અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના પ્રદેશ હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરાયા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના પ્રદેશ હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરાયા

0

 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક છે. ટૂંક સમયમાં જાહેરાત થાય એવી શક્યતા છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઈ છે. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતા આજે ગુજરાત આવી રહ્યા છે. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે ગુજરાત આવી રહ્યા છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. એક જ અઠવાડિયામાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકોનો દૌર આગળ વધારી રહ્યા છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે.


મંગળવારે સવા કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી સપ્ટેમ્બર મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધબારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા. ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પાહોચી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ લોકો વચ્ચે પહોંચાડવા વધુ આક્રમકતાથી જવા સૂચનો જારી કર્યા હતા.

Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)