય પદ્ધતિ પર મોટો સવાલ ઉભો કરે છે?


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)