AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ,અરવિંદ કેજરીવાલે ધરપકડ સામે કાઢ્યો બળાપો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ,અરવિંદ કેજરીવાલે ધરપકડ સામે કાઢ્યો બળાપો

0




નેશનલ ડેસ્ક / ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વર્તમાન અને ભૂતકાળના નિવેદન વોરથી રાજકારણ ગરમાયું છે.થોડા વર્ષો અગાઉ બેબાકી બતાવવા ના ઉત્સાહમાં અતિરેક કરી ગયેલ ગોપાલ ઇટાલિયા હવે ચૂંટણી સમયે ફસાયા છે.તેઓના પીએમ અને મહિલાઓ સામે ના વાંધાજનક નિવેદનો હવે દસ્તાવેજી પુરાવો બનતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઘેરાઈ છે.અને નવીન રાજકીય વળાંકમાં AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરાઈ છે.  

 

સૂત્રોનું માનીએ તો ગોપાલ ઇટાલિયાએ અગાઉ પોતાના નિવેદનમાં વડપ્રધાનને ‘નીચ’ શબ્દ કહ્યો હતો.જોકે પીએમ ની ગરિમા ખંડિત કરતાં આ શબ્દના અર્થઘટને ગુનો બનતો હોઇ આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. ગોપાલ ઈટાલિયાનો એક જુનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ વડાપ્રધાન મોદીએ ‘નીચ’ કહી રહ્યા છે. જેને લઈને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) મહિલાઓનું અપમાન થયું છે એવું કહી ગોપાલ ઈટાલિયા દિલ્હી પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે બપોરે તેઓ NCWની ઓફિસે હાજર થયા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી.  

ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી ધરપકડનો કર્યો ખુલાસો 


દિલ્હી માં ધરપકડ પહેલા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતા નથી, મને નાંખી દો જેલમાં. તેમણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યા છે.


ગોપાલ ઇટાલિયાના ટ્વિટ બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને સવાલ કર્યો હતો કે, આખી બીજેપી ગોપાલ ઇટાલિયાની પાછળ કેમ પડી છે?

જોકે ચૂંટણી જાહેર થાય તે પહેલાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ની દિલ્હીમાં ધરપકડ થતાં,આમ આદમી પાર્ટી ગુજરાત કાર્યકરોમાં સન્નાટો છવાયો છે




Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)