ગુજરાત ના અનેક શહેરોમાં આમ આદમી પાર્ટી વિરોધમાં પોસ્ટર લાગ્યા |
#AamAadmiParty #BJP #Congress #Poster War
વિશાલ બગડીયા,ટુડે ન્યુજ ગુજરાતી/ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો લગાવી રહી છે.જેમાં સીએમ અને ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.જેમાં તેઓ સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ ને એક માળા ના મણકા ગણાવી પોતાની તમામ રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે.પરંતુ પોતાની પાર્ટીને ના ગુજરાત ચૂંટણી સમયે કરાયેલ વિવાદિત નિવેદનમાં હવે તેઓ બરાબર ફસાયા છે-Election poster war અને તે રીતે દિલ્હી સીએમ કેજરીવાલની અહી ગુજરાતમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે. હાલ તો આ નવી મુસીબત તેમના જ મંત્રીએ વધારી દીધી છે.
હિન્દુ હિતરક્ષક સમિતિ બની આક્રમક, |
અપડેટ્સ ન્યુઝ /દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ સીએમ અરવિંદ કેજરીવાલ અને મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ કરી છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાનો આક્ષેપ છે કે તેઓએ હિન્દુ દેવતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે.જે અપરાધિક મામલો છે.જેની તપાસ થવી જોઈએ
AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનું વિવાદિત નિવેદન -Election poster war
આમ આદમી પાર્ટી નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ |
આ વિવાદ જોઈએતો , AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આરોપ છે કે ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી હતી.-Election poster war સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ થયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.-Election poster war મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે.ત્યારે હિંદુત્વના રંગે રંગાયેલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી નેતાના આ વિવાદિત નિવેદનનો ગુજરાતમાં ભરપુર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.અને ગુજરાત ના અનેક મોટા શહેરોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન ના અલગ અલગ પોસ્ટર પણ મુખ્ય માર્ગો પર લગાવવામાં આવ્યા છે.-Election poster war
પોસ્ટર વિવાદમાં કરાયો શબ્દોનો વર્જધાત,શું આવી વિચારસરણી વાળાઓની,આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલે?-Election poster war
ગુજરાત ના મોટા શહેરોમાં લાગેલ પોસ્ટરમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓ ને ઠેસ પહોંચતા હિન્દુ હિતરક્ષક સમિતિ બની આક્રમક-Election poster war
હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું, આ છે આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર…. ગુજરાતમાં કેજરીવાલના ફોટો સાથે લાગ્યા પોસ્ટરમાં હિન્દુ હિતરક્ષક સમિતિએ આમ આદમી પાર્ટીની નબળી અને હલકી કક્ષાની માનસિકતા ને છતી કરી તેમનો વિરોધ નોંધાવ્યો છે.હવે પોતાનાજ મંત્રી દ્વારા ઊભો કરાયેલ આ વિરોધ ને કેવીરીતે ખાળવો તેના મનોમંથનમાં આમ આદમી લાગી છે.હાલ તો તેમના માં તેર સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ બની છે.-Election poster war
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો લગાવી રહી છે. સીએમ અને ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે.અને રેલીઓ અને સભાઓ પણ કરવા લાગ્યા. પરંતુ પાર્ટીના બેજવાબદાર નેતાઓ ને લઈને સીએમ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે ત્યારે આ જ મંત્રીએ તેમની મુસીબતો વધારી દીધી છે. વાસ્તવમાં, AAP મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આરોપ છે કે તેઓ લોકોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાની અને ક્યારેય તેમની પૂજા નહીં કરવાની શપથ લે છે. ત્યારે હવે આ વાતનો ગુજરાતમાં ભરપુર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને અલગ અલગ પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યા છે.-Election poster war
ભાજપ મંત્રી જીતી વાઘાણી પણ આ મુદ્દે આવ્યા મેદાનમાં -Election poster war
ગુજરાત ભાજપે દિલ્હી રાજેન્દ્ર પાલના વીડિયો મુદ્દે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે,
આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટર વોરથી માહોલ ગરમાયો છે. ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં AAP વિરોધી પોસ્ટરો લગાવ્યા છે.અહી બજારમાં જે પોસ્ટર લાગ્યા છે એના વિશે વાત કરીએ તો જેમાં લખેલું છે કે, ‘હું બ્રહ્મા, વિષ્ણ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં.’, ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં.’, ‘હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું.’ સાથે દરેક પોસ્ટરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફોટો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી પાસે માફીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુઓની લાગણી દુભાણી છે.-Election poster war કેજરીવાલ અને તેમના મંત્રીએ માફી મંગાવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિ જ થઈ રહ્યું છે.તેવો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો-Election poster war
ગુજરાત ના મોટા શહેરોમાં આમ આદમી વિરોધનું પોસ્ટર વોર |
આ મુદ્દે આમ આદમી પાર્ટીનું મૌન અને બચાવના નિવેદનનો જગ્યાએ આપે કરી નવી વિવાદિત પોસ્ટ ..-Election poster war
આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક એકાઉન્ટ પર 558K ફોલોવર છે.આ એકાઉન્ટ થકી પણ આમ આદમી પાર્ટી વિવાદો નો સોશિયલ પ્લેટફોર્મ થી જવાબ આપે છે જોકે પોતાના જ નેતા ના વિવાદિત બયાન સામે આમ આદમી પાર્ટી એ હજુ કોઈ ખુલાસો નથી આપ્યો જોકે તેમની તાજેતરની પોસ્ટમાં તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પાર્ટી ડરી ગઈ છે અને માટેજ તેમના ગુંડાઓ એરપોર્ટ અને સ્થળ પર મોકલ્યા છે.જોકે દિલ્હી રાજેન્દ્ર પાલના વિવાદિત નિવેદન બાબતે તેઓ હજુ પ્રતિક્રિયા આપવા આગળ આવતા નથી.-Election poster war